________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. પર રહીને સદ્ભાવવાળે પ્રાણી અષ્ટ કર્મને ભેદી, આઠ શુભ સિદ્ધિને પ્રાપ્ત કરી પરમપદને પામે છે. અષ્ટાપદ ગિરિપર રહેલા અષ્ટપ્રાતિહાર્ય સહિત શ્રીજિનેશ્વર ભગવાન જે અષ્ટ પ્રકારી પૂજાએ પૂજયા હોય તે તે ઊંચે પ્રકારે અષ્ટાપદના સમૂહને આપે છે. જે ઉત્તમ હૃદયવાળા પ્રાણુ એ ગિરિમાં સુવાસનાપૂર્વક હર્ષત વદને ઉત્કૃષ્ટ તપસ્યા કરે છે તે આ સંસારનાં પ્રકૃષ્ટ કષ્ટમાંથી મુક્ત થઈ જાય છે. શુભ વાસનાવાળો જે પ્રાણી અષ્ટાપદ પર્વત પર યાત્રા કરે છે તે ત્રણ ભવે કે સાત ભે સિદ્ધિમંદિરમાં પ્રવેશ કરે છે. અષ્ટાપદ ગિરિપર રહેલું શાશ્વત પ્રભુના મંદિર જેવું મહાતીર્થ ઉજજવળ પુણ્યરાશિની જેમ ત્રણ ભુવનને પવિત્ર કરે છે.
ભરતચક્રીનું નિર્વાણ સાંભળી શેક કરતો સૂર્યયશા અષ્ટાપદ ગિરિ પર આછે, અને ત્યાં તેણે નિર્વિકાર હૃદયે ઊંચી પ્રાસાદબ્રેણી રચાવી. અનુક્રમે મુખ્ય મંત્રી વિગેરેએ નીતિવચનથી બંધ કરેલા સૂર્યયશાએ પિતાને શોક છેડી દઈ ભુજાવડે રાજયવ્યાપાર ધારણ કર્યો. થોડા વખતમાં શ્રીમાન સૂર્યયશાએ પ્રતાપથી શત્રુઓને દબાવી ચંદ્ર જેવા ઉજજવળ યશવડે પૃથ્વીને વ્યાપ્ત કરી દીધી. પડ પતિને પુત્ર, અને ત્રિખંડ પૃથ્વીને સ્વામી નીતિવેત્તા સૂર્યયશા અખંડ શાસનથી દુનું ખંડન કરવા લાગે. સૂર્ય ચંદ્ર બન્નેને પ્રતાપ આકાશમાં જેવો પ્રદીપ્ત થાય છે, તે પ્રતાપ એકલા સૂર્યયશાને પૃથ્વી પર પ્રકાશવા લાગે. રાજયપ્રાપ્તિને સમયે ઈ પ્રભુને મસ્તકે મૂકેલે મુકુટ સૂર્યયશાને પહેરાવ્યું હતું જેથી તેને દિગુણ ઉદય થે. તે મુકુટના માહામ્યથી સર્વ શત્રુઓને જીતનાર સૂર્યયશા પ્રભુની જેમ સદાકાળ દેવતાઓને સેવ્ય ચે. તેના પ્રઢપ્રતાપે શત્રુઓના મેહેલમાં તેમના યશરૂપ જળનું શોષણ કરી, વિશેષ પ્રજવલિત થઈને ઘાસ ૨૯બાહ્યું—એ મોટું આશ્ચર્ય છે. સર્વ સ્ત્રીઓના શિરોરલ જેવી કનક વિધાધરની પુત્રી જયશ્રીને તેણે રાધાવેધ સાધીને પ્રાપ્ત કરી; તે તેની મુખ્ય સ્ત્રી થઈ. તે શિવાય વિદ્યાધરની તથા અન્ય રાજાઓની મળીને બત્રીસ હજાર કન્યાએ તેની પવિત્ર પનીઓ થઈ. સૂર્યયશા બે અષ્ટમી અને બે ચતુર્દશી મળીને ચાર પવણીનું પ્રત્યાખ્યાન તથા પૌષધ વિગેરેથી વિશેષ પ્રકારે આરાધન કરતે હતો. તેને જીવિતના આદરથી પર્વને આદર વિશેષે વહાલે હતું તેથી એમ નિશ્ચય થાય છે કે પિતાના જીવિતથી પર્વની વિશેષ રક્ષા કરવી જોઈએ. કારણ કે અહંત ધર્મને સાંભળીને તેને ધારણ કરનારાં બાળકે, અબળાઓ, પક્ષીઓ અને અરણ્યના પ્રાણીએ પણ તે દિવસે નિયમ કરીને અન્નનું ભજન કરતાં નથી. ૧ આઠ કર્મના ક્ષયથી ઉત્પન્ન થતો આઠ ગુણોનો સમૂહ. ૨ શત્રુઓનો મહેલ ઉજડ કરી નાખ્યો.
For Private and Personal Use Only