________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ કાઢો.] પ્રભુ વિરહથી થયેલો ભરતને શોક અને તેનું સાત્ત્વન. ૨૨૧ માત્ર દેહ લઈનેજ પર્વત ઉપરથી નીચે ઉતર્યા. રજોગુણરહિત ભરતરાજા શોકસહિત લેકેએ મૂકેલા અશ્રુથી પૃથ્વીને રજરહિત કરતા અનુક્રમે વિનીતા નગરીમાં આવ્યા, જે કે પિતે રાજધાનીમાં આવ્યા પણ તેમની મતિ મધુર ગીતમાં, ઉદાત્ત કવિતાના રસમાં, મનહર કાંતામાં, કે ગૃહવાપીની ક્રીડામાં રમી નહીં. - દનવનમાં નંદનમાં, ચંદનમાં, મનહર હારમાં, આહારમાં અને જળમાં તેને જરા પણ આનંદ પડ્યો નહીં. બેસતાં, સુતાં, ચાલતાં, અને સર્વ કાર્ય કરતાં ચિત્તની અંદર પ્રભુનું જ ધ્યાન ધરતા એવા પોતાના સ્વામી ભરતને જોઈ મંત્રીઓ કહેવા લાગ્યા. “હે રાજા ! જેમને દેવતાઓએ મેરૂપર્વત ઉપર સ્નાન કરાવ્યું, જેએએ ઈક્વાકુવંશને પ્રગટ કર્યો, જેમણે રાજનીતિ બતાવી, જેમની ઉપર પ્રજા સંતુષ્ટ થઈ, જેમનાથી ધર્મ પ્રગટ થયે, જેમનું ચારિત્ર મહા ઉજજવળ પ્રવર્યું અને જેમનામાં જ્ઞાન રિથતિ કરી રહ્યું–તેવા પ્રભુને વિરહ શોચનીય કેમ ન હોય; તથાપિ તે પ્રભુ સ્તુતિ કરવા ગ્ય છે, માટે તેમનું ભક્તિથી અર્ચન કરે, તેનાથી સનાથ થાઓ અને તેમના ધ્યાનમાં ચિત્તને જેડી દો.” આ પ્રમાણે સાંભળી ચક્રવર્તીએ ધીમે ધીમે તીવ્ર શોક છોડી દીધે, અને રાજયવ્યાપારમાં પ્રવર્યો. પછી ધીમે ધીમે શોકને વેગ અરત કરી વિશ્વાસીજનની સાથે આનંદથી ઊંચા મેહેલના ઉસંગમાં રમવા લાગ્યા. ક્ષણવાર સભામંડપમાં અને ક્ષણવાર આળસ મરડતી બાળાઓમાં વિલાસની ઈચ્છાએ ધીમે ધીમે પ્રીતિ પામવા લાગ્યા. અનુક્રમે વનના હરતીની જેમ વનિતાઓથી વીંટાઇને સ્વેચ્છાએ વનમાં આવી જળવાળા સરોવરમાં રહી જળક્રીડા કરી સુખ પામવા લાગ્યા. કોઈ વાર ઉત્સવને દિવસે વિલાસી મહિલાઓથી મનને લાલિત કરી લક્ષ્મીના ગૃહરૂપ પોતાના દેહ પર આભૂપણ પહેરીને ફરવા લાગ્યા. કોઈ વાર હંસગતિવાળી બાળાઓના સમૂહસાથે હંસવાળી સરિતાઓમાં રંગથી અંગવડે તરતા તરતા પ્રકાશવા લાગ્યા. કોઈ વાર એ કામદેવ જેવા રાજા સર્વ અંગમાં પુષ્પનાં આભૂષણે ધરી દેવવન જેવા વનમાં ફરતા શોભવા લાગ્યા. કોઈવાર અશ્વક્રીડામાં અને કોઈવાર રણક્રીડામાં એ વિશ્વપતિ ભરત–રથાદિક વાહન પર બેસીને ચાલતા લોકોથી રથાદિ વાહનેમાં બેઠેલા જોવામાં આવતા. કોઈ વાર સંગીતમાં ગાયેલા, કોઈ વાર કાવ્યોમાં વર્ણવેલા અને કોઈ વાર નાટયમાં સાંભાળેલા તે ભરત સર્વ રસનો આશ્રય કરનારા હોય, તેમ શોભતા હતા. ચંદ્રના જેવી મનહર મુખકાંતિથી તે કાંતામાં વાસ કરનાર
૧ પૂજ્ય પિતાશ્રીની મણિભૂમિ ઉપર મન લાગી રહ્યું તેથી માત્ર શરીર લઈને ત્યાંથી ચાલ્યા એવી ક્ષિા છે. ૨ પુત્ર. ૩ અગાશી. ૪ નદીઓ.
For Private and Personal Use Only