________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮ શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો. જિનેશ્વરના અંગપર ભક્તિથી નમાવે તે મુક્તિને વશ કરે છે. વળી આ પૂર્વદિશાના આભૂષણરૂપ જે નદી છે તેને પાતાળપતિ ધરણેન્દ્ર ભક્તિથી પાતાળમાંથી લાવેલ છે. પ્રખ્યાત પ્રભાવવાળી તે નદી ઉત્તર દિશામાં ઉત્પન્ન થઈ દક્ષિણ દિશામાં જઈ સૂર્યોદ્યાનને આશ્રિત થયેલી શોભે છે. ધરણેન્દ્ર શ્રીજિનેન્દ્રને સ્નાન કરાવવાને તે આણેલી હતી, તેથી સર્વ તમને હણનારી તે નદી નાગેન્દ્રી એવા નામથી વિખ્યાત થયેલી છે. વળી આ યમલમાંથી ઉત્પન્ન થયેલી નદી સર્વ સુર અસુરોએ શ્રી આદિનાથ પ્રભુને સાન કરાવવા માટે ઉત્પન્ન કરેલી છે. આ નદીના જળમાં જે સ્નાન કરે છે કે પ્રભુને સ્નાન કરાવે છે, તે મનુષ્ય જન્મરૂપ વૃક્ષનું ફળ મેળવે છે. હે ભરત! એવી રીતે શ્રીજિનેશ્વરનાં સ્નાનથી પવિત્ર એવી ચૌદ મહી નદીઓ આ શત્રુંજય તીર્થ સમિપે રહેલી શોભે છે. માટે એ ચદ મહાનદીઓમાંથી, મોટા કુંડમાંથી, ક્ષીરસમુદ્રમાંથી અને પદ્મદ્રહાદિક દ્રહમાંથી જળ લાવીને આ તીર્થ શ્રી જિનનાયકને સ્નાન કરાવવું. જે શ્રાવકો સંઘપતિ થઈને અહીં આવે તેમનો સદા એ રિથર ક્રમ છે, અને તે ક્રમ ચકી અને ઇંદ્રના પદને આપી યાવત તીર્થકરપણું આપે છે. આ શુભ જળવાળી અને શ્રેય કરનારી સર્વ સરિતાઓ છે, તે વિવિધ પ્રભાવથી સંપૂર્ણ અને સર્વ તીર્થોમાં વિભૂષિત છે. જેઓ તેનાં જળને સ્પર્શ કરે છે, તેમને સત્કીર્તિ, વિપત્તિની હાનિ, શુભદય, અને સ્વર્ગીરિ સુખની સંપત્તિ કરગત હોય તેમ પ્રાપ્ત થાય છે. જે આ સરિતાઓનું નામ સ્નાત્ર વિગેરેથી સેવન કરે છે તેઓને નવનિધિ સાંનિધ્ય રહે છે, કામધેનુ તેના આંગણામાં વસે છે, ત્રણ લોક તેને વશ થાય છે, તે સદા પવિત્ર રહે છે, ભૂત પ્રેત કે પિશાચ તેને ઉપદ્રવ કરવા સમર્થ થઈ શકતા નથી, દુષ્ટ કુષ્ટ વિગેરે દેષ ઉત્પન્ન થતા નથી, દેવતાઓ તેના કિંકર થાય છે અને સર્વ સંપત્તિઓ તેના ઘરમાં આવીને રહે છે. હે ભરતેશ્વર ! ચંદ્ર, સૂર્ય અને ચંદ્રોએ નિર્મલાં બીજાં પણ ઘણું જળાશય આ તીર્થમાં રહેલાં છે.
આવાં ઈંદ્રનાં વચન સાંભળી ચક્રી મનમાં હર્ષ પામ્યા, અને તત્કાળ ઉદ્યમવંત થઈ ઇંદ્રની સાથે તેમણે તે સરિતામાં સ્નાન કર્યું, અને તેના તીરપર રહેલાં વૃક્ષોનાં પુષ્પ તથા નદીમાંહેનાં કમળે લઈને તેનાં જળથી કળશ ભરી લઈ તેવડે શ્રીઅહંત પ્રભુની પૂજા કરી. પછી પૂર્વ દિશામાં પૂર્વ દિશાના આભૂષણરૂપ તીર્થ માનપુર અને દક્ષિણ દિશામાં સ્વર્ગપુરી જેવું અદ્ભુત ભરતપુર નગર વસાવ્યું. તે બન્ને નગરમાં વહેંકિએ અનેક તળાવ તથા વનશ્રેણીવડે વિભૂષિત
૧ અંધકાર.
For Private and Personal Use Only