________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૮ મે.] અષ્ટાપદ ફરતી ખાઈ, સાઠ હજારનું એકસાથે મૃત્યુ.
૨૭૩ પામ્યા, તેમનાં ઘર પડી જવા લાગ્યાં અને કાદવ પડવાથી તેઓ આર્તનાદ કરવા લાગ્યા. તે જોઈ જવલનપ્રભને કોપ ચડ્યો. તેણે વિચાર્યું “અરે! આ ચકીને પુત્રો મૂર્ખ અને રાજયમદે કરીને ભરેલા જણાય છે. અમારું કહેવું ઘટિત છતાં તેઓ તે માનતા નથી, માટે મદને ધિક્કાર છે.” આ પ્રમાણે ચિતવી જવલનપ્રભ બીજા નાગપતિઓને સાથે લઈ મેટી ફણાના આટોપને અને મોટા દેહને ધારણ કરતે, તેમજ કુંફાડા મારતો એકદમ પાતાળમાંથી નીકળી ત્યાં આવ્યું. પછી પિતાની વિષમય દૃષ્ટિથી એક સાથે સગરચકીના સાઠ હજાર પુત્રોને તેમણે બાળી નાખ્યા. આ મહાદાહ કરી જવલનપ્રભ નાગપતિ પિતાનાં સ્થાનકમાં પાછો ચાલ્યો ગયે. કેમકે “ શત્રુના વધસુધી જ કેપ રહે છે.”
સગર કુમારના ઘાતથી તે વખતે સૈન્યમાં વજાપાની જેમ પરસ્પર વ્યાકુળ કરે તેવો મહા કે લાહલ થયે. વિપરીત દૈવના વેગથી અનાથ થઈ ગયેલું બધું સૈન્ય હવે કઈ દિશામાં જવું, એમ ચિંતાતુર અને સર્વ ઉપાયથી ભ્રષ્ટ થઈ ગયું. “ક્ષણે ક્ષણે મને પોતાનું હિત થાય તેવું જુદુંજ કાંઈ ચિંતવે છે અને દેવ કાંઈક જુદુંજ કરે છે.” નાયક વગરના થઈ ગયેલા સૈનિકે દુઃખરૂપ સપ ગ્રસ્ત થઈ જરા અશ્રુ લુહી નાખી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા “આપણે જતાં છતાં આ ચક્રવર્તીના કુમારને નાગોએ એક સાથે વધ કર્યો, માટે આપણું બળ તદન વૃથા છે. રાજાઓ પોતાના રક્ષણ માટે સેના રાખે છે, તો આપણે સર્વ સેના છતાં આ સર્વે રાજકુમારે મૃત્યુ પામ્યા છે, માટે હવે આપણે નિર્લજજ થઈને નગરમાં જઈ શી રીતે મુખ બતાવશું ચક્રવર્તી સગર આપણને વિવિધ ઉપાયથી જરૂરી મારી નાખશે, તેથી આપણે પણ નિરૂપાયપણે તેઓના માર્ગને જ અનુસરવું–અર્થાત મૃત્યુ પામવું. ઉત્તમ સેવકો રાજાના માર્ગને અનુસરે છે એવી જનરિથતિ છે.” આ વિચાર કરી બાર એજનમાં રહેલાં અશ્વ, રથ અને હાથીવાળા સર્વ સૈન્યને કાણસમૂહથી વીટી લીધું. પછી મરવાની ઇચ્છાથી જેવા તેઓ કાણોને દહન કરવા માટે કરવડે તેમાં અગ્નિસ્પર્શ કરતા હતા, તેવામાં અવધિજ્ઞાનવડે આ ઉપદ્રવ સૌધર્મેદ્રના જાણવામાં આવે. દયાળુ ઇંદ્ર બ્રાહ્મણને વેષ ધારણ કરીને તત્કાળ ત્યાં આવ્યું, અને “મરે નહીં, મરે નહીંએમ તેઓને કહેવા લાગ્યું. તેનાં ધીરજવાળાં વચનથી સર્વે તેમજ રિસ્થત રહ્યા. પછી ઈંદ્રવિખે આગળ આવીને પૂછયું “આ સર્વ સંહાર તમે શા માટે કરે છે ? શું તમને કાંઇ પરાભવ, દુઃખ કે શેક ઉત્પન્ન થયેલ છે કે જેને માટે આમ કરે છે અથવા કેઈ ઈષ્ટકાર્યની સિદ્ધિ માટે આ કાર્ય કરો છો ?” તેનાં આવાં વચન સાંભળી તેઓ આ
તો આપણને
છે. માટે હવે
બતાવશું
૩૫
For Private and Personal Use Only