________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૮ મે.] સગર ચકવીને પખંડ દિવિજય.
૨૬૭ ભરતચક્રીની જેમ દિગ્વિજયે કરી સગર ચક્રવર્તી ચક્રની પછવાડે ચાલતા અનુક્રમે અધ્યામાં આવ્યા. ત્યાં બત્રીસ હજાર રાજાઓએ, અનેક યક્ષોએ અને મનુષ્યએ મળીને તેમને ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. પચીશ હજાર યક્ષોએ સેવેલા ચક્રવર્તી ભરતચક્રીની જેમ પખંડ ભારતની ઉપર રાજય કરવા લાગ્યા.
આ સમયમાં કેવલાલેકરવિ અજિતસ્વામી વિહાર કરતા પિતાની દેશના રૂ૫ કિરણ વડે ભવ્યપ્રાણીરૂપ પૌવનને વિકાસ કરતા હતા. તે વખતે જ્ઞાનવડે શ્રી આદિનાથ પ્રભુએ પવિત્ર કરેલા પુંડરીકગિરિને જાણ તે તરફ વિહાર કરવાની ઈચ્છા કરી. એ જગતના હિતકારી પ્રભુ માર્ગમાં મૃગપતિ, હાથી, મૃગ, ડુક્કર, અને સર્પાદિ પ્રાણીઓને સર્વ ભાષાનુગામી વાણવડે બંધ કરતા પ્રથમ તીર્થરૂપ સૌરાષ્ટ્રદેશમાં આવ્યા. તે ઉત્તમદેશ શ્રી આદિનાથનાં ગુણકીર્તનવડે ગર્વિત થયેલ હતો. આગળ વિહાર કરતાં કામદેવના શત્રુ પ્રભુએ દેશમાં રહેલા ઊંચા રસમય શિખરેથી વિરાજિત અને પવિત્ર એવા શત્રુજ્યગિરિની પાસે આવ્યા. ત્યાં પ્રભુ ધ્યાનમાં સ્થિત રહ્યા, તેવામાં પિતાનાં પીંછાના કલાપથી અહંત પર છત્ર કરતો કઈ એક મયૂર અનેક મયૂરોના પરિવારથી પરવરેલે ત્યાં આવ્યું. ધ્યાનને અંતે પ્રભુએ દેવતાઓનો સંબધ છતાં ભયથી બીજે ઠેકાણે નહીં જતાં એવા તે મયૂરને બોધ કર્યો. પછી તે મયૂરોની સાથે પ્રભુ શત્રુંજયગિરિના મુખ્ય શૃંગઉપર આવ્યા. ત્યાં રાજદની (રાયણ) વૃક્ષનીચે અનેક દેવતાઓથી પૂજાતા પ્રભુ ત્રણ દિવસ રહ્યા. પ્રાતઃકાળે પેલા વૃદ્ધ મયૂરનું મરણ નજીક આવેલું જાણું પ્રભુએ તેને સંલેખના કરાવી. એટલે ભય અને દીનપણું જેનું નષ્ટ થયેલું છે એવા તે મયૂરે ચારે આહારને ત્યાગ કર્યો. પ્રભુ મુખ્ય શિખર ઉપરથી દક્ષિણ પશ્ચિમદિશાને માર્ગ ઉતરી સુભદ્રનામના શિખર પર આવેલી સિદ્ધશિલા ઉપર રિત થયા. તે સમયે દેવતાઓએ ત્યાં આવી તીર્થને અને તીર્થનાથને નમીને સમવસરણ રચ્યું. તેની મધ્યમાં સિંહાસનઉપર પ્રભુ વિરાજમાન થયા.
પેલે વૃદ્ધ મયૂર ચારે આહારનો ત્યાગ કરી સદ્દધ્યાનવડે પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને ચોથા દેવલોકમાં ગયે. ઉપરજતાં જ પોતાને સ્વર્ગગતિનું કારણ આ તીર્થ છે એવું અવધિજ્ઞાનથી જાણી શ્રી અજિતનાથ ભગવંતનાં તથા તે તીર્થનાં દર્શન કરવાને અને નમવાને સ્વર્ગમાંથી ઉતાવળે પૃથ્વી પર આવ્યું. તેને “મયૂરદેવ આવો' એમ પ્રભુએ બેલા એટલે કાંતિવડે પર્વત પર ઉઘાત કરતો તે દેવ પ્રભુની સામે બેઠે. તે વખતે સુધર્મેન્દ્ર ભગવંતને પૂછ્યું, “હે સ્વામી! આ મયૂર૧ કેવલજ્ઞાનરૂપ તિવડે સૂર્યસમાન.
For Private and Personal Use Only