________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ - કો. ]
આદિનાથ પ્રભુનું મોક્ષગમન, અને ભરતનો શોક.
૨૧૭
સ્વામી ! આ શ્રાવક છે કે શ્રાવક નથી એવે ભેદ અમારાથી થઈ શકતા નથી.' તે સાંભળી ચક્રવત્ત્તએ શ્રાવકાના કંઠમાં કાકણીરલથી રત્નત્રયની નિશાની તરીકે દક્ષિણાત્તર ત્રણ રેખાએ કરી. ‘તમે જીતાયા છે, અને ભય વñછે, માટે હણેા નહીં, હણા નહીં” એમ પ્રત્યેક પ્રાતઃકાલે ચક્રવર્તીને તે શ્રાવકાએ કહેવા માંડયું. તે સાંભળી તેને વિચાર કરી ચક્રવર્તોએ પ્રમાદ છેડી દીધા; અનેતે સમયથી ત્રણ રેખાથી અંકિત થયેલા તેઓ પૃથ્વીપર માહન ( બ્રાહ્મણ ) નામે પ્રખ્યાત થયા. પછી ભરતે અદ્વૈત, યતિ અને શ્રાવકધર્મના ગુણરાશિવાળા ચાર વેદે તે શ્રાવકાને ભણાવ્યા. ભગવંત આદિનાથથી જેમ ધર્મ પ્રવસ્ત્ય, તેમ એ ભરતરાજાથકી સાધર્મીવાત્સલ્યના ક્રમ જગમાં પ્રવર્તો છે.
શ્રીઋષભદેવ ભગવાને પૃથ્વીપર વિહાર કરતાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એક લાખ પંચાશી હજાર અને સાડા છસા મુનિ, ત્રણ લાખ સાધ્વી, ત્રણ લાખ અને પચાશ હજાર શુદ્ધ સમકિતધારી શ્રાવકા, અને પાંચ લાખ ચાપન હજાર શ્રાવિકાએ–આ પ્રમાણે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પાતાના પ્રતિબાધ પમાડેલા પરિવાર થયા હતા. એ ત્રણ જગના પ્રભુ એક લક્ષ પૂર્વ સુધી વ્રત પાળ્યા પછી પેાતાનો મેક્ષકાળ સમીપ જાણી અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. ત્યાં શુદ્ધ પ્રદેશમાં દશ હજાર મુનિઓની સાથે પ્રભુએ અનશન વ્રત કર્યું. ઉદ્યાનપતિએ કંઠ રૂંધાવાથી અફ્રુટ શબ્દમાં આ ખબર ભરતરાજા પાસે જઈને કહ્યા. પ્રભુની તેવી સ્થિતિ સાંભળી ભરત ખેઢ પામ્યા અને સામાન્ય પરિવાર લઈ વિનયથી ઉતાવળા પગે ચાલતા ત્યાં આવ્યા. પછવાડે દેાડતા અનુચરાને છે।ડતા, અ૩ વર્ષાવતા, અને કાંટા વિગેરેથી પીડિત થતા ભરતચક્રી તેવીજ અવસ્થાવાળી સ્ત્રીઓ સાથે શેાક કરતા ગૃહની જેમ અષ્ટાપદ પર્વત ઉપર ચડયા. ત્યાં પર્યંકાસન વાળી, ઇંદ્રિયાના આશ્રવને રૂંધીને બેઠેલા પ્રભુને જોઇ અશ્રુજળે વ્યાપ્ત થઈ તેણે પ્રણામ કર્યા. તે વખતે આસન ચલિત થવાથી સર્વ ઇંદ્રોએ પણ શાક કરતાં ત્યાં આવી પ્રભુને પ્રણામ કર્યા. આ અવસર્પિણી કાળના સુખમદુઃખમ નામના ત્રીજા આરાનાં નેવાશી પખવાડીઆં અવશેષ રહેતાં માધમાસની કૃષ્ણુત્રયોદશીએ પૂર્વાંતકાળે, ચંદ્ર અભિજિત નક્ષત્રમાં આવતાં, પપૈકાસને રહેલા પ્રભુ, સ્થૂળ કાય, વાક્ અને ચિત્તના યોગને છેડી, સૂક્ષ્મ કાયયોગથી બાદરયાગને રૂંધી
૧ જ્ઞાન દર્શન, ચારિત્ર. ૨ તમે કામક્રોધાદિ શત્રુથી જીતાયા છેા, કર્મરાજાના મહા ભય વત્તી રહ્યો છે, માટે દયા પાળા ( યાનાં અંગીભૂત સર્વ કાર્યો છે તે કરા કરે.)
For Private and Personal Use Only