________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મો. ]
ચક્રીએ કરેલું મહાપૂજન.
૧૯૯
એવા શ્રીજગદીશના એક મેટા પ્રાસાદ કર્યો. તે ઠેકાણે ચક્રવર્તીના પુત્ર બ્રહ્મર્ષિ મુનિગણ સાથે સિદ્ધિપદ પામ્યા તેથી તે બ્રહ્મગિરિ નામે વિખ્યાત તીર્થ થયું અને તે તીર્થમાં પાપને નાશ કરનારા સુરવિશ્રામ નામે એક યુગાદિ પ્રભુના ઊંચા પ્રાસાદ ચક્રવ†એ કરાવ્યેા. પછી દુંદુભિ 'નિરવાન અને ધવલમંગળના ધ્વનિપૂવેક ગુરુને આગળ કરી ચક્રવાઁ ભરત, ઇંદ્ર, રાજા, સર્વ પત્નીએ, અને બીજા સંલેાકાને સાથે લઈ વિવિધ શિખરાપર રહેલાં ચૈત્યાની પૂજા કરવા ચાલ્યા. ‘આ તીર્થમાં કપદીનામે યક્ષ અધિષ્ઠાયક થશે, ' એવું ધારી એક શિખર ઉપર ઈંદ્રે તેનાં નામથી એક અત્યંત પ્રભુના પ્રાસાદ યક્ષમૂર્ત્તિસહિત કરાવ્યા. માધમાસની પૂર્ણિમાએ એક શિખર ઉપર ગુરૂના કહેવાથી ચક્રવર્તીએ ત્રિજગતના ગુરૂની માતા મરૂદેવાને સ્થાપિત કર્યાં. ત્યારથી એ મરૂદેવ શિખર ઉપર આવીને માધમાસની પૂર્ણિમાએ લોકા આદરથી નામવડે પાપને હરનારાં મરૂદેવાને પૂજવા લાગ્યા. તે દિવસે જે નર "નારી આર્દ્રિયોગિની મર્દેવાને પૂજે છે તે સર્વ સામ્રાજ્યવડે સુભગ થઈ સાક્ષઇચ્છા કરે છે, સ્ત્રી સૌભાગ્યવતી, પુત્રવતી, અને ચક્રવર્તી તથા ઇંદ્રને ઘેર સૌભાગ્યનું પાત્ર થઇ અર્થાત્ ચક્રવૌની સ્રીપણું કે ઇંદ્રાણીપણું પામી અનુક્રમે મુક્તિને પામેછે.
ત્યાંથી બે ચેાજન મૂકીને આગળ ચાલતાં તિર્યંચને પણ સ્વર્ગસુખ આપનાર એક ચેાજનપ્રમાણુ ગિરિ આવ્યો. તેને ભરતે નમસ્કાર કર્યો. તેની ઉપર પણ અધિષ્ઠાયક દેવતાએ સેવેલા એક ઊંચા યુગાદિ પ્રભુને પ્રાસાદ ભક્તિથી કરાવ્યા. ત્યાંથી આગળ ચાલતાં બીજા શિખરપર જઇને મુનિ થએલા પેાતાના એક હજારને આઠ પુત્રોને જ્ઞાનસાગર બાહુબલિએ કહ્યું કે, ‘આ તીર્થના માહાસ્યથી પુંડરીક મુનિની પેઠે તમાને જ્ઞાનોત્પત્તિથી આઠ કર્મના ક્ષય થતાં તત્કાળ અહીં સિદ્ધિસુખ પ્રાપ્ત થશે માટે તમે અહીં રહીને નિયમણા' કરી. ' આ પ્રમાણે સાંભળી તે બાહુબલિની સાથે સમાહિત થઈ ત્યાંજ રહ્યા. અનુક્રમે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તે તે શિખરપર સેક્ષ ગયા; ત્યારથી તે શિખર બાહુબલિ નામથી પ્રસિદ્ધ થયું, તેની ઉપર રહીને બાહુબલિએ પણ અનેક પ્રકારના તપ કર્યો. તે સમયે પ્રીતિવાળા ભરતે ઇંદ્રને પૂછ્યું કે, ‘ સર્વ તીર્થમય એવા આ પર્વત ઉપર આ મુનિઓને અગ્નિસંસ્કાર ક્યાં કરવા ઉચિત છે? ' જ્ઞાનથી જાણીને જાણે સર્વ જનને આચારપ્રવૃત્તિ જણાવતા હાય તેમ ઇંદ્રે ભરતને કહ્યું, “ હે રાજા ! મરૂદેવાથી આરંભીને પુંડરીક ગણધરસુધી જે સિદ્ધ થયા તેમનાં
૧ સ્વર, અવાજ. ૨ અનશન.
For Private and Personal Use Only