________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
માને ભૂલી ગયાં. ધે, સર્પ અને નકુલ' વિગેરે પ્રાણીઓ પોતપોતાનાં સ્થાને છેડી જાણે ચિત્રલિખિત હાય તેમ નિશ્ચળ વૃત્તિએ સ્થિર થઈ ગયાં, અને તેના મધુર ગાનથી મે।હ પામેલાં મૃગલાંએ પણ અર્ધા ચાવેલાં તૃણ મુખમાં રાખી, નેત્ર નિસ્થળ કરીને જાણે પાષાણથી ધડેલાં હેાય તેમ સ્થિર થઈ ગયાં.
એ સમયે શ્રી સૂર્યયશા રાન્ત અશ્વક્રીડા કરીને પાળે આવતા હતા, તેવામાં તે બન્નેને નવીન અને મધુર ગીતરવ તેના સાંભળવામાં આવ્યા. તત્કાલ અો વાજથી વિમુખ થઇ ગયા, હાથીએ ચાલવાની સજ્જતા છેડી દ્વીધી અને પુત્તિએ પ્રયાણમાં અસમથૅ થઈ ગયા. આ પ્રમાણે પાતપાતાનાં કર્ત્તવ્યમાં સર્વ સૈન્યને નિર્બળ થયેલું જોઈ રાજા યશાએ આદરપૂર્વક પેાતાના મંત્રીપ્રત્યે શુદ્ધ વાણીથી કહ્યું “અહા મંત્રિરાજ ! મેહરસના સાગરની ભરતીએ વાર્યો હાય તેમ સૈનિકા પક્ષીઆની જેમ ચાલવાને પણ અશક્ત થઈ ગયા છે. આ રાડામાં રહેનારા સર્પાદિક, માળામાં રહેનારાં પક્ષીઓ, મૃગલાંઆ, હરતીઓ તેમજ આ વૃક્ષો પણ નાદરસમાં મેહ પામીને નિશ્ચળ થઈ ગયાં છે. અહા! જગમાં અનંત સુખના હેતુ નાદ છે. જેએ તેનાથી મેહુ પામતા નથી, તેને નાદ જાણનારા પશુઓની સાથે પણ શું સરખાવી શકાય? નાદ અનંત સુખનો આધાર અને દુ:ખના સમૂહના ધાતક છે. જેની સમીપે નાદ રહેલો છે, તે પવિત્ર મનુષ્ય વિશ્વપૂજિત છે. મૃગ પેાતાના પ્રાણના પણ ભેગ આપવાનું કરી નાદને ગૃહે છે, તેથીજ સુધાકર ચંદ્રે તેને પેાતાના ઉત્સંગમાં બેસાર્યો છે. નાદથી દેવ સંતુષ્ટ થાય છે, નાદથી ધર્મ ઉત્પન્ન થાય છે, નાદથી રાજાનેા અર્થ સધાય છે અને નાદથી સ્રીએ પણ વશ થાય છે. આ નાદ જો ગુરૂના યાગથી અનંતપણે ક્યાં હૈાય તે તે ઢેલામાત્રમાં પરમાનંદ સુખને પણ આપે છે. માટે ચાલા, આપણે આ ચૈત્યમાં જઈ શ્રી યુગાદિ પ્રભુને નમસ્કાર કરીએ અને ત્યાં રહી ગીતધ્વનિના રસને પણ મેળવીએ.” આપ્રમાણે મંત્રીઓની સાથે વિચારી, તે ગાયનથી મેા પામેલા સૂયશા જિનચૈત્યની અંદર ગયા. ત્યાં પ્રીત કાંતિવાળી અને નાદરૂપ અમૃતની નદી જેવી એ કુમારીકાને હાથમાં વીણા લઈને ગાયન કરતી તેમણે જોઈ. કામદેવની સ્ત્રી રતી અને પ્રીતી સાક્ષાત્ આવી હોય તેવી તે બે રમણીને સ્નેહચક્ષુથી જોઇ કામખાણથી વીંધાયેલ ભરતકુમાર સૂર્યયશા ચિત્તમાં વિચારવા લાગ્યા “અહા ! શું આ એ કુમારિકાના કંઠરૂપ કુંડમાંથી આ સુધાને નાદ પ્રવર્તે છે! અથવા શું આ
૧ નોળીયો. ૨ વેગ. ૩ પાયદળ. ૪ સહેલાઇથી.
For Private and Personal Use Only