________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મો.] ભરતચક્રી અબુદાચળ વિગેરે તીથની યાત્રાએ.
૨૧૩ પણ હત્યાદિ દોષથી જેઓ મુક્ત થયા નથી તેઓ બીજા તીર્થમાં તપ કરવાથી કેમ શુદ્ધ થઈ શકશે! જે દેશમાં દુર્ભિક્ષને ભય નથી, પાપને સંચય થતો નથી અને ફૂટબુદ્ધિ કે દ્રોહ જોવામાં આવતા નથી, અને જ્યાં સર્વલક સરળ છે એવો આ દેશ છે. આ પ્રમાણે કહેતા ભરત શ્રી શત્રુંજયગિરિને પ્રદક્ષિણા કરીને કેટલેક દિવસે આનંદપુરમાં આવ્યા. ત્યાં શક્તિસિંહને પાસે બેસારી ભરતે અતિ નમ્રતાવાળા શક્તિસિંહના પૃષ્ટ ઉપર હર્ષથી હાથ મૂક્યું. પછી કહ્યું, “હે વત્સ ! મારી આજ્ઞાથી તારે સદા અહીં રહેવું, અને અહીંના સામ્રાજ્યને ભેગવતાં આ બન્ને તીર્થની રક્ષા કરવી. પવિત્રપણાથી તીર્થરૂપ એવા આ સૌરાષ્ટ્ર દેશને તું રાજા છો તેથી તે ધન્યથી પણ ધન્ય અને બીજા સર્વ રાજાઓએ પૂજવા ગ્ય છો. આ શત્રુંજ્યની જે સેવા કરવી, તે પૂજાપિતાની સેવા કરવા બરાબર છે. અને જે સ્થાન પિતાશ્રીએ અધિષિત છે તે પિતાના જેવું જ છે. ' આ પ્રમાણે કહી ભરતે આ બે તીર્થને “શાશ્વતા છે એવું અભિજ્ઞાન જણાવવાને તેને બે છત્રો આપ્યાં, અને હારાદિક અલંકારો, હાથી, ઘોડા, રથ, રસ અને દ્રવ્યથી સન્માન કરી શક્તિસિંહને વિદાય કર્યો. શક્તિસિંહ પુણ્યાનુબંધી પુણ્યને પ્રકાશ કરતે અને જિનની આરાધના કરતો સૌરાષ્ટ્રના લોકોનું પાલન કરવા લાગ્યો.
- ત્યાંથી ભરતચકી અબેદાચળ ગયા. ત્યાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના અહંત પ્રભુના પ્રાસાદો ગુરૂની આજ્ઞાથી કરાવ્યા. સર્વ ઠેકાણે પોતતના દેશથી સર્વ ભ્રાતૃવ્યમાં આવતા હતા તેમને જોઈને હર્ષ પામતા ચક્રવર્તી ભરત તેઓને ઘણું દાનથી પ્રસન્ન કરતા હતા. ત્યાંથી આગળ અવિચ્છિન્ન પ્રયાવડે માર્ગમાં ચાલતા, સર્વ તીર્થને નમતા, સ્થાને સ્થાને મહોત્સવ કરતા, દિન જનોને ઉદ્ધાર કરતા, મુનિજનની પૂજા કરતા અને સર્વની આશિષુ લેતા અનુક્રમે મગધ દેશમાં આવ્યા. તે દેશમાં પણ પિતાના બંધુ મગધને કુમાર માગધનામે બ્રાતૃવ્ય રાજય કરતા હતા; તે સર્વ સમૃદ્ધિવડે ઉત્સવથી ચક્રવર્તીની સન્મુખ આવે. સૂર્ય જેમ પોતાના રથમંદિરમાં અરૂણને બેસારે તેમ ભારતે તે નમ્ર પુત્રને પોતાની આગળ બેસાર્યો, અને પછી મંગલિક શબ્દો જેમાં થઈ રહ્યા છે, અને વિજાઓ ફરકી રહેલી છે એવા રાજગૃહ નગરમાં ભારતે પ્રવેશ કર્યો. તેને ભેજનાટિક સત્કાર ગ્રહણ કરી ત્યાંથી ચક્રવર્તી તીર્થયાત્રાને માટે વૈભારગિરિ આવ્યા. ત્યાં પણ શત્રુંજયની જેવું ભાવી તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું એક ઉત્તમ મંદિર વહેંકિપાસે કરાવ્યું. એવી રીતે શત્રુજ્ય, રૈવતાચળ, સમેતશિખર, અને વૈભાર
૧ દુકાળ. ૨ અધિકારી. ૩ નિશાની. ૪ આબુ. ૫ ભાઈને પુત્રો.
તાદિક સરકાર શ્રી નું ભાવી તીર્થકતાગળ, સમેત
For Private and Personal Use Only