________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮ શત્રુંજય માહાઓ.
[ ખંડ ૧ લો. શત્રુઓનાં અને વાચકનાં લલાટમાં વિધાતાએ લખેલ અક્ષરપંક્તિને લેપી નાખી હતી. તે રાજાને ગુણથી શ્રેષ્ઠ, બળવાન, જેકબંધુમાં ભક્તિવાન અને સર્વજનને મિત્ર સુમિત્રનામે એક અનુજ બંધ હતો. તેને રાજાએ યુવરાજપદવી આપી હતી. જિતશત્રુરાજાને મુખની કાંતિથી ચંદ્રની કાંતિને દાસી કરનાર અને સર્વ પનીઓને વિજય કરવાના ઉદાહરણરૂપ વિજ્યાનામે એક રાણી હતી. નિઃસીમ ગુણવાળી તે શીલરૂપી પર્વતમાં અને પતિના દુહ હૃદયગૃહમાં રહી લેના ચિત્તને વશ કરતી હતી. હંસીની જેમ બંને પક્ષમાં શુદ્ધ અને વિવેકવાળી તે રમણીએ પિતાના પતિના માનસમાં સદા નિવાસસ્થાન કર્યું હતું. જગન્મિત્ર યુવરાજ સુમિત્રને સારાં ચરિત્રોથી યશવાળી યશોમતી નામે પ્રિયા હતી. મંદગતિએ ચાલતી એ બાળાએ તારૂણ્યરૂપી અરણ્યમાં ફરતું, અને કામતૃષ્ણથી આતુર એવું પતિનું મનરૂપી મૃગલું પિતાના ગુણવડે બાંધી લીધું હતું.
એક વખતે ચંદ્રશાળામાં કાંઈક જાગતી કાંઈક ઉંઘતી અવરથામાં સુતેલી વિજયાદેવીએ રાત્રિને પાછલે પહેરે ચૌદ સ્વમો જોયાં. હાથી, સિંહ, વૃષભ, લક્ષ્મી, પુષ્પની માળા, ચંદ્ર, સૂર્ય, વ્રજ, કુંભ, સરોવર, સમુદ્ર, વિમાન, રતરાશિ અને અગ્નિ એ ચૌદ વમો મુખમાં પ્રવેશ કરતાં જોઈ વિજ્યાદેવી અત્યંત પરમાનંદ સુખ પામ્યાં, તે જ વખતે વૈશાખમાસની શુકલ ત્રદશીએ ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં દેવતાનું આયુષ્ય પૂર્ણ કરી, વિજયનામના અનુત્તર વિમાનથી ચ્યવીને બીજા તીર્થકર વિજ્યાદેવીનાં ઉદરમાં સમાધિપૂર્વક ઉત્પન્ન થયા. તે સમયે સર્વત્ર મહા ઉધોત થ અને નારીઓને પણ સુખ થયું.
તેજ રાત્રિએ સુમિત્ર યુવરાજની સ્ત્રી યશોમતીએ પણ તેજ ચૌદ સ્વમો જોયાં. પ્રાતઃકાળે હર્ષ પામી વિજયા અને યશોમતીએ પોતપોતાના પતિને યથાર્થ સ્વમની વાર્તા કહી. તેમણે સ્વમ પાઠકને બોલાવીને પૂછયું એટલે તેઓએ વિજયાદેવીથી તીર્થંકરનો જન્મ અને યશોમતીથી ચક્રવર્તીનો જન્મ થશે એમ કહ્યું. રાજાએ અને યુવરાજે હર્ષથી સ્વ.પાઠકને ઘણું ધન આપીને ખુશી કર્યા. બન્ને દેવીઓને ગર્ભના પ્રભાવથી સારા સારા દેહદ થયા, જેથી તે બંને રાણીઓ
ઉપર અનુકંપા કરવા લાગી અને તેથી જ સ્વભાવે મંદગતિવાળી તેઓ વિશેષ મંદતાવાળી થઈ. નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થતાં માઘમાસની શુક્લ અષ્ટમીએ ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં અર્ધરાત્રિએ વિજ્યાદેવીએ ગજના ચિન્હથી
૧ દુખે ગ્રહણ કરી શકાય તેવાં. ૨ મન, હંસપક્ષે માનસરોવર,
For Private and Personal Use Only