________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી દારિદ્રરૂપ માં વિગર શકર્યો કહિત તીર્થોત્સવ કા એમ
૨૫૨ શત્રુંજય માહામ્ય.
fખંડ ૧ લો. - પછી ત્યાંથી પાછા વળી પિતાને સ્થાનકે આવી કોપ છેડી, સ્નાન કરીને દેવપૂજા કરી. ભજન કર્યા પછી દંડવીર્ય રાજા પરિવાર સાથે ત્યાંથી આગળ ચાલ્યા. અખંડ ગમન કરતા એવા આમંડલ કેટલેક દિવસે ભારતની જેમ શત્રુજ્યગિરિ સમિપે આવી પહોંચ્યા. આનંદપુરમાં ભરતચક્રીની જેમ તેમણે જીનપૂજા, તીર્થપૂજા અને સંધપૂજા વિગેરે કર્યું. પછી ભરતકુંડમાંથી અને બીજા કુંડોમાંથી તીર્થજળ લઈ તે મહાબળવાન રાજા સંઘસહિત શત્રુંજય ઉપર ચડ્યા. પવિત્ર તીર્થની સેવામાં વિચક્ષણ અને સરલ મનવાળા દંડવી મુખ્ય શિખરે આવીને તેને ત્રણ પ્રદક્ષિણા કરી આગળ ચાલતાં જાણે તેની વિમળ કીર્તિનાં વૃક્ષો હોય તેવા ભરતે કરાવેલા ભગવંતના પ્રાસાદે જોઈ દંડવીને અતિ હર્ષ થે. તે વખતે અવધિજ્ઞાનથી રાજા દંડવીને ત્યાં આવેલા જાણી અખંડ આજ્ઞાવાળા સૌધર્મ ઇંદ્ર દેવતાઓની સાથે ત્યાં આવ્યા, દંડવી મુખ્ય શિખર, ચેસ, રાજાની વૃક્ષ, સમવસરણ અને પ્રભુના પાદુકાની ત્રણ ત્રણ વાર પૂજા કરી. પછી દારિદ્રરૂપ વૃક્ષમાં દાવાનળ જેવા દંડવી ઇંદ્રોક્તવિધિવડે દેવપૂજા, સંધપૂજા તથા અકાદમહોત્સવ વિગેરે શુભકાર્યો કર્યા. તે ગિરિનું મુનિએ કહેલું ઉત્તમ માહામ્ય સાંભળીને તેણે ત્રણ અઠ્ઠાઈઉત્સવ સહિત તીર્થોત્સવ કર્યો. પછી પ્રભુના જીર્ણ થઈ ગયેલા પ્રાસાદને જોઈને દુ:ખ પામેલા રાજા દંડવ ઈંદ્રની સંમતિથી તેનો ઉદ્ધાર કર્યો. તેવી જ રીતે ઈંદ્રની સાથે ગીરનાર પર જઈને પૂર્વની જેમ ઉત્સવ કરી રૈવતાચળ તીર્થને પણ ઉદ્ધાર કર્યો. પછી અર્થદાચળે, વૈભારગિરિએ, અષ્ટાપદે અને સમેતશિખરે સંધસહિત જઈને સર્વત્ર યાત્રા અને ઉદ્ધાર કર્યા. પછી પિતાને રાજયમાં આવી તીર્થયાત્રાના પુણ્યવાળા અને ધર્મધુર્ય એવા દંડવીર્ય રાજાએ બીજા કટિ પ્રાસાદ નવા કરાવ્યા. એકદા ભરતની જેમ દર્પણમાં શરીર શોભાને જોતાં ચિત્તમાં તેની અસારતા જાણે શુભધ્યાને ચડતાં કેવળજ્ઞાનની સંપદા પામ્યા. પછી દેવદત્ત મુનિષવડે અદ્ધ પૂર્વસુધી વ્રતપર્યાય પાળી એ ઉપકારી દંડવીર્યમુનિ અને મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત થયા.
હે ઈંદ્ર! એવી રીતે આ ગિરિનેવિષે આ તીર્થરાજને બીજો ઉદ્ધાર કરનાર શ્રીભરતના વંશમાં પવિત્ર એવો દંડવીર્ય રાજા થયો છે, અને તેના પુણ્યવડે તે મુક્તિસુખને પામે છે.
ત્યાર પછી કેટલેક કાળે એકદા ઈશાન ઇદ્ર જિનેશ્વરોને નમવા માટે જયાં અવિચ્છિન્ન અરિહંત અને કેવળજ્ઞાનીઓની સ્થિતિ છે એવા મહાવિદેહક્ષેત્રમાં ગયે.
-
ર
-
-
-
-
-
-
-
-
-
* * *
* -
-
-
-
-
૧ ૨m.
For Private and Personal Use Only