________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મ.] શત્રુંજયાનો તથા બીજી નદીઓનો ચમત્કારી પ્રભાવ. ૧૯૭ સાથે તેમના ચરણમાં નમસ્કાર કર્યો. પછી “હે રાજા! છ માસ પછી તે નદીને કાંઠે મને સંભારજે, એટલે હું આવીને તમારા શત્રુઓને જીતી તમને અક્ષય રાજ્ય અપાવીશ.” આ પ્રમાણે કહી ધરણંદ્ર સ્વસ્થાનકે ગયા અને રાજા તેમને નમી દુદયમાં તેનું વચન ધારણ કરતા તેજ માર્ગ પાછો વળે. ઘણું દેશનું ઉલ્લંઘન કરી અનુક્રમે તે સુરાષ્ટ્ર દેશમાં આવ્યું. ત્યાં તેણે વિરમયસહિત શત્રુંજયગિરિ જે. તે પર્વતની તળેટીમાં શત્રુંજયા નદીને કાંઠે તેણે તૃણની પર્ણકૂટી બનાવી અને તેમાં પોતાના કુટુંબસહિત નિવાસ કર્યો. તે પ્રવિત્ર નદીના જળમાં તે સર્વે ત્રિકાળ સ્નાન કરવા લાગ્યા, તેની મૃત્તિકાથી અંગને લિંપવા લાગ્યા, તે તીર્થ તથા તીર્થપતિને નમવા લાગ્યા, અને તે નદીના કિનારા પર ઉગેલાં વૃક્ષનાં ફળથી આ જીવિકા ચલાવવા લાગ્યા. એ પ્રમાણે એક માસ થયે એટલામાં તે રાજાએ પિતાના પુત્રોને સુવર્ણના જેવી કાંતિવાળા થયેલા જોયા તથાપિ ધરણેન્દ્રની આજ્ઞાથી તે છ માસ સુધી ત્યાં રહ્યો. છ માસ થયા પછી ધરણેન્દ્રનું સ્મરણ કરવાથી ઘરસેન્દ્ર ત્યાં આવ્યા. સૌને વિમાનમાં બેસાડી સાથે લઈને તેમના પૂર્વ રાજય ઉપર બેસાર્યા. પછી શાંતનુ રાજા પુત્રો સહિત નિરંતર જિનયાત્રા અને જિનપૂજન કરવા લાગે. પિતાના ચિત્તની પેઠે પોતાના દેશની સર્વ પૃથ્વી જિનાવાસથી મંડિત કરી દીધી. એ પ્રમાણે ચેસઠ લાખ વર્ષ સુધી રાજ્યવૈભવનું સુખ ભેળવી પછી સ્ત્રીપુત્રસહિત સંયમ ગ્રહણ કર્યું. છેવટે તેઓ શત્રુંજ્ય ઉપર અનશન કરી કેવલ જ્ઞાન પામી સર્વ બંધનને ક્ષય કરીને મેક્ષે ગયા. ઈંદ્ર ભરતને કહે છે “આ પ્રમાણે આ શત્રુંજ્યા નદી અનેક પ્રભાવોએ ભરપૂર છે, જે શત્રુંજ્યા નદી સેવી હેય તે એક લીલામાત્રમાં રાજયભ્રષ્ટને રાજય, સુખભ્રષ્ટને સુખ, અને વિદ્યાભ્રષ્ટને વિદ્યા આપે છે, તેમજ કાંતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, અને સ્વર્ગનાં સુખ પણ આપે છે. હે ભરતરાજા! જેમ સર્વ દેવોમાં શ્રીયુગાદીશ પ્રભુ મુખ્ય છે, અને જેમ સર્વ તીર્થોમાં મુખ્ય તીર્થ શત્રુંજયગિરિ છે, તેમ તીર્થરૂપ સર્વે નદીઓમાં આ શત્રુંજયા નદી મુખ્ય છે, માટે તેની તમે પણ અધિક આરાધના કરે. આમ ઉત્તર દિશામાં પવિત્ર જળવડે પૂર્ણ જે આ સરિતા જણાય છે તે સંપૂર્ણ વૈભવવાળી ઔદ્રી નામે નદી છે. ઇશાન ઇંદ્રની સ્પર્ધાથી સૌધર્મ ઈંદ્ર જિનભક્તિવડે આ નદીને મનોહર પદ્મદ્રહમાંથી લાવેલ છે. સ્પર્ધા અને જિનભક્તિવડે આ નદી આ ણેલી છે, તેથી તે શત્રુંજ્યાથી અન્યૂન પ્રભાવવાળી અને દુષ્ટજનના દેષને હરનારી છે. જે આ નદીની મૃત્તિકાને કળશ કરી, તેમાં તેનું જ જળ ભરી શ્રી ૧ ઝુંપડી.
For Private and Personal Use Only