________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮ શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો. વડે તે નગરી શોભાવડે સ્વર્ગપુરીને પણ હસી કાઢતી હોય તેમ દેખાતી હતી. તે નગરીની મધ્યમાં નિર્મલકાંતિવાળે શ્રી યુગાદીશ પ્રભુને પ્રાસાદ કરેલ હતો. તે પ્રાસાદ શિખરેથી શાખાવાળ, વજાઓથી પત્રવાળા, ચુનાથી પુપસહિત, કળશથી ફળ ધરનારો અને નિર્વાણ સુખને આપનાર હોવાથી રસથી ભરપૂર એવો ભરતરાજાને અક્ષય યશવૃક્ષ ઉગેલું હોય તેવો દેખાતો હતો. જ્યાં વાપિ, ફૂપ, સરવર દીધિંકા તથા હેજ વિગેરે જળાશ અને મનહર ઉધાન શોભી રહ્યાં હતાં તે નગરને જોવાથી આનંદને ઉદય થતો હતો તેથી તેનું આનંદપુર એવું નામ રાખ્યું. સૌરાષ્ટ્રદેશની સીમામાં આવેલું હોવાથી એ નગર શક્તિસિંહને અર્પણ કર્યું.
પછી તીર્થયાત્રા કરવામાં ઉત્સુક એવા ભરત, ગણધરોમાં મુખ્ય એવા શ્રીનાથગણધરની પાસે આવ્યા એટલે તત્કાલ ગણધરમહારાજ સર્વ મુનિઓની સાથે આગળ ચાલ્યા. એમની પાછળ ભરતરાય ચાલ્યા. વિકસિત નેત્રે ઊર્ધ્વમુખ કરી ગિરિરાજને
તો સર્વ સંઘ જાણે પુણ્યની સેના હોય તેમ ભરતેશ્વરની પછવાડે ચાલ્ય. તેમની પાછળ કસુંબાનાં વસ્ત્ર પહેરેલાં હેવાથી જાણે લોકોને તીર્થપર રાગ બતાવતી હોય તેવી યુવતીઓ ઊંચે સ્વરે ધવલમંગલ ગાતી ચાલવા લાગી. તે વખતે ભંભા, નિશાન, કાંસી, તાળ, વિણ અને મૃદંગના ધ્વનિઓથી સર્વ જગમાં એક આકાશગુણ જ વ્યાપી રહેલ હતો. સર્વ સંઘલક ઊંચું મુખ રાખીને પર્વતપર ચઢતાં જાણે મુક્તિગૃહને જોતા હોય તેમ મનહર દેખાતા હતા. મહારાજા ભરત ઉત્તર તરફને માર્ગે ચઢતા હતા અને બીજા સર્વ પિતપોતાની શક્તિ પ્રમાણે જુદે જુદે માર્ગ કૌતુકથી ચઢતા હતા, તે વખતે સુધર્મા ગણધરના ચિલણ નામે તપરવી શિષ્ય લેકેથી વીંટાઈને પશ્ચિમ માર્ગથી ગિરિપર ચડતા હતા. સર્વ શ્રાવકો દશ જન સુધી ચડ્યા, ત્યારે તેમને ઘણું તૃષા લાગી; તેથી તેઓએ ચિલ્લણ મુનિને કહ્યું કે “હે મહારાજ! પ્રાણને હરી લે તેવી અમોને તૃષા લાગી છે. આ તૃષાને લીધે જળવિના અમારા પ્રાણ ભગવંતના દુર્લભ ચરણકમળને જોયાવિના અહીં જ ચાલ્યા જશે.” પછી તેમને પ્લાન થયેલા જોઈ મુનિએ તેમને જળપાત્ર બતાવ્યું. તે સમયે તેઓ બોલ્યા “હે સ્વામી ! આટલા જળથી અમારી સૌની તૃષા હણાય તેમ નથી. માટે તપની લબ્ધિથી તમે એટલું જળ નિષ્પન્ન કરે છે જેથી સર્વે સદા સુખી રહે. તે સાંભળી સંઘલકનું સદા સાંનિધ્ય ઈચ્છતા તે ચિલ્લણ મુનિવરે પિતાની પાસેના પાણીને નાખવાવડે તપલબ્ધિથી ત્યાં એક સુંદર સરોવર કર્યું. મંદ મંદ પવનની લહરીથી જેનું જળ મનહર જણાય છે
૧ શબ્દ. આકાશને ગુણ શબ્દ છે.
For Private and Personal Use Only