________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લે. સગ્ન થાને રહ્યો છું, તો મારે ગજેંદ્રની પ્રાપ્તિ ક્યાંથી હાય ! અરે ! મારા જાણવામાં આવ્યુંઃ મારામાં જે માન છે તે ગજેંદ્ર છે. મને પહેલાં વિચાર થયો હતો કે મારાથી લધુ બંધુઓને હું કેમ જઈને નમું? અહા ! આવું દુરિત વૃથા થાઓ. હું તેમને નમસ્કાર કરું છું. માન ધરવાથી, પુણ્ય, કીર્તિ, યશ, લક્ષ્મી સ્વર્ગ, અને અદ્ભુત સામ્રાજય–સર્વ નાશ પામે છે, દુર્ગતિ પ્રાપ્ત થાય છે. આ ત્મિક ગુણની હાની કરનાર, મોટા ગુણેને હરનાર, ધર્મરૂપ લક્ષ્મીને ચોરનાર, નીચ ગોત્રરૂપ વૃક્ષમાં મેઘ સમાન, સૌભાગ્યની શોભાને નાશ કરનાર, કીર્તિને વિદારવામાં મુદ્ગર તુલ્ય, મોક્ષસુખરૂપ ઉદ્યાનને બાળનાર અને સુકતશ્રેણિરૂપ રાત્રિમાં સૂર્યરૂપ એવા માનને પુરૂષ ત્યજી દે છે. તેથી હવે માનને છોડી દઈને મારી અને ગાઉ ચારિત્રને ગ્રહણ કરનારા બંધુઓને પિતાશ્રીની પેઠે હું નમસ્કાર કરીશ.” આપ્રમાણે મનમાં વિચારીને બાહુબલિ મુનિ જેવા પિતાની પાસે જવા તૈયાર થયા, તેજ વખતે માન છેડનારા બાહુબલિની ઉપર પ્રથમથી બહુ રાગ ધરી રહેલી કેવળ જ્ઞાનરૂપ લક્ષ્મી, સર્વ જગતના ભાવને સમકાળે બતાવતી તેના આત્મામાં પ્રગટ થઈ. પછી દેવતાએ આપેલા મુનિવેશને પ્રાપ્ત કરી, દિવ્ય અને ઉત્તમ જ્ઞાનવડે શુદ્ધતત્વને જાણું, ત્યાંથી પ્રભુ પાસે જઈ પ્રભુને પ્રદક્ષિણા કરીને એ દક્ષ મુનિવર, કેવળ જ્ઞાનીઓની પર્ષદામાં બેઠા.
એવી રીતે બલવામાં પણ બલવાન એવા બાહુબલિએ એક સાથે ભારતચક્રવર્તીને અને કર્મના સમૂહને જીતી લીધા અને છેવટ પિતાનામાં જે માન હતું, તેને પણ તત્કાળ છોડી દીધું.
इत्याचार्य श्रीधनेश्वरमूरिविरचिते महातीर्थे श्रीशत्रुजयमहात्म्ये
भरतबाहुबलिसंग्रामवर्णनो नाम चतुर्थः सर्गः॥४॥
For Private and Personal Use Only