________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લો. ચાવ્યો અને તેની આગળ બીજા બંધુઓના સ્તૂપ પણ મણિમય કરાવ્યા. તેની ચારે બાજુ ઘણું મનુષ્યના સમૂહથી પણ દુર્ભેદ્ય એવા લેહપુરૂષ રાખવામાં આવ્યા. ભારતની આજ્ઞાથી અધિષ્ઠાયક દેવતાઓ પણ ત્યાં આવીને રહ્યા. આ પ્રમાણે રાજાએ તે સિંહનિષઘા નામને પ્રાસાદ વિધિપૂર્વક કરાવી તેમાં મુનિવૃંદની પાસે ઉત્સવસહિત પ્રતિષ્ઠા કરાવી. પછી ભરત ચક્રી પવિત્ર થઈ શ્વેતવસ્ત્ર પહેરી પ્રાસાદમાં પેઠા. પ્રથમ નૈષધકી કહી ચયને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી ભરતે પવિત્ર જળથી પ્રતિમાને સ્નાન કરાવી જાણે સૂર્યને ઉત્તેજિત કરતા હોય તેમ મૃદુવસ્ત્રથી તેનું માર્જન કર્યું. જાણે સુગંધી ચંદ્રિકા હોય તેવા ચંદનવડે, યશવડે પૃથ્વીની જેમ, ચક્રવર્તીએ પ્રભુના શરીર પર વિલેપન કર્યું. તેની ઉપર સુગંધી વિચિત્ર પુષ્પોથી અર્ચન કર્યું. અને કરતુરીની વેલને રચતે હોય તેવો ઉત્તમ ધૂપ કર્યો. પછી જરા પાછી ખસી મણિમય પીઠઉપર શુદ્ધ તંદુલથી અષ્ટમંગળી આલેખી, અને તેની પાસે ઉત્તમ ફળની પંક્તિ મૂકી. પછી દીપકની કાંતિવડે જાણે સર્વ બાજુથી અંધકારને હરતા હોય તેમ ભરતે મંગલદીપસહિત આરતી ઉતારી. પછી ભક્તિના ભારથી જેનાં રોમાંચ ઉલ્લસિત થયાં છે એવા ભરતચક્રી હર્ષાશ્રુરૂપ મુક્તાથી અને વાણીરૂપ સૂત્રથી હાર ગુંથતા હોય તેમ બોલ્યા— - “હે ત્રણ જગતના આધારરૂપ સ્વામી ! આ ધર્મના ઉદ્ધારની ભૂમિને “ત્યાગ કરી ભૂમિ અને સ્વર્ગની સીમાએ રહેલા કાગ દુર્ગમાં તમે ગયા છે, જે કે તમે આ રિલેકીનો ત્યાગ કરી સત્વર ચાલ્યા ગયા છે, તથાપિ તે ત્રિકી ચિત્તમાં બળાત્કારે તમારું ધ્યાન ફુટ રીતે કર્યા કરે છે. જો કે મારા જેવા પુરૂષ “તમારા ધ્યાનરૂપી દેરીને પકડી દૂર રહ્યા છે, તે પણ તમારી પાસે જ છે, તથાપિ તમે પ્રથમ કેમ ગયા ? અમને અહીં શરણુરહિત મૂકીને તમે સહસા ચાલ્યા ગયા
છો. પણ જયાં સુધી અમારા ચિત્તમાંથી ગયા નથી ત્યાં સુધી અમે તમારી પાં“સેજ છીએ.” આ પ્રમાણે આદિનાથ ભગવંતની રતુતિ કરી નમન કરીને ભારતે ભક્તિથી બીજા પ્રભુની પણ નવીન યુક્તિએ સ્તુતિ કરી.
આ રસમય પ્રાસાદની ક્રૂર પ્રાણી અને મનુષ્યથી આશાતના ન થવી જોઈએ એવું ધારી ભરતે પર્વતના શિખરોને છેદી નાખ્યા અને એક એક જનને આંતરે ચક્રવર્તીએ દંડરતથી આઠ પદ (પગથીયાં) કર્યા, તેથી તે ગિરિ અષ્ટાપદ એ નામે વિખ્યાત થે. આ પ્રમાણે કાર્ય કરી દુઃખી ભરત મનને ત્યાં મૂકી
૧ નિસિહ (નિષેધ, પાપકર્મનો). ૨ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લોક.
For Private and Personal Use Only