________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો. વિષે પ્રા
મનુષ્ય, હાથી, પક્ષી, અને સઢિનાં કુળમાં ઉત્પન્ન થતા જે જીવેાને નામિષે જીવનકલાથી રહેલા જણાયછે અને જેનાથી આ જગના સર્વ પદાર્થો જાગ્રત છે, તે જગદીશપુત્રી બ્રાહ્મીને હું નમસ્કાર કરૂં છું. પરમ સમાધિપરાયણ ચાગીઓ ડાલરના પુષ્પ જેવા જેમને પેાતાના હૃદયકમળમાં રાખી નિરંતર સ્મરણ કેછે અને તેથી પાપસમૂહને દૂર કરી તત્ત્વને જાણેછે, તે ઉજ્વલ શીલધારી ભારતીને હું નમસ્કાર કરૂં છુ. સુર, અસુર અને નરાએ વંદન કરવાયાગ્ય શ્રીયુગાદીશના અંગથી ઉત્પન્ન થયેલાં અને શબ્દબ્રહ્મને પ્રસવ કરનારા બ્રાહ્મી મારા વિદ્મસમૂહની શાંતિને માટે થાઓ.”
આ પ્રમાણે સ્તુતિપૂર્વક પ્રણામ કરી ભરત સુંદરીનાં ચૈત્યમાં આવ્યા. ત્યાં તેની પૂજા કરી સ્તુતિ કરવા માંડી “હે સુંદરી બહેન ! તમે પૃથ્વીના આભૂષણરૂપ અને લક્ષણવાળાની નિત્ય લક્ષ્મી છે; તમારે માટે આ જગત્ બહુ પ્રકારે તપ કરે છે અને તમને માને છે. કાંકરા, અસ્થિ, અને ધાસ જેવા પદાર્થો રત, શંખ અને કાળી ચિત્રાવેલીપણાને પામે છેઅને તેમાં જે લક્ષ્મી રહ્યુરે છે તે તમારી દૃષ્ટિનાજ પ્રસાદ છે.' હે ભગવતિ ! નીચવંશમાં ઉત્પન્ન થયેલા પુરૂષ પણ તમારા લેશમાત્ર આશ્રયથી તત્કાળ કુલીન, બુદ્ધુ અને વૃદ્ધ જનને સેવવા યોગ્ય થઈ જાય છે. હે દેવિ ! તમારા પ્રસાદથી આ જગત્ સર્વ મનેરથનું પૂરનાર અને સર્વે જનને સેવ્ય થાય છે. હું લક્ષ્મી ! લેૉકાના મનમાં જે ધર્મને આદર થાય છે, તેનું કારણ તમારા આશ્રિત જનાનું અવલાકનજ છે. જગતને હિતકારી અને આદિનાથના કુળરૂપ સાગરમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મીરૂપ હે દેવી સુંદરી ! તમેજ બુદ્ધિરૂપ, કૃતિરૂપ, અને મતિરૂપ છે; તેથી તમારી અમે સ્તુતિ કરીએ છીએ. ’
२
આ પ્રમાણે સુંદરીની સ્તુતિ કરી ભક્તિભારથી ઉન્નત એવા ભરત તેમને પ્રણામ કરીને શ્રીજિનપૂજામાં તત્પર થયા. પછી બધા પ્રાસાદે ઉપર ગણુધરાએ પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણ, રૂપ્ય અને વસ્ત્રમય ધ્વજાએ ચડાવી. પછી ઉત્તરાસંગ કરી ચક્રવર્તી ગુરૂનીપાસે આવ્યા અને પ્રદક્ષિણા દઇને ગુરૂના ચરણની પણ પૂજા કરી. ચક્રવર્તીએ ચંદનથી ગુરૂના ચરણને ચર્ચિત કર્યો. પછી ચક્રવત્ત્તને ચંદનનું તિલક
૧ ભગવતી સુંદરીના પ્રભાવથી કાંકરા રભ થાય છે, હાડકાં દક્ષિણાવર્ત્ત શંખ થાય છે અને ઘાસ ચિત્રાવેલી થાય છે. સુંદરી તપની સાક્ષાત્ મૂર્ત્તિ છે અને તપના પ્રભાવથી ઉપર જણાવેલો ફેરફાર થાય છે એ અત્ર ભાવ છે. ભા. ક.
૨ લક્ષ્મીવાને જોઇને ખીજા પ્રાણીઓ તેવા લક્ષ્મીવાન થવા માટે ધર્મનો આદર કરે છે. સુંદરીના આશ્રિત તરીકે અત્રે લક્ષ્મીવાન્ ગૃહસ્થો સમજવા. ભા. 3.
For Private and Personal Use Only