________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. મણા આચરી, મન વચનના ગે સર્વ પ્રાણીઓને ખમાવી, દુષ્ટ આઠ કર્મના ક્ષયથી નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તમાં તે દશ કટિ સાધુઓ મેક્ષપદને પ્રાપ્ત થયા.
પેલો હંસ જે સૌધર્મ દેવલોકમાં દેવતા થયો હતો, તેણે ત્યાં આવી ભક્તિપૂર્વક મોટી સમૃદ્ધિથી તેમને નિર્વાણમહત્સવ કર્યો. પછી બીજા લેકિને પિતાનું સ્વરૂપ જણાવી ત્યાં હંસાવતાર નામે પવિત્ર તીર્થ સ્થાપીને તે પાછે પિતાના દેવલેકમાં ગયે. કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે ચંદ્ર કૃત્તિકાનક્ષત્રમાં આવતાં તે દશ કટિ મુનિઓ શત્રુંજય ઉપર કેવળજ્ઞાન પામીને સિદ્ધિ પામ્યા અને ચૈત્ર માસની પૂર્ણિમાએ પુંડરીક ગણધર મેક્ષે ગયા ત્યારથી કાર્તિકી પૂર્ણિમા અને ચૈત્રીપૂર્ણિમા એ બે પણ પ્રસિદ્ધ થઈ છે. ચાતુર્માસની અવધિ કાર્તિકી પૂર્ણિમાએ થાય છે તેથી તે દિવસે દેવતાઓ મુનિઓને નિર્વાણ ઉત્સવ કરે છે. તે પૂર્ણિમાએ ત્યાં યાત્રા, તપ અને દેવાર્ચન કરવાથી બીજા સ્થાનક અને બીજા સમએના કરતાં અધિક પુણ્ય થાય છે. કાર્તિક માસમાં માસક્ષપણ કરવાથી જેટલાં કર્મ સંકડ સાગરોપમ સુધી નરકમાં દુઃખ ભેગવતાં ન ખપે તેટલાં કર્મો ખપી જાય છે. સિદ્ધાચળ ઉપર કાર્તિકી પૂર્ણિમાએ માત્ર એક ઉપવાસ કરે તો પણ પ્રાણી બ્રહ્મહત્યા, બ્રીહત્યા અને ગર્ભહત્યાના પાપમાંથી મુક્ત થાય છે. શ્રીઅહંત પ્રભુના ધ્યાનમાં તત્પર થઇને જે સિદ્ધગિરિપર કાર્તિકી પૂર્ણિમા કરે છે તે સર્વ સુખને ભગવી પ્રાંતે મેક્ષે જાય છે. વૈશાખ, કાર્તિક અને ચૈત્ર માસની પૂર્ણિમાએ જેઓ સંઘને લઈ સિદ્ધાચળે આવી આદરથી દાન અને તપ કરે છે તેઓ મોક્ષસુખને પામે છે. તે મુનિઓના પુત્રોએ યાત્રા માટે સિદ્ધાચલે આવી એવી પ્રાસાદની શ્રેણું ચાવી કે જેથી પુણ્યરાશિવડે વધતે આ સિદ્ધાચલ અત્યંત શોભવા લાગે. એવી રીતે કટિ મુનિઓ વિમલાચળઉપર મોક્ષને પ્રાપ્ત થયાથી પુણ્યસમૂહથી અતિ પવિત્ર એવું તે તીર્થ ત્રણ જગતમાં વિશેષ પ્રખ્યાત થયું.
હે ઈંદ્ર ! ભારતના મોક્ષ પછી એક પૂવકેટિ વર્ષ ગયાં ત્યારે તે દ્રાવિડ અને વાલખિલ્ય પ્રમુખ મુનિઓ મેક્ષ ગયા. આ અવસર્પિણીકાળમાં એ તીર્થને પ્રથમ ઉદ્ધાર કરનાર ભરત ચક્રવર્તી થયા. હવે ત્યારપછીના બીજા સર્વ ઉદ્ધારની સ્થિતિ કહું છું તે સાંભળો. અધ્યા નગરીમાં શ્રીભરતના વંશનેવિષે તેનાથી આઠમી પાટે તેજ અને યશને પતિ દંડવીર્ય નામે રાજા થે. ત્રિખંડભરતને અધિપતિ તે રાજા શ્રાવકેની પૂજા કરવાને જે ભરતને આચાર ચાલ્યા આવતું હતું તેને સારી રીતે ચલાવતો હતો. ભારતના મોક્ષપછી છ કોટિપૂર્વ ગયા ત્યારે એક વખતે સૌધર્મ
For Private and Personal Use Only