________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. ભુને સ્નાત્ર મહત્સવ કર્યો. કપૂર, અગરૂ, કોલ, કસ્તુરી અને ચંદનાદિથી પ્રભુને વિલેપન કર્યું, તેમજ કીર્તિથી આખા વિશ્વને વિલેપન કર્યું. પૂજન વખતે ભારતે જ્ઞાનથી ગુરૂ એવા ગુરૂને દક્ષિણાંગમાં અને સર્વ સાધ્વીઓને તથા અંત:પુરીઓને વામાંગમાં રાખ્યા. પછી વિચિત્ર સુગંધથી ભ્રમરને આકર્ષણ કરતા એવા ચંપક, મંદાર, સંતાન, હરિચંદન, પારિજાત, કલ્પવૃક્ષ, મલ્લિકા, બરસળી, કમળ, કેતકી, માલતી, જુઈ કરવીર, શતપત્ર, જાસુદ, જાતિ, કલ્હાર વિગેરે પુષ્પથી સર્વ ઇંદ્રોએ અને ચક્રવર્તી વિગેરેએ પ્રભુની પૂજા કરી. પછી અક્ષત, ફળ, ધૂપ, દીપ, વિચિત્ર પ્રકારનાં નૈવેદ્ય અને જળ વિગેરેને સમૂહ પ્રભુની આગળ ધર્યો. પછી કાંતિવડે જેનું મુખ વ્યાપ્ત થયેલું છે એવા ભરત હાથમાં આરતિ લઈને ઊભા રહ્યા. તે વખતે દિવસના આરંભમાં જે સૂર્ય શોભે તેવા તે શોભવા લાગ્યા. શક્રાદિક દેએ અને રાજાઓએ ચક્રવર્તીના શરીર ઉપર ચંદનના તિલકની શ્રેણું કરી, જે તેના સાંસારિક તાપને ભેદનારી થઈ પડી. પુષ્પોની વૃષ્ટિને ગ્રહણ કરી દક્ષિણ બાજુથી સર્વ અંધકારને હણનારી નીરાજના ઉતારતા ભરત રાજા બહુ શોભતા હતા. પછી ભારતે પોતાના હાથમાં એક શિખાવા માંગલ્ય દીપક લીધે, જે “આ જગતમાં દીપકરૂપ પ્રભુ એકજ છે' એમ સૂચવતો હોય તેમ જણાતું હતું. હર્ષથી કેમળ થયેલા ભરતે તે સમયે જે જે અર્પણ કર્યું તેની ભવિષ્યમાં થનારી ફળપ્રાપ્તિને જ્ઞાની પુરુષ જ જાણે છે. પછી ભક્તિના ભારથી શરીર સાથે પિતાના કર્મને પણ નમાડતા ભરતે આદિ પ્રભુને મંગળદીપક ઉતાર્યો. મંગળના સ્થાનરૂપ અને સંસારની જડતાને હણનાર તે મંગળ દીપને સર્વ જને સ્પર્શ કર્યો. પછી રોમાંચ કંચુક ધારણ કરી હર્ષાશ્રુ વર્ષાવતા ભરતે બે હાથ જોડી પ્રભુની નીચે પ્રમાણે સ્તુતિ પૂજા કરી.
“હે નાથ ! બુદ્ધિરૂપ ધનરહિત હું કયાં! અને ગુણના સાગર તમે કયાં ! તથાપિ તમારી ભક્તિએ વાચાલ કરેલો હું તમારી યથાશક્તિ સ્તવના કરું છું. હે જ“ગન્યૂય! તમે અનંત, અનાદિ અને અરૂપિ છે.ગીઓ પણ તમારા યથાર્થ સ્વરૂપને જાણતા નથી. હે સ્વામી ! આત્માના સ્વાર્થને ઘાત કરનારા રાગાદિ દુર્જય “શત્રુઓને તમે તારૂપ અસ્ત્રથી જીતી લીધા છે. જે બીજા દેવાભાસ છે, તેઓને “રાગાદિ શત્રુઓએ વિડંબના પમાડેલા છે, તેથી તેઓ અંતર શત્રુને છોડી બહિઃ “શત્રુને જ જુએ છે. અનંત જ્ઞાનના માહામ્યવાળા, ચારિત્રમાં ચતુર, અને જગત“માં દીપકરૂપ એવા હે નાભેય પ્રભુ! તમને નમસ્કાર છે. હે નાથ ! તમે યેગનાં
૧ એટલે તેની કીર્તિ આખી દુનિયામાં પ્રસરી. ૨ આરતિ. ૩ નાભિરાજાના પુત્ર.
For Private and Personal Use Only