________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મ. ] ગિરનાર પર્વતની શોભા, નદીઓ, ઔષધિઓ વિગેરે.
૨૦૯ બીજા ગિરિઓ આવેલા છે, ચારે દિશાએ ઝરણને ધરનાર ગિરિરૂપ ચાર દ્વાર છે; નિત્ય શત્રુભાવે વર્તનારા પ્રાણીઓ પણ અહીં મિત્રવત્ રહેલા છે અને તેઓ પરસ્પર વૈર છોડીને હમેશાં એક બીજાનાં અંગને ચાટે છે. આ ગિરિ જતા જ મારૂં ચિત્ત આનંદ પામે છે, તેથી હું ધારું છું કે આ ગિરિ વિશેષે કરી તમે મુક્ત છે.”
આ પ્રમાણે કહી ચક્રવર્તી વિરામ પામ્યા. પછી પ્રતિધ્વનિથી ગુહાઓને ગજાવતા શક્તિસિંહ શિરનમાવી બોલ્યો “હે સ્વામી! આ રૈવતગિરિને શ્રીજિનેશ્વર ભગવંતે શત્રુંજ્યનું પંચમજ્ઞાનને આપનારું પાચમું શિખર કહેલું છે. ઉત્સર્પિણી કાળમાં અનુક્રમે એ ગિરિની ઊંચાઈનું માન પહેલા આરામાં સો ધનુષ્યનું, બીજા આરામાં બે જનનું, ત્રીજામાં દશ જનનું, ચોથામાં સોળ જનનું, પાંચમામાં વિશજનનું અને છઠી આરામાં છત્રીશ જનનું કહેવું છે. તેવી જ રીતે અવસપિણીકાળમાં તે પ્રમાણે તે હીન થતો જાય છે. આ શાશ્વતગિરિ સર્વ પાપને હરનારે છે. તે તે આરામાં કૈલાસ, ઉજજયંત, રૈવત, સ્વર્ણગિરિ, ગિરનાર અને નંદભદ્ર-એ અનુક્રમે તેનાં નામ પડે છે. દિવ્ય ઔષધિસહિત આ મહાતીર્થ જઈ જેને પ્રીતિ થતી નથી તેઓ પુયે જૂન જાણવા. આ ગિરિપર અનંત તીર્થકરો આવેલા છે અને આવશે, તેમજ અનેક મુનિઓ સિદ્ધિ પામ્યા છે અને પામશે તેથી આ તીર્થ મેટું છે. અહીં રસકુંડ, દેવરત, અને કલ્પવૃક્ષ તેમજ ચીત્રાલિ રહેલી છે, તેથી આ રૈવતાચલ બંને ભવના સુખને સ્વાદ આપનાર છે. આ ગિરિ પર આવેલી નદીઓના નીરથી સિંચન થયેલાં ઉઘાન વૃક્ષો જાણે એ તીર્થની શિક્ષાને ધારણ કરતા હોય તેમ સર્વ ઋતુઓમાં કળે છે. આ ગિરિરાજની ચારે બાજુ શ્રીદગિરિ, સિદ્ધગિરિ, વિદ્યાધરગિરિ અને દેવગિરિ–એ ચાર પર્વત રહેલા છે. મહાસિદ્ધિના સુખને આપનાર આ રૈવતાચલને વીંટાઈને તે ગિરિએ સારા સ્વામીની જેમ તેની સેવા કરે છે. તે ગિરિમાંથી શ્રીજિનસ્ત્રાત્રને અર્થે જળ ભરીને ઉદય પામેલી મોટાં કહેવાળી પવિત્ર નદીઓ વહે છે. પૂર્વદિશામાં શ્રીદગિરિ અને સિદ્ધગિરિની વચ્ચે જેમાં દેવતાઓ ક્રીડા કરે છે એવી ઉદયંતી નામે વિખ્યાત નદી છે. દક્ષિણદિશામાં મોટા પ્રહથી શેભિત, ઘણા પ્રભાવને ઉત્પન્ન કરનારી અને દુષ્ટ દેષને ટાળનારી ઉજજયંતી નામે નદી છે. પશ્ચિમ દિશામાં મનહર દ્રહોના સમૂહથી અતિ શુદ્ધિને આપનારી સુવર્ણરેખા નામે સત્યાર્થ નામવાળી ઉ
૧ આ અવસર્પિણી કાલ વછે. તેમાં પહેલે આરે ૩૬ યોજન, બીજે ૨૦ યોજન, ત્રીજે ૧૬ યોજન, ચોથે ૧૦ યોજન, પાંચમે ૨ યોજન, અને છ આરે સો ધનુષ્યનું માન સમજવું. ૨ કહ=ઊંડા સરોવર..
૨૭
For Private and Personal Use Only