________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ કટ્ટો.] સૂર્યયશાની વ્રત નિશ્ચળતાની ઈંદ્રે કરેલી પ્રશંસા; ઉર્વશીનો તુવિચાર. ૨૫ એકદા સૌધર્મ ઇંદ્ર સભામાં બેઠા હતા. તે વખતે અવધિજ્ઞાનથી સૂર્યયશાનો પદ્મરાધનમાં તેવા દૃઢ નિશ્ચય જાણી ચમત્કારથી તેણે મસ્તક ધુણાવ્યું. તેવા અકસ્માત્ મસ્તકકંપ જોઈ વિશ્વને વશ કરવાના મુખ્ય ઔષધરૂપ ઉર્વશીએ ઇંદ્રને પૂછ્યું ‘સ્વામી ! આ સમયે કાઈ કવિ યુક્તિવાળાં કાવ્યો કહેતા નથી, તેમજ બૃહસ્પતિ પણ મનેહર નવીન પદ્ય બેાલતા નથી, રંભા અપ્સરા સુરત સમયને પ્રારંભ સૂચવનારૂં મનોહર નૃત્ય કરતી નથી અને બીજા હાહા હૂહૂ ગંધર્વો મધુર ગીત ગાતા નથી, તેમજ બીજું હર્ષના ઉત્કર્ષ જેવું કાંઇ પણ અધુના બન્યું નથી, તે છતાં તમે આટલા બધા પ્રસન્ન થઇને શા નિમિત્તે મસ્તક ધૂણાવ્યું ?' તેના સત્વને હૃદયમાં ચિંતવીને ઇંદ્રે કહ્યું, “ઉર્વશી ! સાંભળેા, અત્યારે મારાં જ્ઞાનચક્ષુ પૃથ્વી ઉપર છે, ત્યાં સાત્વિક જનોમાં શિરામણિ શ્રી ઋષભદેવ ભગવંતના પૌત્ર અને ચક્રવર્તી ભરતના પુત્ર સૂર્યયશા અયોધ્યાનગરીમાં રાજ્ય કરે છે. તેણે અષ્ટમી અને ચતુર્દશીને દિવસે પૌષધાદ્રિ તપ કરવાના એવા નિશ્ચય કર્યો છે કે જેથી તેને ચળાવવાના ચલ કરનારા દેવતાએવડે પણ તે ચલિત થાય તેમ નથી. મંદિ પૂર્વદિશાનું ઉલ્લંધન કરી સૂર્ય પશ્ચિમમાં ઉદય પામે, વાયુથી મેગિરિ કંપાયમાન થાય, સમુદ્ર મર્યાદા છેડે, અને કલ્પવૃક્ષ નિષ્ફળ થાય, તાપણ તે જિનેશ્વર લગવંતની આજ્ઞાની જેમ પેાતાના નિશ્ચય કંઠે પ્રાણ આવતાં સુધી પણ મૂકે તેમ નથી.” આ પ્રમાણે સાંભળી ઉર્વશી મનમાં હાસ્ય કરી પેાતાના સ્વામી ઇંદ્રપ્રત્યે પ્રત્યક્ષ ઉત્તર આપવા અસમર્થ હોવાથી મનમાં વિચારવા લાગી; અહા ! પ્રભુપણું કેમ પ્રશંસા કરવા ચેાગ્ય નહીં કે જે પ્રભુપણાના અભિમાનથી આ ઇંદ્ર યુક્તિ જાણનાર છે છતાં પણ મનુષ્યને માટે આવા નિશ્ચય વર્ણવે છે. મનુષ્ય સપ્તધાતુમય શરીરવાળા અને અન્નથી જીવનારા છે તે તે દેવતાથી પણ ચલિત ન થાય એવું સાંભળીને તેમાં કાણુ શ્રદ્દા કરે ? બીજું તે દૂર રહેા પણ માત્ર મારા ગાયનરસના પૂરથી રજના કણાની જેમ કાના વિવેક પ્રમુખ ગુણા શમી ન જાય ! મત્ત ઇંદ્રનું આ સાહસિક વચન વ્યર્થ કરવાને નદી, પર્વતપરથી જેમ શિલાને પાડી નાખે તેમ હું તે સૂર્યયશાને તેના નિયમથી ભ્રષ્ટ કરી પાડી નાખીશ. આવી પ્રતિજ્ઞા લઇને ઉર્વશી રંભાની સાથે હાથમાં વીણા લઇ સ્વર્ગમાંથી પૃથ્વીપર આવી, અને અયેાધ્યાની નજિકના ઉદ્યાનમાં આવેલાં શ્રીઆદિનાથ ભગવંતના ઐત્યમાં મેાહક રૂપ ધારણ કરીને ગીતપ્રબંધ ગાવા લાગી. વૃક્ષની શાખાપર બેઠેલાં પક્ષીઓ પણ ક્ષણવાર તેના નાદની મૂર્ચ્છનાઓમાં મૂશ્ચિંત થઈ પોતાના આ
૨૯
For Private and Personal Use Only