________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમ સર્ગ.
મના ચરિત્રમાં ઉત્તમ ચાર આશ્ર્ચર્યો રહેલાં છે, એવા શ્રીમાન્ નાભિરાજાના પુત્ર શ્રીઋષભદેવ ભગવાન્ તમેને વાંછિત આપે. તે ચાર આશ્ચર્ય બતાવેછે. કાઇના શિખવ્યા વગર વયમેવ પ્રાપ્ત થયેલી 4. વિવેકસંપત્તિ ( ભગવંતને) એ પ્રથમ આશ્ચર્ય, કુમારવયમાં દાન કરવાની વાસના ( શ્રેયાંસને ) એ બીજું આશ્ચર્ય, ચક્રવર્તીથી પણ અધિક બળ ( બાહુબલિને ) એ ત્રીજું આશ્ચર્ય, અને ભાગને વિસ્તાર છતાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ (ભરતચીને ) એ ચેાથું આશ્ચર્ય. મહાવીર રવામી ઇંદ્રને કહેછે−હૈ ઇંદ્ર ! તીર્થંકરાનાં સુંદર ચરિત્રોનાં કીર્તનથી પવિત્ર એવા શત્રુંજયના બીજા સર્વ ઉડ્ડાફ્રાની સ્થિતિ સાંભળ. ( કત્તા કહેછે. ) કર્મરૂપ શત્રુઓથી અજિત અને કામદેવપ શત્રુને જીતનાર એવા શ્રી અજિતપ્રભુને નમીને તેમના ગુણાનું કીર્તન કરૂંછું.
૧
આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં શત્રુઓના સમૂહથી પણ અયેાધ્યા અને પીડારહિત પ્રજાથી વસેલી અયાધ્યાનામે એક પૃથ્વીમાં વિખ્યાત નગરી છે. જ્યાં આવેલા શત્રુએ તેના મણિમય કિલ્લામાં પેાતાનાજ પ્રતિબિંબને જોઈ ‘ સામા શત્રુએ આવ્યા ' એવા ભય ધરીને નાશી જાયછે. જ્યાં અદ્વૈતપ્રભુનાં ચૈત્ચામાં અહર્નિશ થતા ઘંટાના નાદને જાણે ધર્મરાજાની સેનાના વાજિત્રોના નાદ હેાય તેવા સાંભળીને પાપરૂપ રાજા દૂર નાશી જાયછે. આદિનાથપ્રભુના વંશમાં અસંખ્ય પુરૂષો મેાક્ષે જાય ત્યારે એક સર્વાર્થસિદ્ધે જાય એમ ચાવત્ ખીજા તીર્થંકર થયા ત્યાંસુધી ચાલ્યું.
ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ અનુક્રમે પુત્રો અને પૌત્રોમાં જે જે પ્રજા થઈ તે સર્વે જિનધ્યાનથી શુદ્ધ બુદ્ધિવાળી થઈ; તેથી બધા ઇક્ષ્વાકુવંશ સત્યાર્થ-કૃતાર્થ થયેલા ગણાયછે, અનુક્રમે તે અયોધ્યાનગરીમાં શત્રુઓને જિતનાર અને નિઃસીમ ગૌરવતાના ગુણુરૂપ માણિક્યરતના રાહણાચલ જિતશત્રુનામે રાજા થયા. તે રાજાએ દાન આપીને
૩૩
૧ નહીં જીતી શકાય તેવી. ૨ શ્રી ઋષભદેવથી અજિતનાથ સુધીમાં કેટલા પાટ મોક્ષે ગયા અને કેટલા સર્વાર્થસિદ્ધે ગયા તેની અનેક પ્રકારની સંખ્યાનું વર્ણન સિદ્ધદંડિકા નામના પ્રકરણમાં વિસ્તારથી છે.
For Private and Personal Use Only