________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લો. શરીર મેં ક્ષીરસમુદ્રમાં નાંખેલાં છે, પણ હવેથી એ આચાર ચાલશે નહીં તેથી આ સિદ્ધ થયેલા મુનિના દેહને અગ્નિસરકાર થાઓ. શ્રી આદિનાથ ભગવંતના ચરણથી સિંચન થયેલું અને સર્વ દેવતાના સમૂહવડે સુંદર એવું આ શત્રુંજ્યનું મુખ્ય શિખર સર્વત્ર તીર્થમય છે, તેથી ત્યાં દહન વિગેરે કરવું યેગ્ય નથી; કેમકે તેથી તીર્થને લેપ અને જિનાજ્ઞાનું ખંડન થાય છે. માટે મુખ્ય શિખરથી નીચે ફરતી બે બે જન પૃથ્વી છોડી દઈને સ્વર્ગ નામના ગિરિઉપર અગ્નિસંસ્કાર કરે અને ત્યાં તેમની પાષાણમય મૂર્તિઓ બેસાડવી; કારણ કે તેમ કરવાથી બીજાઓને પણ તે કાર્યની જાણ થાય.” ઈંદ્રનાં આવાં યુક્તિવાળાં વઅને સાંભળી સુકૃત ઉપર આદર કરનારા ભરતે તે મુનિઓના દેહને તે ઠેકાણે અગ્નિસંરકાર કર્યો. અને તે શિખર ઉપર પૂર્વદિશારૂપી સ્ત્રીના મુખનું જાણે રતતિલક હોય તેવો એક જિનપ્રાસાદ કરાવ્યો. સોમયશાએ પણ હર્ષથી પોતાના બંધુઓના અને પિતાના પ્રાસાદો વટ્ઝકિ પાસે કરાવ્યા. પછી રાજાએ તાલધ્વજ શિખર ઉપર જઈને જેના હાથમાં ખ, ઢાલ, ત્રિશૂલ અને સર્પ રહેલાં છે એવા તાલધ્વજ નામે દેવને ત્યાં સ્થાપિત કર્યો.
પછી ત્યાંથી કાદંબ ગિરિપર જઈને ભરતે સુનાભગુરૂને પૂછયું કે, “હે ભગવાનું! આ બહુ પ્રખ્યાત પર્વતને શો પ્રભાવ છે ?' ગણધર બેલ્યા “ હે ચક્રવર્તા! આ પર્વતને પ્રભાવ અને તેનું કારણ કર્યું તે સાંભળો. ગઈ ઉત્સર્પિણીમાં સંગ્રતિનામે ચોવીસમા તીર્થંકર થયા હતા. તેમને એક કદંબ નામે ગણધર હતા. કોટિ મુનિએની સાથે આ ગિરિપર સિદ્ધિપદ પામ્યા હતા, તેથી આ ગિરિ કાદંબગિરિ નામે ઓળખાય છે. અહીં પ્રભાવિક દિવ્યઔષધિઓ, રસકૂપિકા, રતની ખાણ અને કલ્પવૃક્ષો રહેલાં છે. દીપોત્સવીને દિવસે, શુભવારે, સંક્રાંતિએ કે ઉત્તરાયણમાં જે
અહીં આવી મંડળની સ્થાપના કરે તો દેવતા પ્રત્યક્ષ થાય છે. તે ઔષધિઓ, તે રસકુંડો અને તે સિદ્ધિઓ પૃથ્વીમાં નથી કે જે આ ગિરિમાં નહીં હોય. જેમાં સર્વ સિદ્ધિનું સ્થાન કાદંબગિરિ રહેલું છે એવી આ સુરાષ્ટ્ર દેશની ભૂમિમાં લેકે દારિદ્રયથી કેમ પીડાય ? આ કાદંબગિરિવડે જેનું દારિદ્રય વૃક્ષ છેદાયું નથી તે અતિ નિભંગી છે, તેને રોહણાચલ પણ કાંઈ આપી શકશે નહીં. જેની ઉપર આ ગિરિ સંતુષ્ટ થયે તેની ઉપર કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ વિગેરે સર્વે સંતુષ્ટ થયાં સમજવાં. અહીં રાત્રીએ પિતાના તેજરૂપ દીપકના સમૂહથી પ્રકાશી રહેલી ઔષધિઓ નિભંગીના ઘરમાંથી દારિદ્રયની જેમ અંધકારને હરી લે છે. રૂચકાદ્રિની જેમ અહીં શાશ્વત છાયાદાર કલ્પવૃક્ષે છે, તે સર્વ પ્રકારના વાંછિત સંકલ્પને પૂરા કરે
માથી કાદંબગિરિ અભાવ છે?' ગણું
સર્વિમાં સંખ
For Private and Personal Use Only