________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લો.
શ્રાવકો સામા આવ્યા. પવિત્ર જળનું આચમન લઈ તે શ્રાવકે તેમની સાથે તે દાનઘરમાં પ્રવેશ કર્યો. પછી એ માયાવી ઇંદ્ર કોટિ શ્રાવકોને માટે તૈયાર કરેલું અન્નપાન દિવ્યપ્રભાવથી ક્ષણવારમાં એકલે જમી ગયે, અને વળી પાછું તેણે સેઈઆને કહેવા માંડ્યું “અરે! હું ઘણે સુધાથી આકુળ છું, માટે મને અન્ન પીરસે. હમણાં શું તમારે દંડવીર્યનાં પુણ્યને વ્યર્થ કરવું છે તેનાં આવાં વચન સાંભળી રઈઆએ જઈ દંડવીર્યને જણાવ્યું, એટલે રાજા પોતે આ; તેણે તે કપટશ્રાવકને દુર્બળ ઉદરવાળે અને ક્ષુધા પીડિત છે. દંડવીર્યને શુદ્ધ શ્રદ્ધાવાળે જાણી તે ઈંદ્રશ્રાવક દીન ભાવ જણાવી કઠોર વાણવડે બોલ્યા, “હે રાજા! તમે આ શ્રાવકેને ઠગે તેવા રસોઈમાં રાખેલા જણાય છે; તેઓ સુધાતુર એવા મને એકલાને પણ તૃપ્ત કરી શકતા નથી. એ પિતાનું પેટ ભરનાર થઇ બીજા લજજાવાળા ભલા શ્રાવકોને નિરંતર છેતરતા હોય એમ લાગે છે. તે સાંભળી જરા કપ પામેલા રાજાએ પોતાની દૃષ્ટિ આગળ સે મૂડા અન્ન તે રસેઈઆઓ પાસે રંધાવ્યું. રાજાના દેખતાંજ એ માયાવી શ્રાવક ઇંધણના સમૂહને અગ્નિ ભસ્મ કરે તેમ તે બધું અન્ન ક્ષણવારમાં ખાઈ ગયે. પછી બે -“હે ભરતકુલના આભૂષણભૂત રાજા ! તમે સર્વ પૂર્વજોની કીર્તિ વધારો છે, પણ હું એકલે સુધાથી પીડિત છું, તેને કેમ તૃપ્ત કરી શકતા નથી ? હે રાજેદ્ર ! હું ધારું છું કે આ બીજા શ્રાવકે પિત પિતાને ઘેર - તિથી ભજન કરી આવીને તમને કીર્તિ આપતા હશે. જો તમે આમ કરશો તો તમારા જેવા કુલીન પુત્રથી શ્રીભરતની કીર્તિ અને પુણ્ય સર્વ વિશેષ પ્રકારે નાશ પામશે. જે પુત્ર પોતાના પૂર્વજોનાં કુળ, કીર્તિ અને પુણ્યને વધારતો નથી તેવો માત્ર માતાને કલેશ કરનારે પુત્ર જન્મ પામે છે તેથી શું થયું ! તમે જે તેવું કાર્ય નથી કરી શકતા તો ભારતના સિંહાસન પર શા માટે બેસે ? અને ભગવંતના મુગટને મરતક પર ધારણ કરીને શું કામ ખેદ પામે છો ? હે રાજન ! હવે આ શ્રાવકોને જમાડવાની માયા છેડી દે, તમારું જે સ્વરૂપ છે તેને જ ભજે. આવા શ્રાદ્ધભજનની ઇચ્છા કરાવીને મનુષ્યોને શામાટે છેતરો છે ? એ છેતરવું છોડીદો.” આવી તેની કઠેર વાણી સાંભળીને દંડવીર્ય રાજા જરા પણ કપ પામ્યો નહીં, ઉલટે પિતાનાં પુણ્યની અપૂર્ણતા જાણીને પિતાની નિંદા કરવા લાગે.
રાજાને શુભભાવ જાણું એક મંત્રી પવિત્ર વાણીવડે બોલ્યા, “સ્વામી ! આ કોઈ દેવતા શ્રાવકરૂપે છળ કરવાને આવેલ છે, માટે તમારી શ્રાવકના વેષઉપર જે ભક્તિ છે તે બતા; જેથી કદિ ભક્તિ પર પ્રીતિવાળો એ દેવ પ્રગટ થશે. તે સાંભળી રાજા દંડવીર્ય તેની આગળ અગરૂચંદન મિશ્રિત ધૂપ કરી ભક્તિથી પવિત્ર
For Private and Personal Use Only