________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
હર્ષથી દાન આપવામાં ઉત્સુક થયા. તે સમયે યાચકાને ભરતે એવાં દાન આપ્યાં કે નવનિધિ વિના બીજું કાઈ તે પ્રમાણે પૂરવાને સમર્થ થાય નહીં. પછી એક માસને અંતે ચક્રવર્તી દેવનાના પરિવારે યુક્ત, આનંદ પામતા, ત્યાં મનને મૂકી રવર્ણગિરિના શિખર પરથી નીચે ઉતર્યાં. તે વખતે શક્તિસિંહે ચક્રીની આગળ આવી પ્રણામ કરી અંજલિ જોડીને વિનયપૂર્વક આપ્રમાણે વિજ્ઞપ્તિ કરી, હૈ રવામી! આ સેવકની વિજ્ઞપ્તિ ધ્યાનમાં લઈને આ મારા ગિરિદુર્ગપુરને' પવિત્ર કરા.’ શક્તિસિંહના આવા આગ્રહથી વિવિધ લેાકાએ ભરપૂર અને સમૃદ્ધિવડે સ્વગેપુરી જેવા તે નગરમાં ભરત રાજાએ પ્રવેશ કર્યો. તે પુરના જિનપ્રાસાદમાં ભરતે વૃષભપ્રભુની પૂજા કરી અને પેાતાના ભત્રિજાની ભક્તિ જોઇને ત્યાં અઠ્ઠાઈઉત્સવ કર્યો. પછી ખાદ્ય અને અંતરંગ શત્રુસમૂહને એક સાથે જીતવામાં ઉદ્યોગી થયેલા ભરતે ચતુરંગસેના અને સંધસહિત ત્યાંથી પ્રયાણ કર્યું. તે વખતે હાથીની ગર્જના, અશ્વોના હેષારવ, રચના ચીત્કાર અને સુભટાના સિંહનાદથી સર્વત્ર શબ્દા દ્વૈત થઈ ગયું.
((
જ્યારે ચક્રવતી અપાર સૈન્યને લઇને ચાલ્યા, ત્યારે તેના ભારથી ક્ષેાભ પામેલી પૃથ્વીને પર્વતા ધારણા આપવા લાગ્યા. માર્ગે ચાલતાં ચાલતાં પણ ચક્રી ત્રીવાને વાંકી વાળીને રૈવતાચલગિરિને જોવા લાગ્યા અને મસ્તક ધૂણાવીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. અહા! આ પર્વત મેરૂ, રાષ્ટ્ર અને વૈતાઢય ગિરિના સારથીજ નિમેલા હાય એમ લાગે છે, નહિ તે સુવર્ણમય, રલમય, અને રૂપ્યમય ક્યાંથી હાય ! આ ગિરિપર રહેલા કલ્પવૃક્ષો ચાચૂંકાના વાંછિત મનારથ પૂરે છે, તે આ ગિરિનાજ મહિમા છે. આ દેશનું સુરાષ્ટ્ર એવું જે નામ છે તે ચુક્તજ છે. કારણકે શત્રુંજય અને ઉજ્જયંત વિગેરે ઉત્કૃષ્ટ તીર્થો અહીંજ રહેલાં છે. બીજે ઠેકાણે તેા એકવસ્તુ તીર્થ હાય પણ અહીં રહેલાં ગિરિઓ, નદીઓ, વૃક્ષા, કુંડા અને ભૂમિએ સર્વે તીર્થપણાને ઇચ્છે છે; અર્થાત્ સર્વ તીર્થમય છે. સર્વ દેશમાં ઉત્તમ દેશ અને સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ એવે સુરાષ્ટ્ર દેશ માતાની જેમ શરણ આપનાર છે. Ëડમેદિનીના મધ્યમાં સર્વ - તુવડે શાલિત સુરાષ્ટ્ર જેવા બીજો સર્વ તીર્થમય કાઈ દેશ નથી. આ દેશમાં કાઈ પુણ્યરહિત પ્રાણી પૂર્વકૃત કર્મથી નિર્ધન થાય, તે તે દુઃખી પ્રાણીના ત્રણે ભવ નિષ્કુલ છે એમ હું માનું છું. જે સૌરાષ્ટ્રવાસી થઇને ખીજા દેશની પૃહા કરે છે, તેઓ કલ્પવૃક્ષ છેડીને ધતૂરા લેવાના આગ્રહ કરે છે. આ દેશમાં રહ્યા છતાં ૧ જુનાગઢ. ૨ ડોક. ૩ છ ખંડ પૃથ્વી.૪ ગયો ભવ, ચાલુ ભવ અને આવતો ભવ.
For Private and Personal Use Only