________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ છે . ] દંડવાનું શરુંજયપ્રતિ આગમને અને તેથદ્ધાર.
૨પ તત્કાળ વજથી પણ અખલિત, દેવતાઓથી પણ અવાર્ય અને શત્રુના પ્રાણને હરનારું બાણ ધનુષ્ય સાથે જોડ્યું. બાણને ધનુષ્ય સાથે જોડતા રાજાને જોઇ સમીપ રહેલા લેકોને શંકા થવા લાગી કે, “શું આ સૂર્યના બિંબને જીર્ણપત્રની પેઠે ભેદી નાખશે! શું આ તારાઓને કપાસનાં અસ્થિની પેઠે બળથી ઉડાડી દેશે ! શું પાત્રના ખંડની જેમ સૂર્યને બળાત્કારે પાડી નાખશે! શું ચંદ્રને રૂના પૂળાની જેમ દૂર ફેંકી દેશે! અથવા શું કીર્તિનું માપ કરવાને બ્રહ્માંડને ફાડી નાખશે!” આ પ્રમાણે લેકે શંકા કરતા હતા, તેવામાં “રક્ષા કરે, રક્ષા કરે” એમ બોલતો કોઈક વેતાળ પ્રગટ થયે. અત્યંત પ્રદીપ્ત નેત્રથી તે ભયંકર લાગતો હતો, વિંધ્યાદ્રિઉપર દાવાનલ હોય તેવા તેના મસ્તક પર પીળા કેશ હતા, તેની ગુફા જેવી નાસિકામાંથી નીકળતા પવનવડે અનેક વૃક્ષે ભાંગી જતાં હતાં, દાંતના ઘસવાથી ઉત્પન્ન થયેલા અગ્નિની જવાળાવડે તે વિકરાળ લાગતો હતો, તાડવૃક્ષ જેવા તેના ભુજદંડ હતા, શિલા જેવું દૃઢ હૃદય હતું, અંકુશ જેવા ન
વડે કેશરીસિંહને પણ વિદાર હતો અને ચપળ જિહાવડે નજીક રહેલા હાથીઓને પણ તે પકડતે હતો. તેનાં દીનવચન સાંભળી ધનુષ્ય ખેંચીને રિત રહેલે દંડવીર્ય કલ્પાંતકાળના મંડળાકાર થયેલા સૂર્ય જે લાગતો હતો. રાજાએ તેને કહ્યું, “અરે ભયંકર વેતાલ! તે કોના બળથી આ માર્ગ ડું છે? અને તું કેણ છે? તે કહે. વેતાલ બે, “મહારાજ દંડવીર્ય! તમે કૃપાળુ છે, તેથી આ તમારા કિંકર ઉપર ક્રોધ કરશે નહીં.” અજ્ઞતાવાળા મેં જીવસૃવડે સૂર્યને અને સ્વ
વડે અગ્નિને રોકવાની જેમ તમારે માર્ગ પર હતું, તેનું કારણ સાંભળ-પૂર્વે વિયતિ નામે હું વિદ્યાધર હતું. તે વખતે હે રાજા ! ઘણાં કારણોને લઇને તમે મને રણસંગ્રામમાં જીતી લીધો હતો તેની આર્જાિથી અલ્પ આયુષ્યવાળા હું મૃત્યુ પામ્યો હતો. ત્યાર પછી કેટલાક ભવમાં ભમીને હાલ કોઈ પુણ્યગે આ પર્વતમાં વેતાળ થિ છું. વિભજ્ઞાનથી પૂર્વના વૈરને લીધે ઈક્વાકુ કુળના મંડનરૂપ એવા તમને જોઈ દુષબુદ્ધિથી મૂર્ણ એવો હું આ માર્ગ રૂંધીને રહ્યો હતે. તમારા ધનુષ્યના ટંકારથી ગરૂડની પાના ઘાવડે નાગપાશની જેમ તે પર્વત તૂટી ગયા. પૂર્વની જેમ રાક્ષસ, દાનવ અને મનુષ્યથી તમારું બળ સહન થાય તેવું નથી. હમણાં પણ તમારાથી હું પરાજિત થયેછું. હવે તમારી આજ્ઞાથી પૂર્વના સેવકની જેમ હું અહીં રહીશ.” આ પ્રમાણે કહેતા વેતાળને રાજાએ ત્યાં જ સ્થાપિત કર્યો. ૧ અટકાવી શકાય નહીં તે . ર સુકાં પાંદડાં. ૩ કપાસીએ.
For Private and Personal Use Only