________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહા.
[ ખંડ ૧ લો.
“ડનાર છે. હે જગત્રભુ! અમે ગુણના આધાર, અનંત અને અવ્યક્ત એવા તમે બીજા તીર્થકર, ધર્મને ઉદ્ધાર કરવામાટે ઉદય પામ્યા છે. હે કરુણાકર સ્વામી ! આસન, શયન, ગમન અને ધ્યાન વિગેરે સર્વ કર્મમાં તમે મારા ચિત્તમાં નિવાસ કરો. હે ભગવાન! તમારું પૂજન, સ્તવન, અને ધ્યાન કરવાના પુશ્યથી તમારાં ચરણકમળ ભવભવ મારા મનમાં રહ્યા કરે.'
આપ્રમાણે સ્તુતિ કરી પંચાંગ પ્રણામ કરી ઇંદ્ર પૂર્વની પેઠે પ્રભુને લઈ વારંવાર તેમને અવલેકતો અને પિતાના આત્માને ધન્ય માનતે દેવતાઓની સાથે હર્ષપૂર્વક જિતશત્રુરાજાને ઘેર આવ્યું. પ્રભુની માતા પાસેથી પ્રતિબિંબ લઈ અને નિદ્રા હરણ કરી પલંગ પર પ્રભુને પધરાવીને તે નંદીશ્વરદ્વીપે ગયે. ત્યાં આઠ દિવસસુધી સર્વ સુરાસુર જન્મોત્સવ કરીને જિનધ્યાનમાં પરાયણપણે પિતાને સ્થાનકે ગયા.
યુવરાજની રાણું યશેમતીએ દેહલા પૂર્ણ કર્યા હતા. તેણે પણ ગર્ભકાળ પૂર્ણ થતાં તેજ રાત્રિએ એક પવિત્ર પુત્રને જન્મ આપે. નાત્સવમાં પ્રભુને જેયા હતા, તથાપિ પુનઃ સ્વામીને જેવાને ઉત્સુક થયેલે સૂર્ય તત્કાળ અતિ ઊંચા ઉદયગિરિ પર આરૂઢ થયે. તેની સર્વ તરફ પ્રસરતી કિરણેની શ્રેણીઓ શ્રીજિનવાણીની પેઠે વિશ્વવ્યાપી અંધકારને હરી લીધું અને સર્વ ઠેકાણે * કમળદય કર્યો. પ્રાતઃકાલે રાજાએ પુત્રજન્મની વધામણું કહેનાર પુરૂષોને દાન આપી તેનું જન્માંત દારિદ્ર દળી નાખ્યું. પછી ઈંદ્રના આદેશથી કુબેરે આખા નગરમાં આષાઢમાસના મેઘની જેમ હિરણ્ય, રલ અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. કામધેનુ, કલ્પવૃક્ષ, દક્ષિણાવર્ત શંખ અને ચિંતામણિરલને પણ વ્યર્થ કરેતો મહેંદ્રને દાનમરથ તેને ટલાથી પણ પૂરાણે નહીં. તે સમયે ધ્વજા, તેરણ, માણિક્ય, સ્વસિતક, અગર અને માળાઓથી આખા નગરમાં મેટે ઉત્સવ થઈ રહ્યો. બીજે દિવસે રાજાએ રિસ્થતિ અને પ્રતિસ્થિતિ સરકાર કર્યો. ત્રીજે દિવસે ઉત્સવ સાથે બાળપુત્રને સૂર્યચંદ્રનું દર્શન કરાવ્યું. છ દિવસે ગોત્રજનની સંમતિથી “આ પુત્ર કર્મથી જીતાશે નહીં એવું ભવિષ્યધારી ઉત્સવવડે પ્રભુનું અજિત એવું નામ પાડ્યું. અને યશોમતિને પુત્ર સંગ્રામ કરવાવડે અન્ય સર્વ વિશ્વને શૂન્ય કરી દે એવો પરાક્રમી થશે એમ ધારી તેનું ગોત્રમંત્રની વાણી વડે પવિત્ર એવું સગર નામ પાડ્યું. ઇંદ્ર મોકલેલી પાંચ ધાત્રીઓથી લાલિત થતા પ્રભુ પાંચ સમિતિવડે વ્રતની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. તે પ્રભુ બધા વિશ્વને આલંબન કરવાની યષ્ટિરૂપ છે, તે છતાં
* સૂર્યપક્ષે કમળ-જિનવાણીપક્ષે ભવ્યજીવરૂપ કમળ.
For Private and Personal Use Only