________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગ ૬ ઠ્ઠો. ]
અષ્ટાપદ ગિરિપર સિંહનિષદ્યા પ્રાસાદની રચના.
૨૧૯
મુનિએ માટે ચતુરસ' ચિતા રચી. પ્રભુના શરીરને ઈંદ્રે ક્ષીરસમુદ્રના જળથી સ્રાન કરાવી અને વસ્રાભરણથી શાભાવી શિબિકામાં પધરાવ્યું. બીજા દેવતાઓએ ઇક્ષ્વાકુવંશના બીજા મુનિવરાનાં શરીરને ભક્તિથી બીજી શિબિકામાં અને શેષ સર્વ મુનિનાં ત્રીજી શિબિકામાં મૂક્યાં. પછી તે શિખિકાઓને ચિતા પાસે લાવીને વાજીંત્રો વાગતાં, પુષ્પવૃષ્ટિ થતાં, ઊંચે સ્વરે ગાયન ચાલતાં અને નૃત્ય થતાં તે શરીરાને પ્રથમ નિમેલી ચિતામાં પધરાવવામાં આવ્યાં; એટલે અગ્નિકુમાર અને વાયુકુમાર દેવાએ તત્કાળ તે શરીરાને પ્રજવલિત કર્યાં. પછી મેધકુમારાએ બાકીનાં અસ્થિઓને જળધારાથી હાર્યાં; એટલે સર્વ દેવતાઓએ પ્રભુનાં અને બીજા મુનિએનાં દાંત અને અસ્થિ પેાતાતાનાં વિમાનામાં પૂજા કરવા માટે ગ્રહણ કર્યાં, અને ઇંદ્રે પ્રભુની દાઢાએ ગ્રહણ કરી. કેટલાક શ્રાવકાએ માગણી કરવાથી દેવતાઓએ ત્રણ કુંડના અગ્નિ તેને આપ્યા, ત્યાંથી માંડી તે અગ્નિહોત્રી બ્રાહ્મણા થયા. કેટલાકે તે ચિતાની ભરમને ભક્તિથી વાંઢી અને શરીરે લગાવી તેથી અદ્યાપિ તેમના વંશજો ભમભૂષિત શરીરવાળા તાપસેા કહેવાય છે.
પછી તે ચિતાસ્થાનમાં ત્રણ મોટા સ્તૂપ કરી સર્વે ઇંદ્રોએ નદીયર દ્વીપે જઈ હર્ષથી અધાન્તિક ઉત્સવ કર્યો. ત્યાંથી પાતપેાતાને સ્થાનકે આવી, સર્વ દેવતા હ્રદયમાં પ્રભુનું સ્મરણ કરતા વિશ્વની શાંતિને માટે ભગવંતના અસ્થિનું પૂજન કરવા લાગ્યા. અહીં ચિતાની નજિકની ભૂમિપર ભરતરાજાએ વુકિ રણની પાસે એક સુંદર પ્રાસાદ કરાવ્યો. ત્રણ કાશ ઊંચા અને એક યોજન લાંબા ૫હાળા તે પ્રાસાદને તેારણથી મનેાહર ચાર દ્વાર રચાવ્યાં. તે ચારે દ્વારની પાસે સ્વર્ગમંડપ જેવા મેડા કર્યો. તેની અંદર પીઠિકા, દેવશ્ચંદ્ર અને વેદિકા બનાવ્યાં. તેમાં સુંદર પીઠિકાપર કમલાસનપર રહેલી અને આઠ પ્રાતિહાર્યસહિત રલમય ચાર શાશ્વત અદ્વૈતની પ્રતિમા સ્થાપી. દેવસ્જીદ ઉપર પાતપાતાના માન, અંક અને વર્ણસહિત ચાવીશ પ્રભુની મણિરતમય મૂર્ત્તિ બેસારી. - ત્યેક મૂર્તિની ઉપર ત્રણ ત્રણ ત્રો, બે બાજુ બે ચામરા, આરાધક યક્ષા, કિન્નરા અને ધ્વજાએ ચેાગ્ય રીતે ગાઠવવામાં આવ્યાં. તેમની પાસે ચક્રવત્તાંએ પેાતાના પૂર્વજો, બંધુએ અને બે બહેનોની મૂર્ત્તિઓ તથા પેાતાની નમ્રમૂાñ સ્થાપિત કરી. ચૈત્યની ચારે બાજુએ ચૈત્યવ્રુક્ષા, કલ્પવૃક્ષો, સરાવરા, દ્વીધેિકાએ, વાવડીએ અને ઊંચા ઉપાશ્રયા કરાવ્યા. ચૈત્યની બહાર મણિરતથી પ્રભુને એક ઊંચા સ્તૂપ ર
૩
૧ ચાખંડી. ૨ દેરી અથવા યાદગીરીના સ્તંભ. ૩ ચિન્હ લંછન. ) ૪ પૂર્વમાં બે, દક્ષિણમાં ચાર, પશ્ચિમમાં આઠ અને ઉત્તરમાં દશ એ અનુક્રમે ૨૪ કિંમ પધરાવ્યાં.
For Private and Personal Use Only