________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
શત્રુંજય માહાસ્ય.
|[ ખંડ ૧ લો. આંબા, જાતિ, ચંપક, ગુલાબ, લવીંગ, ચંગ અને નારંગી, વિગેરેના આ બીજાં વૃક્ષે કેવા શેભે છે! જુઓ આ દેવ, કિન્નર, ગંધર્વ અને વિદ્યાધરની કુલીન સ્ત્રીઓ શ્રીયુગાદિ પ્રભુના ગુણ ગાઈને પિતાના તાપ હરે છે. તમાલ, હિંતાલ અને તાલની માળાવડે આકુલ એવા આ વનમાં સંઘલોકનું મન ક્ષણવાર વિશ્રાંત થાય છે, તેથી આ સરિતાના ચપળ તરંગથી સંકુલ એવા કાંઠા ઉપર આદરથી બેસીને સર્વ સંઘના લેક પિતાના માર્ગતાપને દૂર કરો. મધુપાનવડે વિલાસ કરતી ભમરીઓના સંગીતવડે સુંદર આ પર્વત ઉપર સંઘની મૃગાક્ષીઓ ક્ષણવાર આનંદથી ક્રીડા કરે. હે પ્રભુ ! અત્યારે ગગનમણિ-સૂર્ય આકાશના મધ્યભાગે આવેલો છે, તેથી તાપની પીડાને દૂર કરનાર આ ઉદ્યાનને પવન ક્ષણવાર આપ પણ આદરથી સે. હે મહારાજા ! ચિત્તને સ્થિર કરી અહીં વિશ્રામ કરે. કારણ કે માર્ગ પરિશ્રમ પાથજનને પીડા કરે છે. ”
આવાં શક્તિસિંહનાં મનહર વચન સાંભળી ક્ષણવાર મનમાં વિચારી ભરતે વર્દકીરત પાસે ત્યાં સંધને પડાવ કરાવ્યું. તે વખતે કોઈ મૃગાક્ષીઓની સાથે પુષ્પ ચુંટવા લાગ્યા કોઈ ધર્મિજન આમ્રફળને ગ્રહણ કરવા લાગ્યા; કઈ માર્ગશ્રમને દૂર કરવા મૃગલેચનાના કટાક્ષ જેવા ચંચળ સરિતાના જળમાં સ્નાન કરવા લાગ્યા; કઈ પુષ્પવડે સંથારા કરવા લાગ્યા; કોઈ વનનાં સૌન્દર્યનું વર્ણન કરવા લાગ્યા; ચંપકના પુષ્પ જેવા ગૌર અંગવાળી કઈ રમણુઓ મંડલાકાર થઈ ક્ષણવાર રાસડા લેવા લાગી અને કેઈ પિતાને પતિ નજીક આવતાં તેને હિંચકવાની કળાને અભ્યાસ અને મુખવડે દિવસે પણ ચંદ્રને શ્રમ બતાવવા લાગી. આ પ્રમાણે સર્વ સંઘાળુઓ હર્ષથી ખેલતા હતા, તે સમયે ભરતચક્રી પણ શક્તિસિંહને સાથે લઈ વનમાં ગયા. જાણીતા શક્તિસિંહે નામ લઈ લઈને બતાવેલી વનની રમણીયતા સ્થાને સ્થાને જોતા ભરત આગળ ચાલતા હતા. તે વખતે મોતીના ચૂર્ણ જેવા ઉજવલ જળવડે પૂર્ણ ભરેલ અને લેચનને રમણીય લાગે તે એક કુંડ ભારતના લેવામાં આવ્યું. તે કુંડ શતપત્ર વિગેરે વિવિધ જાતિનાં સુવર્ણસમાન કમળથી અને કલહંસની પાંખોના ધ્વનિઓથી ઘણો મનહર લાગતો હતો. ત્યાં મંદ મંદ ગર્જના સાંભળીને આનંદ પામેલા ચક્રવર્તીએ હર્ષથી શક્તિસિંહને કહ્યું “હે શક્તિસિંહ! તમે અહીં રહેવાથી સર્વ વાતથી જાણીતા છે, માટે આ મનોહર કુંડના પ્રભાવની વાર્તારૂપ અમૃતના સિંચનથી મારો શ્રવણને પવિત્ર કરે.” ચક્રવર્તીનાં તેવાં વચન સાંભળી શક્તિસિંહે કહ્યું “એક વખતે પૂજયપિતાશ્રી અહીં આવેલા ૧ કેરી,
For Private and Personal Use Only