________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લે. પામી ગયા છે. તમે પણ શ્રી ગષભસ્વામીના પૌત્ર છે, તેથી જ્યારે તમે તમારા પિતા અને કાકાના જેવું કાર્ય કરો, ત્યારે તેમનું ઉદાહરણ આપજે-નહીંત આપશે નહીં.”
આવી સુવલ્લુ તાપસની વાણું સાંભળી દ્રાવિડરાજા જરા લજજા પામી ગયે. ક્ષણવારે નવીન ધર્મરાગથી મસ્તક નમાવી બે, “મુનિવર્ય! અજ્ઞાનને લીધે મેં તેમનું વૃથા ઉદાહરણ આપ્યું છે. શું પામર પ્રાણી કાચ અને ચિંતામણિને એક ઠેકાણે ન જોડે? હે તાપસપતિ! અકાર્ય કરવામાં તત્પર એવા અમોને શિક્ષા આપે કે અમારે હવે આ લોક અને પરલોકમાં ધર્મને અને સુખને કરનારું શું કાર્ય કરવું.” આ પ્રમાણે કહેતા દ્રાવિડને ધર્મતત્પર અને દયાર્દ્ર હૃદયવાળે જાણ મુનિ આનંદ પામી ફરીવાર મધુર વચને બોલ્યા, “રાજન ! પાપકર્મને શરણરૂપ આ રણકાર્યથી વિરામ પામે. અને આ બંધુ, આ વૈરી અને આ રાજ્યને છોડી દે. હમેશાં પછવાડે પડેલું મૃત્યુ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જ સર્વ સંપત્તિ અને અખંડિત રાજય રહેલું છે–પ્રાણ ક્ષણભંગુર છે, શરીર રોગનું ગૃહ છે અને સંધ્યાનાં વાદળા જેવું ચપળ રાજય છે, માટે આત્મહિતને વિચાર કરે. આત્મા દેહને અર્થ કરે છે પણ દેહ આત્માનો અર્થ કરતા નથી, તેથી વિદ્વાન્ પુરૂષ આ અસાર દેહવડે આભાર્થને સાધી લે છે. વિષ્ટા, મૂત્ર, ચરબી, માંસ, મજજા અને મેદથી ભરેલે, નવ સ્રોતથી અવત, રોગરૂપ મળથી સંપૂર્ણ ભરેલ, ચપળથી પણ ચપળ, અને અશુચિથી પણ અશુચિ એવા દેહને માટે કયો સુજ્ઞ પુરૂષ દુર્ગતિદાયક પાપને આચરે ? આ અસાર અને અનિત્ય દેહથી જે શાશ્વતધર્મ મેળવાય તે તે બુદ્ધિમાન પુરૂષોએ શું ન મેળવ્યું ગણાય ?”
સુવલ્લુ તાપસની આવી વાણી સાંભળી બુદ્ધિનો નિધિ રાજા પરમ વૈરાગ્ય પામી તેમના ચરણમાં નમરકાર કરી આ પ્રમાણે કહેવા લાગે, “હે ભગવન, તમેજ મારા ગુરૂ, તમેજ મારા દેવ, અને તમે જ આ સંસાર સાગરમાંથી મારે ઉદ્ધાર કરનારા છે, માટે હે દયાસાગર ! મારી ઉપર પ્રસન્ન થઈ મને દીક્ષા આપો.” આ. પ્રમાણે કહી મુનિનાં વચનથી પિતાના બંધુને ખમાવવાને વેગથી એકલે તેના સેન્યતરફ ચાલ્યો. પિતાના જયેષ્ઠબંધને વેગથી એકાકી આવતે જોઈ વાલખિલ્ય તત્કાળ આસન ઉપરથી ઊભે થે, અને પ્રણામપૂર્વક પૃથ્વી પર આળોટી ધૂલિવડે ધુસર થયેલા પિતાના કેશથી વડિલબંધુના ચરણને પિતાના દેશની જેમ માર્જન કર્યા. પછી વાલખિત્યે કહ્યું, “હે પૂજ્ય! મારા પૂર્વભવના ભાગ્યમેગે તમે મારે ઘેર પધાર્યા છે માટે પ્રસન્ન થઈને આ રાજય ગ્રહણ કરે.” કનિષ્ઠબંધુની ભક્તિથી
For Private and Personal Use Only