________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ર શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો. વડે હસતું હોય એમ લાગતું હતું અને જ્યારે પ્રભુ નજીક આવ્યા ત્યારે વૃક્ષોની ચલાયમાન શાખારૂપી ભુજાથી પ્રીતિવડે તેમને સત્કાર કરતું હોય તેમ દેખાતું હતું. એવાં સુંદર વનમાં પધાર્યા પછી વિકાસ પામેલાં પુષ્પોની મકરંદવડે સુગંધિત અને છત્રની જેમ સૂર્યતાપથી રહિત તે વનમાં વિશ્વપતિ પ્રભુએ લેકેની સાથે રમવાની ઈચ્છા કરી. તે વખતે કોઈ તરુણ સ્ત્રી પાદાચઉપર રહી વૃક્ષઉપરથી ફળ લેતી હતી, તે સ્તનરૂપ સ્તબકવડે શોભતી જંગમવેલ હોય તેવી દેખાતી હતી. જેનું શરીર વૃક્ષમાં ઢંકાઈ ગયું છે અને તેની અંદરથી જેનું મુખકમળ માત્ર દેખાય છે એવી કઈ રમણી અન્ય જાતિના વૃક્ષમાં અન્ય જાતિનું પુષ્પ ઉગ્યાની શંકા કરાવતી હતી; કોઈ ચતુર સ્ત્રી “મારી પાંચ આંગળીજ પાંચ બાણ છે તેથી આ કામદેવના પુષ્પરૂપ પાંચ બાણને ધિક્કાર છે' એ ક્રોધ કરી નખવડે વૃક્ષનાં પુષ્પને છેદી નાખતી હતી, કઈ તરૂણીએ મલિકાના પુષ્પવડે માળા ગુંથીને પિતાનાં રતન ઉપર મૂકી તેથી તે માળાનાં પુષ્પો જાણે હાથીને કુંભથળને વિજ્ય કરીને મેળવેલાં મોતી હોય તેવાં દેખાતાં હતાં કેાઈ વસંતરાગમાં પંચમવરથી ગાતી બાળા તત્કાળ સુંદર પુષ્પને પણ વિરહી સ્ત્રીપુરૂષ જેવા કરતી હતી; કઈ કાંતા કામદેવના ચક્ર હૈય, તેવા બેરસલીનાં પુષે લઈ જાણે કામદેવની શક્તી હોય તેમ તે પુ
ને લીલાવડે પિતાના પતિતરફ ફેંકતી હતી; અને કોઈ વસ્ત્ર પહેરી પુષ્પવાળા વૃક્ષોથી વીંટાઈ રહેલી બાળા પોતાના મુખચંદ્રવડે પૂર્ણિમાની રાત્રિ જેવી શેભતી હતી. તે અવસરે સર્વ અંગમાં પુપાભરણ ધારણ કરી, પુષ્પના આસનપર બેસી, હાથમાં પુષ્પને દડો રાખી અને માથે પણ પુષ્પને મુકુટ રાખી પ્રભુ અતિશે શોભતા હતા. પ્રભુની આગળ મંડળાકાર થઈને રાસડા લેતી કામિનીઓ હાથવડે તાલ લઇને પ્રેક્ષકોના ચિત્તને હરતી હતી.
આવી રીતે કામીજનોને કામમાં વ્યગ્ર થયેલા જોઈ “અહીં આમ છે તેવું બીજે કઈ ઠેકાણે છે કે નહીં ?' એમ વિચારતા પ્રભુને અવધિજ્ઞાનથી પોતાના ગુણોત્તર પૂર્વભવનું અને મહા આનંદકારી અનુત્તરસુખનું મરણ થયું. તત્કાળ તેની આગળ આ સર્વ તદ્દન વિરસ દેખાયું, એટલે શર્કરાનું આસ્વાદન કરનાર પ્રાણી લીંબડાના ફળને સ્વાદ લેવાથી જેમ વિરામ પામે તેમ પ્રભુ વિરામ પામ્યા; અને ચિતવવા લાગ્યા અહે ! એવું લેકોત્તર સુખ ભોગવ્યા છતાં પણ મારું મન હજુ આવાં તુચ્છસુખમાં રમવાને ઇચ્છે છે, માટે આ કામચેષ્ટાને ધિક્કાર છે ! અજ્ઞાની જીવ અનંતભવમાં અનંત સુખને ભગવ્યા છતાં પણ પાછો તે સુખોને ભવભવમાં જાણે નવીન હોય તેમ ઈચ્છે છે ! પૂર્વ અનંત સુખ ભગવ્યા છતાં પ્રાણું
For Private and Personal Use Only