________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
શત્રુંજયમાહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
મુક્તિને પામેછે. બીજા તીર્થમાં જપ, તપ અને દાન કરવાથી જે લ થાય, તેના“ થી કાટિગણું પુણ્ય આ તીર્થના સ્મરણમાત્રથી થાયછે. અહીં આવીને જે મનુષ્ય રથ, “અશ્વ, પૃથ્વી, હાથી, સુવર્ણ, રૂપું, અને મણિનું દાન આપે તે હર્ષથી ચક્રી અને ઇં“દ્રપણાનું પદ ભાગવે છે. આ તીર્થમાં જે ઇંદ્રોત્સવાદિ કાર્ય કરેછે તે સર્વે ભાગને “ભાગવી નિશ્ચે મુક્તિને પામે છે. આ ગિરિ સર્વ તીર્થમાં તીર્થરાજ છે અને સર્વ ૫“વંતામાં ઉત્તમ ગિરિ છે, તેથી મુક્તિને આપનાર આ ગિરિને સારીપેઠે લો, હું “મુનિ! આ અવસર્પિણીને વિષે જેમ મારાથી વિશ્વસ્થિતિ તેમ તમારાથી આ તીર્થં પ્રસિદ્ધ થશે. બળાત્કાર કે અનભ્યાસવિના (અભ્યાસવડે) ઈંદ્રિયાને નિયમમાં લાવી મન ને પ્રાણ સાથે જોડી દઇને પરમપદ્મને વિષે પ્રવીણ કરો. આ તીર્થમાં ત્રણ પ્ર“કારના ધ્યાનથી સ્ફટિક મણિ જેવા નિર્મલ આત્માનું ધ્યાનધરી અને આશ્રવનાં ૫“રિણામ રૂંધી અન્ય કાંઈપણ ચિતવશેા નહીં. જેથી નિર્વિકલ્પલયને પામી, સ્વસંવેદ્ય “સુખને અનુભવતા, પાંચ હવાક્ષરના ઉચ્ચાર જેટલા કાળવડે, શુભાશુભ કર્મને “નાશ કરી, ધાતકી કર્મને ખાળી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી, આ ક્ષેત્રના માહાત્મ્યથી “તમે મુક્તિના વલ્લભ થશે. ’’
આ પ્રમાણે મહામુનિ પુંડરીકને અનુશાસન આપી ભગવાન્ ઋષભદેવે *લાકયના હિતની ઇચ્છાથી અન્યત્ર વિહાર કર્યો. ત્રણ લેાકના નિવાસી પ્રાણી આ પ્રમાણે સર્વજ્ઞનું સંભાષણ સાંભળી, તીર્થના અનુરાગી થઈ આનંદથી પાતપે તાને સ્થાનકે ગયા. ચંદ્રની જેમ સૌમ્ય રસવાળા પુંડરીક ગણધર પાંચ કાઢિ મુનિસહિત ત્યાંજ રહ્યા. પછી તે મહાશય પેાતાની સાથે રહેલા પુણ્યવાન પ્રાણીઓના હિતને માટે પરમસવેગરૂપ અમ્રુતવડે ભરપૂર એવી વાણીવડે કહેવા લાગ્યા‘આ ગિરિ ક્ષેત્રાનુભાવથી સિદ્ધિસુખનું સ્થાન છે અને વિજય કરવા ઇચ્છનારાને દુર્ગની જેમ કષાયરૂપ શત્રુને સાધવાનું સ્થાન છે. હવે આપણે હમણા મુક્તિનું કારણ એવી સંલેખના કરવી યાગ્ય છે. તે લેખના દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે. સર્વ ઉન્માદ તથા મહા રોગના નિદાનરૂપ ધાતુઓને શેષણ કરનારી દ્રવ્યસંલેખના કહેવાય છે. અને મેાહમાત્સર્યયુક્ત રાગ દ્વેષાદિ કષાયના સમાધાનીથી જે ઉચ્છેદ કરવા તે ભાવસલેખના કહેવાય છે.” આ પ્રમાણે કહી મહાશય પુંડરીકે પાંચ કાટિ સાધુઓની સાથે સર્વ સૂક્ષ્મ બાદર અતિચારને આલાગ્યા. પછી પેાતાનાં મહાત્રતાને દૃઢ કર્યાં; કારણ કે વારંવાર દીધેલા અગ્નિના તાપ સુવર્ણની શુદ્ધિને માટે થાય છે. પછી તે બેલ્યા કે “ ચાત્રિશ અતિશયથી
૧ પુંડરીક સ્વામીથી. ૨ મુક્તિ રૂપી સ્ત્રીના પતિ, ૭ કિલ્લાની.
For Private and Personal Use Only