________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મે. ]
સંઘપતિ પદને મહિમા અને લાભ. સૈન્યપતિઓ, રાજાઓ, અને અંત પુરથી પરવરેલા તથા શ્રેષ્ઠીઓ, સાર્થવાહ, ચારણે, બંદિ જને, અને ગંધર્વેએ સર્વ પ્રકારે સેવેલા, આકાશને છત્રમય ને દિશાઓને ચામર વજમય કરતા અને સૈન્યથી પૃથ્વીને પૂરતા ભરતરાજા પ્રભુના સમવસરણ પાસે આવ્યા. પૂર્વદ્રારથી સમવસરણમાં પ્રવેશ કરી પ્રભુને પ્રદક્ષિણા કરી ચક્રવતો આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
“શ્રીજિનેના અધીશ, કરૂણાના સાગર, અને સંસારરૂપ અરણ્યમાંથી નિતાર “કરનાર હે વત્સલ સ્વામી! તમે જય પામે. ચિરકાળ થયા ઉત્કંઠિત એવા મને “આજે દૃષ્ટિગોચર થયા, તેથી હું ધારું છું કે પૂર્વે કરેલું મારું શુભ કર્મ આજે ફલિત થયું. તમે વીતરાગ છે, તેથી તમારા ચિત્તમાં હું રહું છું, તે વાર્તા તો કેમ સંભવે! “પણ તમે મારા ચિત્તમાં રહે, એટલે પછી મારે બીજા કશાની જરૂર નથી. સુખ
માં, દુઃખમાં, નગરમાં, અરણ્યમાં, જળમાં, અગ્નિમાં, રણમાં, દિવસકે રાત્રિમાં તમારા “ચરણ મારા ચિત્તમાં સદા રહો.” આ પ્રમાણે જગદીશની સ્તુતિ કરી અને પ્રભુને પંચાંગ પ્રણામ કરી ચક્રવર્તી ભરત જાણે ઈંદ્રના અનુજબધુ હેય, તેમ તેની પછવાડે બેઠા. પછી પ્રભુએ સર્વ ભાષાને અનુસરતી અને એક જનસુધી પહોંચે તેવી વાણીવડે આ પ્રમાણે દેશના આપી. “સુપાત્રમાં દાન, શ્રી સંઘની પૂજા, મહા પ્રભાવના, મહેસૂવડે કરેલી તીર્થયાત્રા, સિધાંતનું લેખન, સાધમ વાત્સલ્ય, “ગુરૂ આગમને મહેસવ, સમદૃષ્ટિ અને શુભધ્યાન –એ અનંત સુકૃત ઉત્પન્ન કરાવનારાં સ્થાન છે.”
આ પ્રમાણે દેશના સંપૂર્ણ થયા પછી ભરતચક્રીએ મસ્તકવડે પ્રણામ કરી ઉગ્રવારના નિર્દોષથી સમુદ્રને લજાવે તેવા ગંભીર શબ્દવડે પ્રભુને પૂછયું. “સ્વામી ! તમે સંઘપતિના પદનું વર્ણન કરેલું છે, તો તે પદ કેવી રીતે પ્રાપ્ત થાય? અને તેનાથી આ સંસારની પીડાઓમાં શું શુભફળ પ્રાપ્ત થાય? તે કહ” તે સાંભળી પ્રભુ બોલ્યા “હે રાજા! જેવું તીર્થકર પદ તેવું સંધપતિ પદ છે, તે વિષે કહું તે “સાંભળે. જેમ સંપત્તિ છતાં પણ ભાગ્યવિના પુંડરીકગિરિ પ્રાપ્ત થતું નથી, તેમ ભાગ્યવિના સંધપતિનું પદ પ્રાપ્ત થતું નથી. ઈંદ્રપદ અને ચક્રવર્તીનું
પદ સ્લાધ્ય છે, પરંતુ તે બંનેથી પણ નવીન સુકૃત ઉપાર્જન કરવાથી સંઘપ“તિનું પદ અતિ સ્લાધ્ય છે. સંઘપતિ ઉત્તમ દર્શનશુદ્ધિને પ્રાપ્ત કરીને અતિ દુર્લભ “એવા તીર્થંકર નામ ગોત્રને ઉપાર્જન કરે છે. શ્રીસંઘ અરિહંતને પણ સર્વદા માન્ય “અને પૂજ્ય છે, તેથી તેનો જે પતિ થાય તે તે લત્તર સ્થિતિવાળો જ છે. જે ચતુ૧ શ્રેષ્ઠ. ૨ વખાણ કરવા-પસંદ કરવા ગ્ય.
For Private and Personal Use Only