________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મો.]
ચૈત્રી પૂર્ણિમાને મહિમા. યુક્ત અને મુક્તાફલ સમૂહના જેવી પ્રભાવાળા ગેલેક્શવામી સર્વે જિનેશ્વરભગવંતનું મારે શરણ થાઓ. અનંત અક્ષયસ્થાનને પ્રાપ્ત થયેલા અને પરવાળા જેવી કાંતિવાળા, પન્નર ભેદથી ભિન્ન એવા સિદ્ધ ભગવંતનું મારે શરણ થાઓ. મહાવ્રતધારી, ધીર, સર્વ સાવધ કર્મને ત્યાગ કરનારા અને ઇંદ્રનીલમણિના જેવી કાંતિવાળા સર્વે મુનીશ્વરેનું મારે શરણ થાઓ. કેવળી ભગવતે યથાર્થ રીતે કહેલો અને જીવદયાએ વ્યાપ્ત એવા સ્ફટિકમણિવત્ પ્રકાશિત ધર્મનું મારે શરણ થાઓ.ચોરાશી લાખ છવાયોનિમાં મારું પુનઃ દિયારહિત સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ. મન, વચન અને કાયાની શુદ્ધિવડે, અજ્ઞાનપણે કરેલા અઢાર પાપરાઅને હું તજી દઉં છું. એકેંદ્રિયાદિ સર્વ સૂક્ષ્મ જંતુઓ વૈરરહિત એવા મારેવિષે ક્ષમા કરે. કર્મથી સંસારમાં ભમતા એવા સર્વ પ્રાણી સાથે મારે મિત્રતા છે. હું એકલેજ છું. અહંતને શરણે રહેલા એવા મારે મારું બીજું કોઈ નથી.” આ પ્રમાણે કહી તેમણે સર્વ મુનિઓસાથે નિરાગાર અને દુષ્કર એવું ચરમભવી અનશન ગ્રહણ કર્યું. ક્ષપકશ્રેણપર આરૂઢ થયેલા એવા એ મહાશયનાં ઘાતી કર્મ જીર્ણ રજજુની પેઠે તૂટી ગયાં. તેમજ પંચકોટિ સાધુઓનાં પણ ઘાતિકર્મ તૂટી ગયાં. કેમકે “તપ તે સર્વને સાધારણ છે. તપથી રાજ્ય મળે છે, તપથી સ્વર્ગસંપત્તિ પ્રાપ્ત થાય છે અને તપથી મોક્ષસુખ મળે છે; તેથી તપ ત્રણ લોકને વશ કરનાર છે. એક માસને અંતે ચિત્રમાસની પૂર્ણિમાને દિવસે પ્રથમ પંડરીક મુનિવયેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી અન્ય મહાત્માઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ શુકલધ્યાનને ચોથે પાયે તે યોગીઓ રહ્યા, એટલે ક્ષણવારમાં બાકીનાં સર્વ કર્મોને ક્ષય કરી મોક્ષ પદવીને પામ્યા. તત્કાળ દેવતાઓએ આવી મોટા ઉત્સાહથી મરૂદેવીમાતાની જેમ તેમને નિવણગમન ઉત્સવ કર્યો.
આ અવસર્પિણમાં જેમ શ્રી ગષભસ્વામી પ્રથમ તીર્થંકર થયા તેમ પુંડરીક સ્વામી વિગેરેના નિર્વાણથી માંડીને આ તીર્થ થયું. જ્યાં માત્ર એક મુનિ સિદ્ધ થાય, તે પણ તીર્થ કહેવાય છે, તે ત્યાં એટલા બધા મુનિવરો સિદ્ધ થયા, તેથી તે તીર્થોત્તમ તીર્થ કહેવાય છે. ભગવાન કષભ પ્રભુ ફાલ્ગન માસની શુક્લ અષ્ટમીએ શત્રુંજય ઉપર આવ્યા હતા, તેથી જગમાં તે અષ્ટમી પર્વ પ્રસિદ્ધ થયું. પ્રાણને ભાવિ સંસારમાં શુભાશુભ આયુષ્યને બંધ કરવાનું કારણ હોવાથી તે અછમી અને ચિત્રીપૂર્ણિમા બન્ને પર્વ પ્રખ્યાત થયાં. એ બન્ને પર્વને વિષે આ તીર્થમાં ભક્તિવડે જે અલ્પ પણ આપ્યું હોય તે તે સારા ક્ષેત્રમાં વાવેલાં બીજની જેમ
૧ જે અનશનમાં કોઈપણ પ્રકારને અપવાદ-છૂટ નથી એવું.
કે
૨૨
For Private and Personal Use Only