________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ છ મો. ]
સુવલ્ગુ તાપસના ઉપદેશે દ્રાવિડપર કરેલી અસર.
૪૧
ખંધુ હાય તા તે શ્રેષ્ઠ છે, કારણ કે તે પોતાના બીજો જીત્ર છે. કઢિ પેાતાના બંધુ પ્રચંડ કે તીવ્ર હાય તાપણ તેની સાથે સંગમ કરવા તે ઉત્તમ છે. જુઓ! કમળ પેાતાના તીત્ર મિત્ર સૂર્યનાં દર્શનથી ખુશી થાયછે, ચંદ્ર અમૃતમય છે છતાં પણ તેનાથી ખુશી થતું નથી. જે ક્રુર પુરૂષા રાજ્યાદિકને માટે કાપથી પેાતાના બંધુઆને મારે છે તે પુરૂષો અતિ લૌલ્યતાથી પેાતાનાં અંગને કાપીનેજ પાતે ખાયછે. હે રાજા ! લાભરૂપી પિશાચને આધીન થઇને તમે પેાતાની બીજી ભુજા જેવા બંધુસાથે યુદ્ધ કરવાના આરંભ કેમ કર્યો છે ? હવે હે રાજા ! તમે રણમાંથી વિરામ પામે, સર્વ સૈનિકા સુખે રહેા, અને દિગ્ગજો ધરણીધર શેષનાગની સાથે વિશ્રાંતિ પામે. તમે ધર્મની અને શ્રીયુગાઢિ પ્રભુની આરાધના કરો તેા તેએએ દૂર કાઢી મૂકેલી હિંસાને તમે કેમ પાછી લાવેાછે ? ”
સુવલ્ગુ તાપસના મુખથી આ પ્રમાણે ઉપદેશ સાંભળી જેનાં અંતઃકરણની સ્થિતિ ધર્મથી ભેદ પામીને સમાન ભાવ પામી છે એવા દ્રાવિડરાજા દયાર્દ્ર હૃદયે બાલ્યા, “હું મુનિ ! શ્રી ભરત, આદિત્યયશા, અને બાહુબલિ વિગેરે શ્રી આદીશ્વરના પુત્ર હતા, તથાપિ તેઓએ સહજ કારણને લઇને પરપર યુદ્ધ કર્યું હતું. અને તેમણે હાથી, ધોડા, મનુષ્ય અને પાડા વિગેરેને વિનાશ કર્યો હતા; તથાપિ તે જરાપણ દૂષિત ગણાયા નહતા તેનું શું કારણ? કેમકે એમાં તે કાંઇ એવા હેતુ ઘટતા નહેાતે. અને આ મારા ભાઈ વાલખિલ્ય તેા કાપકલુષ છે, અસન્માર્ગના પ્રવર્તાવનાર છે અને પેાતાની મેળે સ્વજનની અવગણના કરીને રણ કરવામાં આગેવાન થયા છે. તથાપિ એ રણથી વિરામ પામીને મારી આજ્ઞાવડે સુખે પાતાનું રાજ્ય ભાગવે. હું મારા દેશમાં પાછા જવા તૈયાર છું. ' આવાં દ્રાવિડનાં વચના સાંભળી સુવલ્ગુ તાપસ ઘણા આદરથી ધર્મના સર્વસ્વરૂપ વચન ભેટ્યા, “ હે રાજા ! તમે જે શ્રી ભરત વિગેરેનું ઉદાહરણ આપ્યું તે અહીં ધટતું નથી, તેનું કારણ સાંભળો, ભરતે નિદાનથી ચક્રવર્તીની લક્ષ્મી મેળવી હતી અને બાહુબલિએ સુનિની વૈયાવચ્ચ કરીને બાહુબળ ઉપાર્જ્યું હતું. ચક્ર જયારે શસ્ત્રાગારમાં પેઠું નહીં ત્યારે ચક્રવર્તોએ તેને નમવાનું કહેવરાવ્યું અને ‘ હું પિતાશિવાય બીજા કાઇને નમીશ નહીં' એવા વિચારથી તેનું કહેણ સાંભળતાં બાહુબલિને કાપ થયેા. તથાપિ દેવતાના કહેવાથી તે બુદ્ધિમાન્ વીરાએ જગા સંહાર થવાનું કારણ એવું રણ મૂકીને બાહુયુદ્ધ કર્યું હતું. હે રાજા ! બાહુબલિએ અને ભરતે જે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે, તેનું મરણ કરા ! શામાટે તેમને કૃષિત કરાછા-એએ તે મેટા પરાક્રમી ગુણવાન અને ઉદાર ચરિત્રવાળા પ્રભુના પુત્રો હાવાથી ક્ષણવારમાં જ્ઞાન અને મેક્ષિ
For Private and Personal Use Only