________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૭ મો. ] ઈશાનપતિને ત્રીજો ઉદ્ધાર.
૨૫૩ ત્યાં સિંહાસન પર બેઠેલા અને ત્રણ છત્રોથી વિરાજિત પ્રભુને નમસ્કાર કરી સ્તવને તેમની આગળ બેઠે. તે વખતે કેવળજ્ઞાનથી સર્વ જગને જાણનારા પ્રભુએ સર્વને આનંદ આપે તેવી વાણીથી દેશના દેવાને આરંભ કર્યો “જેમ સર્વ “ભવમાં મનુષ્યભવ અને સર્વ ગ્રહોમાં સૂર્ય, તેમ સર્વ કપમાં જંબુદ્વીપ ગુણવડે સર્વોત્તમ છે. તે જંબુદ્વીપનાં ભરતક્ષેત્રમાં સર્વદેશમાં ઉત્તમ સુરાષ્ટ્રદેશ, સર્વ પ“ર્વતોમાં ઉત્તમ પુંડરીકગિરિ અને ત્યાં કીર્તન કરવાથી પણ પાપને હરનારા એવા “સર્વ દેવમાં પ્રથમ શ્રી આદિનાથ ભગવાન છે. આ ભરતક્ષેત્રને ધન્ય છે કે જેમાં “શત્રુંજય તીર્થ છે અને તેમાં રહેનારા મનુષ્યને પણ ધન્ય છે કે જેઓ તે તીર્થ ઉપર રહેલા શ્રીજિનેશ્વરની પૂજા કરે છે. શ્રીવિમળાચળ તીર્થને હૃદયમાં રાખવાથી “અહર્નિશ પાપની શાંતિ થાય છે. “સદા સૂર્ય પાસે હોય તો શું અંધકારની “પ્રવૃત્તિ થાય !” જે બેધિબીજ કોટિ ભવોથી પણ દુbપ્રાપ્ય છે તે શત્રુંજય પર જિનેશ્વરનું ધ્યાન કરવાથી ક્ષણવારમાં લભ્ય થાય છે. જેમ સર્વ તત્તમાં સમકિત, “અને સર્વ દેવમાં જિનેશ્વર દુર્લભ છે, તેવી રીતે સર્વ તીર્થોમાં શત્રુજ્યગિરિ દુર્લભ
છે.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી ઈશાનપતિ તીથૈયાત્રામાં ઉત્કંઠિત થઇને ક્ષણવારમાં શત્રુંજયગિરિએ આવ્યું. પ્રભુને સ્તુતિ કરતા, દર્શન કરતા, નમતા અને જિનવાણીને સમર્થ કરતા ઇંદ્ર દેવતાઓની સાથે ત્યાં અઠ્ઠાઈઉત્સવ કર્યો. પછી ત્યાં અહંતના પ્રાસાદને કાંઈક જીર્ણ થયેલા જોઈને તે સુરપતિએ દિવ્યશક્તિથી પિતાની ભક્તિ જેવા ઉજજવળ અને નવીન પ્રાસાદો કર્યા. દંડવીવૈરાજાના ઉદ્ધાર પછી સે સાગરોપમ ગયા ત્યારે ઈશાનપતિએ શત્રુંજયને ત્રીજો ઉદ્ધાર કર્યો.
એક વખતે ચૈત્રી પૂર્ણિમાને દિવસે સર્વ દેવતાઓ પુંડરીકગિરિ પર પ્રભુને વ દવા માટે આવ્યા. તેવામાં નજીકમાં આવેલા હરિતસેન નામના નગરમાં કાળ
ગે કોટિ દેવીઓના પરિવારવાળી સુહસ્તિની નામે એક મિથ્યાદૃષ્ટિ દેવી ઉત્પન્ન થઈ હતી. મહાબળવતી, કૂર અને જિનધર્મપર દ્વેષ રાખનારી તે દેવીએ તાલધ્વજ વિગેરે ક્ષેત્રપાલને પિતાને વશ કરી લીધા હતા અને ગર્વથી ઉન્મત્ત, સ્વેચ્છાચારી, દ્રોહ રાખનારી અને મધમાંસ ખાનારી એવી સુહરિતની દેવીએ બધું તીર્થ વિશેડ્યૂલ કરી નાખ્યું હતું. જ્યારે આ દેવતાઓ શત્રુંજય તીર્થે આવ્યા, ત્યારે તેણીએ માયાથી શત્રુંજય જેવા ઘણા પર્વતે વિકને તેમને છેતરવા માંડ્યા. ઘણું શત્રુંજ્ય પર્વત જેઈ સર્વ દેવતાઓ વિરમય પામી પરસ્પર એક બીજાના મુખ સામું જોતા વિચાર કરવા લાગ્યા કે, “શું પૃથ્વી ઉપર આટલા બધા
૧ અવ્યવસ્થિત.
For Private and Personal Use Only