________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ સર્ગ
જે અનંત, અવ્યક્ત મૂર્તિવાળા, જગતના સર્વ ભૂત, ભવિષ્ય અને વર્તમામાન અર્થથી મુક્ત, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ જનોએ નમેલા, સાધુસમૂ
7&હે સ્તુતિ કરેલા, ક્ષય નહિ પામનારા, સર્વ કર્મનો ક્ષય કરનારા અને I WI/A વચનમાર્ગથી દૂર છે, તે પુણ્યથી લભ્ય એવા શ્રીમાન્ આદિનાથ પ્રભુ તમારું સદા મંગલ કરો !
હે ઈંદ્ર! હવે તે ચક્રવર્તીનું નિર્વાણપર આરોહણ કરવા સંબંધી કર્ણને અમૃતતુલ્ય સુંદર ચરિત્ર સાંભળે. સમયશા વિગેરેને પૃથક પૃથક દેશની સોંપણી કરી વાત્સલ્યતાને ધારણ કરનારા ચક્રીએ સત્કારપૂર્વક વિદાય કર્યા અને ભેજનવગ્નાદિથી સર્વ સંધનું સન્માન કરી ભરત રાજાએ પૃથ્વીને ભાર પિતાની ભુજાપર ધારણ કર્યો. તે અરસામાં ભગવાન આદિનાથ પ્રભુ વિહાર કરતા કરતા અષ્ટાપદ ગિરિપર સમોસર્યા. એ ખબર ઉધાનપતિ પાસેથી સાંભળી ચક્રવર્તી વિદના કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યા. શ્રી સર્વજ્ઞપ્રભુના મુખકમળથી દાનનું મોટું ફળ સાંભળી ચક્રવર્તીએ વિજ્ઞપ્તિ કરી કે, “આ મુનિઓ મારા દાનને ગ્રહણ કરે તેમ કરે' તે સાંભળી પ્રભુ બોલ્યા કે નિર્દોષ રાજપિંડ પણ મુનિઓને કલ્પત નથી, તેથી તે વિષે પ્રાર્થના કરશે નહીં. ભરતે કહ્યું, “સ્વામી ! આ જગતમાં મહાપાત્ર તો મુનિ છે, જયારે તેમને મારું દાન કર્ભે નહીં તે મારે શું કરવું?' તે વખતે ઈંદ્ર કહ્યું, હે રાજા! જે તમારે દાન આપવું હોય તો ગુણોત્તરવાનું સાધર્મિકો ને દાન આપ.” તેવું ઇંદ્રનું વચન પ્રભુએ નિષેધ કર્યું નહીં; તેથી તે કરવા
ગ્ય જાણી ભરત અધ્યામાં આવી નિત્ય સાધમ શ્રાવકોને ભક્તિથી ભોજન કરાવવા લાગ્યા.
આવું મહાભોજન થતું સાંભળી મુગ્ધપણાથી ઘણું લેકે ભોજન કરવા એકઠા થવા લાગ્યા. તેઓની મોટી સંખ્યા જોઈ રસઈઆઓએ રાજાને કહ્યું કે, ૧ અત્યંત ગુણવાન, ૨ શ્રાવકો, સ્વધર્મભાઈ.
For Private and Personal Use Only