________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૭ મો.] દ્રાવિડ અને વાલખિભે લીધેલી તાપસી દિક્ષા.
૨૪૩ હર્ષ પામેલા દ્રાવિડે પિતાને ઈરાદે સ્પષ્ટ કરવા માટે મુનિની પવિત્ર સગુણવાળી વાણું કહી બતાવી. પછી કહ્યું કે, “બંધુ! સુવલ્લુ મુનિએ કરેલા બોધના લાભથી નરકરૂપ વૃક્ષમાં મેઘ જેવું મારું રાજ્ય પણ હું છોડી દઉં છું તે પછી તમારા રાજયને શીરીતે આદર કરૂં? આ સાત અંગવાળું રાજય તે સાત નરક જેવું છે, અને ચતુરંગ સૈન્ય દુર્ગતિના દુઃખમાં ચતુરંગક અર્થાત ચાર ગતિરૂપ છે. સ્વર્ગ ગતિમાં જતાં પ્રા
ને અંતરે રહેલી રાજયલક્ષ્મી છત્રનાં બાનાથી વેરણની જેમ તે ગતિને ઢાંકી દે છે. ચામર અમર થવાની ઇચ્છાને હણી રાજયના તૃષ્ણાતુર નરને તિર્યંચ ગતિમાં કે નરક ગતિમાં લઈ જાય છે. હાથીઓ કર્ણથી, ઘોડાઓ પૂંછડાથી, ખ કંપારાથી અને વારાંગનાઓ ચામરોથી રાજ્યલક્ષ્મીની ચપળતા બતાવે છે. જેથી સદા ભય, સદા દ્રહ, સદા અપકીર્તિ અને કુચેષ્ટાથી સદા ઈર્ષ્યા થયા કરે છે તેવા આ રા
જ્યને ધિક્કાર છે. તે બ્રાતા! તમને મેં કપાવ્યા છે તેથી તમને ખમાવવાને માટે જ હું આવેલું છું. હવે આ રાજય છોડી હું વ્રતસામ્રાજય ગ્રહણ કરીશ.” જયેષ્ઠબંધુની આવી ધર્મયુક્ત વાણું સાંભળી અનુજ બંધુ બોલ્યા. પૂજય વડિલબંધુનો અનુચર થવા હું પણ ત્રતજ ગ્રહણ કરીશ.” એવીરીતે પરરપર કહી રજા લઈને બંને રાજબંધુ પ્રીતિથી પોતપોતાનું સૈન્ય લઈ વ્રત લેવાની ઇચ્છાથી સુવલ્લુ મુનિના ચરણ પાસે આવ્યા.
પિતાના રાજ્ય ઉપર પોતાના પુત્રોને બેસારી મંત્રીને ભળાવી દશટિ મનુષ્યની સાથે તેમણે તાપસી દીક્ષા લીધી. પછી માથે જટાધરતા, કંદમૂળ ફળને ખાતા, ગંગાની મૃત્તિકાથી સર્વ અંગને લીંપતા, સર્વ પર હિતબુદ્ધિ રાખતા, પ્રતિદિન ધ્યાનમાં લીન રહેતા, મૃગનાં બચ્ચાંની સાથે વસતા, જપમાળાથી શ્રીયુગાદિ પ્રભુનું નામ નિરંતર જપતા, પરસ્પર વેચ્છાપૂર્વક ધર્મકથા કરતા, દોષથી વજિત અને સરળતાને ધારણ કરતા તેઓએ તાપસપણામાં લાખો વર્ષ નિર્ગમન કર્યા.
એકદા નમિરાજના પ્રતિશિષ્ય બે વિદ્યાધરમુનિ તેજના કિરણોથી આકાશને પ્રકાશિત કરતા ત્યાં ઉતર્યા. જાણે મૂર્તિમાન ધર્મ અને શાંતરસ હોય તેવા તેઓને જેઈ સર્વ મુમુક્ષુ તાપસેએ તેમની પાસે આવી ભક્તિથી નમસ્કાર કર્યો. પછી તેઓ બોલ્યા કે, “તમે ક્યાંથી આવે છે ? અને ક્યાં જવાનું છે? તમારું અહિં આગમન અમોને પવિત્ર કરવાનેજ થયું છે એમ અમે જાણીએ છીએ.' તેમને ધર્મલાભ આશિષુ આપી તે વિદ્યાધર મુનિ બેલ્યા, “અમે શ્રીજિન સેવાને માટે પુંડરીક ગિરિએ જઈએ છીએ. પછી તેમણે શત્રુંજય-પુંડરીક ગિરિસંબંધી કથા પૂછી તેથી તેમના ઉદ્ધારને માટે વિદ્યાધર મુનિએ નીચે પ્રમાણે વૃત્તાંત કહ્યો. તેવા પુરૂષ જગતના હિતકારી જ હોય છે.”
For Private and Personal Use Only