________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મે.] કદંબગિરિ, હસ્તિસેન, નામને મહિમા.
૨૦૧ છે. પણ અનુક્રમે કાળના દોષને લીધે વર્ષાકાળમાં મેઘથી આચ્છાદન થયેલા સૂર્યના કિરણોની જેમ તે વૃક્ષે મનુષ્યને દૃષ્ટિગોચર થશે નહીં. આ શિખર પણ મુખ્યશિખરની જેમ સર્વ પાપનો નાશ કરનારું છે, અને તે તમારા દિપકારપણાને લીધે પુનઃ અતિ ખ્યાતિને પામશે.” ( આ પ્રમાણે કાદંબગિરિને મહિમા સાંભળી મોટા મનવાળા ચક્રવર્તીએ ઇંદ્રની સંમતિ પ્રમાણે તે ગિરિપર અનેક વૃક્ષોથી વ્યાપ્ત એવાં ધર્મોદ્યાનમાં ભાવીતીર્થંકર શ્રીવર્ધ્વમાન સ્વામીને એક મેટે પ્રાસાદ વર્ધ્વકિપાસે કરાવ્યું. તે કાદંબગિરિના પશ્ચિમ શિખર ઉપર શત્રુંજયા નદીને તીરે ચક્રવર્તી ભરતની કેટલીક હાથી અને અશ્વ વિગેરેની સેના રહી હતી, તેમાંથી કેટલાક હસ્તી, અશ્વ, વૃષભ અને પેદલ રંગની પીડાથી મુક્ત થઈ અવિવેકી છતાં પણ તે તીર્થના વેગથી વર્ગ ગયા. તેઓ સ્વર્ગમાંથી આવીને ભરત રાજાને પ્રણામ કરી પિતાને સ્વર્ગ મળ્યાની વાત કહેવા લાગ્યા. પછી ભરતે તે ઠેકાણે મૂર્તિ સહિત તેમના પ્રાસાદો કરાવ્યા, ત્યારથી તે ગિરિ હસ્તિસેન નામે પ્રખ્યાત છે. આ પ્રમાણે ચક્રવર્તીએ ગુરૂના આદેશથી શત્રુજ્યગિરિનાં સર્વ શિખર ઉપર જિનાલયે કરાવ્યાં અને મુખ્ય શિખરને પ્રદક્ષિણા કરી. રાજા ભરત પુનઃ પિતાના સ્થાનમાં આવીને આદિનાથ ભગવંતને નમસ્કાર કર્યો. પછી ચક્રવર્તીએ મુખ્ય શૃંગની નીચે પશ્ચિમભાગે એક સુવર્ણ ગુફામાં રહેલી ભૂત, ભાવી અને વર્તમાન અર્હતેની રસમય મૂર્તિઓની અતિભાવથી પૂજા કરી. એ પ્રમાણે તે તે માર્ગને બતાવનારું ઇંદ્રનું સર્વ કથન સફળ કર્યું. ત્યાંથી ભરત ઉજજયંત ગિરિની યાત્રા માટે પ્રયાણ કરતા હતા તે વખતે નમિ વિનમિએ મધુર વચને વડે તેમને કહ્યું “હે રાજા ! અમે બે કટિ મુનિઓની સાથે અહીંજ રહીશું કારણ કે એ સર્વની અને અમારી અહીં જ મુક્તિ થશે.” તે સાંભળી ભારતે તેમને અને તેમની સાથે રહેનારા બીજા મુનિઓને નમસ્કાર કર્યો અને તેમની પાસેથી ધર્મલાભરૂપ આશીષ સંપાદન કરી. અનુક્રમે ફાલ્ગન માસની શુક્લદશમીએ તે નમિ વિનમિ બીજા મુનિઓની સાથે તેજ ગિરિઉપર પુંડરીકની પેઠે કેવળજ્ઞાન અને સિદ્ધિસ્થાન પામ્યા. એ કલ્યાણકને દિવસે તે ઠેકાણે અલ્પ દાન આપ્યું હોય અને અલ્પ તપ કર્યું હોય તો પણ તે અવસરે વાવેલાં સારાં બીજની પેઠે ઘણું ફળ આપે છે. ફાલ્ગનભાસની દશમીએ જે વિમલાચલને સ્પર્શ કરે છે તે પિતાનાં પાપને દૂર કરી મોક્ષભાગી થાય છે. ભરત અને દેવતાઓ તેમને નિર્વાણ મહત્સવ કરી તે ઠેકાણે તેમની રક્તમય મૂર્તિઓનું સ્થાપન કરી બે માસ રહીને ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં પશ્ચિમ દિ
પાતાનની નીચે
સિમાની
૨૬
For Private and Personal Use Only