________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૨૨૮ શત્રુંજય માહાન્ય.
[ ખંડ ૧ લે. લેચના, કામદેવ અને રતીને જ સારરૂપ માનવા લાગ્યો. ધર્મ અને અર્થને બાધા પમાડીને કામને અધિકપણે સેવતા રાજાએ પુરૂષાર્થરૂપી રથને બળાત્કારે એકકથી ચલાવવા માંડે. એકદા રાત્રિના આરંભે બે સંધ્યાથી દિવસની જેમ શ્રી સૂર્યયશા રાજા બે પતીઓથી પરવારેલ ગોખમાં બેઠો હતો. તે સમયે “ભે લેકે ! આવતી કાલે અષ્ટમી પર્વ થશે, માટે તેનું આરાધન કરવા આદર સહિત તત્પર રહેજે” આવી પહષણે તે કપટ–સ્ત્રીઓને સાંભળવામાં આવી. આ અવસર આવેલે જાણું રંભાએ અજાણી થઈ રાજાને આદરપૂર્વક તે પટહનાનું કારણ પૂછયું. રાજાએ કહ્યું, “હે રંભા ! તેનું કારણ સાંભળો. પિતાએ અષ્ટમી અને ચતુર્દશીનાં બે મહા ઉત્તમ પર્વ કહેલાં છે અને તે મેં ધારણ કરેલાં છે. આસો અને ચૈત્રની બે અઠ્ઠાઈ, ત્રણ ચતુર્માસની અઠ્ઠાઈ અને એક વાર્ષિક પર્યુષણ–એ મુખ્ય પર્વ આખા વર્ષનાં પાપને હણે છે. વળી હે મૃગાક્ષિ! ત્રણ રતમાં જ્ઞાન પ્રથમ રત છે, અને તેનું આરાધન પંચમીને દિવસે થાય છે–તેથી તે પણ પર્વ છે. હે સુંદરમુખી ! વિચિત્ર પ્રભાવથી પવિત્ર એવા આ પર્વે શ્રીજિનેશ્વરની આજ્ઞાથી સત્પુણ્યનાં કારણરૂપ છે. જે અષ્ટમી અને પાક્ષિક પર્વ કઈ વખતપણ ખંડિત ન થાય તે સર્વદા કરેલું પુણ્ય ખરેખર સ્વર્ગ અને સિદ્ધિપદને આપનારું થાય છે. હે પ્રિયા ! એ ચાર પર્વમાં પ્રાણી શુભાશુભ અધ્યવસાયવડે કરીને સ્વર્ગ તથા નરકના હેતુરૂપ શુભાશુભ કર્મને બાંધે છે. તેથી આ પર્વને વિષે સંસારવૃક્ષનાં બીજ જેવા સર્વ ગૃહવ્યાપારનો ત્યાગ કરી શુભ કર્મો જ આચરવાં. એ ચાર પર્વણીને વિષે સાન, ઐસેવા, કલેશ, ધૂત, બીજાનું હાસ્ય, માસૂર્ય, ક્રોધ, કિંચિપણ કષાયને સંગ, પ્રિયવસ્તુમાં મમતા, યથારૂચિ ક્રીડા, અને પ્રમાદાદિ કાંઈપણ કરવું નહીં. તે દિવસે તો સત્પુરૂષે સત્કર્મપર રૂચિ કરનાર, યતનાપરાયણ, શુભ થાનવાનું અને પરમેષ્ઠીનું મરણ કરનાર થવું. આ પર્વમાં પુરૂષે સામાયિક, પૌષધ, છઠ્ઠઅક્રમ વિગેરે તપ અને પ્રભુની અર્ચા કરી નિયમવાનું થવું. તે દિવસે ગુરૂના ચરણની સમીપે રહી પરમેષ્ટીની સ્તુતિ અને સ્મરણ કરનાર માણસ અષ્ટકર્મરૂપી પાપને દૂર કરી પુણ્ય ઉપાર્જન કરે છે. હે ભામિની ! પ્રત્યેક સંયમી અને દશીને દિવસે લેકોને યાદ આપવા માટે આ પટહઘોષણા મારી આજ્ઞાથી થાય છે. હે દેવિ ! આ ત્રણે લોકમાં ચતુર્દશી અને અષ્ટમીનું પર્વ અતિ દુર્લભ છે જે મનુષ્ય શ્રીજિનભક્તિપૂર્વક તે પર્વ પાળે છે, તે પરમપદને પામે છે.”
૧ પૈડું. ૨ સાયંકાળે.
For Private and Personal Use Only