________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મો. ]
સર્વ તીર્શાવતાર ભારત કુંડનું માહાત્મ્ય.
૧૮૧
હતા અને તેમને વંદના કરવાને હું પણ અહીં આવ્યા હતા. તે સમયે પ્રભુને મેં પૂછ્યું, એટલે ઇંદ્રે પાપરૂપી શત્રુઓને નાશ કરવામાં શસ્ત્રારૂપ અને પરમ પવિત્રતા કરનારી આ ગિરિરાજના પ્રભાવની કથા કહી હતી. તેમાં આ કુંડનું જે માહાત્મ્ય મને કહ્યું હતું, તે સાંભળે. આ મહાકુંડ સર્વતીર્થોવતાર એવા નામે પ્રખ્યાત છે. પૂર્વે ઉત્સર્પિણીકાળમાં આ ગિરિઉપર કેવળજ્ઞાની નામના પહેલા તીર્થંકરની પાસે સૌધર્મપતિ ઇંદ્ર આવ્યા હતા. તેમણે તીર્થંકરને સ્નાત્ર કરાવવા આ કુંડમાં ગંગા, સિંધુ, અને પદ્મદ્ભુ વિગેરે તીર્થજળાશયો નિર્માણ કર્યાં હતાં; તેથી આ કુંડમાં સ્રાનવિધાન કરવાથી સર્વ તીર્થના સ્રાનનું ફળ થાય છે અને આ કુંડના જળથી પ્રભુને સાત્ર કરાવે તે તેને મુક્તિફળ મળે છે. પ્રભુના ચરણને પ્રક્ષાલન કરવાથી પવિત્ર થયેલા આ કુંડનાં જળવડે અતિ દારૂણ ત્રિવિધ વિષની પીડા થઈ હેાય તે તે પણ લય પામી જાય છે. તેનાં જળમાં સાન કરવાથી કાઢ વિગેરે સર્વ પ્રકારના વ્યાધિ તથા આધિ ક્ષય પામે છે; અને કાંતિ, કીર્ત્તિ, બુદ્ધિ, અને ધૃતિ વૃદ્ધિ પામે છે. જો કે ધણા કાળ થવાથી આ કુંડ જીણું થયો છે, અને તેની શિલાએ શિથિલ થઈ તૂટી ગયેલી છે, તથાપિ તેનો પ્રભાવ અદ્યાપિ વિશેષે કરી વધતા જાય છે. ” આ પ્રમાણે શક્તિસિંહ પાસેથી તે કુંડના પ્રભાવ જાણીને ચક્રવર્તી સારી વાસનાપૂર્વક અતિ હર્ષ પામ્યાં. પછી ભરતે વર્તુકી પાસે તે કુંડને સજ્જ કરાવ્યા અને તેથી થયેલા પુણ્યના સમૂહથી પેાતાનું ભવપજર શિથિલ કર્યું. કુંડના જીર્ણોદ્ધાર થતાં વૈસૂર્ય, હિરા, માણેક, અને પદ્મરાગમણિ વિગેરેની કાંતિથી વિચિત્ર થયેલા જળતરંગવડે મંડિત થઈ તે કુંડ વિશેષ શે।ભવા લાગ્યા. નદી, હ્રદ્ અને સરાવરનાં સ્રોત જેમાં સ્રવે છે એવા તે પ્રભાવિક કુંડ ત્યારથી ભારતકુંડ એવા નામથી વિખ્યાત થયા.
તે રાત્રિને એક પ્રહરની જેમ ત્યાં નિર્ગમન કરી પ્રાત:કાલે ભરતે પાંચજનને કૃતિકારૂપ ભભા વગડાવી. પછી સુભદ્રા પલી સાથે તે કુંડમાં સાન કરી રમણીય વસ્ત્ર પહેરીને આગળ ચાલતાં ભરત પેહેલા શિખર ઉપર આવ્યા. તે વખતે ભક્તિરંગે અને સ્નેહે પ્રેરેલા સૌધર્મપતિ ઇંદ્ર વિમાનમાં બેસીને તેમને જોવાની ઇચ્છાએ ત્યાં આવ્યા. જાણે પેાતાના ભિન્ન ભિન્ન દેહની ઐકયતા કરતા હાય તેમ ભરત અને ઇંદ્ર પરસ્પર આનંદથી ભેટી પડ્યા. પછી શ્રીનાભગણધરની સાથે બંનેએ સૂર્યચંદ્રની જેવી પ્રીતિથી ગિરિરાજના મુખ્ય શૃંગનો સ્પર્શ કર્યો. ભરતે ઈંદ્રનીસાથે પુષ્કર મેધની પેઠે દૂધને વર્ષાવતા રાાદની ( રાયણ) વૃક્ષને હર્ષથી પ્રદક્ષિણા કરી. તેની નીચે મણિમય મંડલ ઉપર પ્રભુની પાદુકા ઈંદ્રે કરાવેલી હતી તે બતાવી;
For Private and Personal Use Only