________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહા”.
[ ખંડ ૧ લ. છે કે જેણે રાત્રિએ જઈને પિતાના ચરણ કમળને વાંધો નહીં. હે ભગવન! તમે ખરેખર પૃથ્વીમાં એકજ વીતરાગ છે, બીજું કોઈ નથી કે જે પુત્રઉપર પણ લેશ માત્ર રાગવાનું થયા નહીં, તેમજ મમતા પણ રાખી નહીં.” આ પ્રમાણે પોકાર કરી રૂદન કરતા મારા પિતા બાહુબલિને મુખ્ય મંત્રીઓએ સમજાવ્યા. પછી પૃથ્વીપર પડેલી પ્રભુના ચરણની પ્રતિમાને નમસ્કાર કર્યો. હે ચક્રવર્તી ! “પછી પિતાશ્રીના ચરણકમળને બીજું કોઈ સ્પર્શ કરે નહીં એવું ધારી તેમણે આ ઠેકાણે આ પ્રાસાદ સહિત મહા ઉન્નત ધર્મચક કરાવ્યું છે. “મોટું કે નાનું કાંઈ પણ ધર્મ કૃત્ય જે આરંભળ્યું હોય તે તે સદબુદ્ધિવાળા પુરૂષ પ્રયતથી અવિલંબે કરવું. ધર્મના કાર્થમાં વિસ્તાર કરવાને માટે પણ વિલંબ કરે નહિ. જુઓ, બાહુબલિરાજાએ એક રાત્રિ વિલંબ કર્યો તો પ્રભુને વંદના કરી શક્યા નહીં.” આ પ્રમાણે સાંભળી ચક્રવર્તી તે ધર્મચકને નમસ્કાર કરી, તક્ષશીલા નગરીમાં આવ્યા. ત્યાં અનેક રાજાઓની પાસે સોમયશાને. મોટા ઉત્સવથી અભિષેક કરાવ્યું. ત્યાંથી માંડીને અનેક પુરૂષરત્નોની ઉત્પત્તિનું કારણ અને સેંકડો શાખાવડેયુકત એવો પૃથ્વીમાં સમ (ચંદ્ર)વંશ પ્રવર્યો. સમયશાને રૂપવતી અને કુલવતી સુત્રતા વિગેરે જોવીશ હજાર સ્ત્રીઓ હતી. તેનાથી જગતમાં પ્રખ્યાત પરાક્રમવાળા શ્રેયાંસ વિગેરે બહોંતેર હજાર પુત્રો થયા. બત્રીસ લાખ ગામ, સો પત્તન અને ત્રણ નગરનું સોમયશા રાજ્ય કરવા લાગે. તેને ચુંમાલીશ લાખ રથ, એક લાખ હાથી, પાંત્રીસ લાખ સૂર્યના અશ્વો જેવા ઘોડા અને સવારેડ પાયદળની સેના હતી અને સાતસો રાજાઓ તેની આજ્ઞાને ધારણ કરનારા હતા.
પછી સમયશાએ, સર્વ રાજાઓએ અને સર્વજોએ પૂજેલા ભરતચી ત્યાંથી પોતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં કાઉસગ્ગ મુદ્રામાં રહેલા બાહુબલિના ચરણમાં પ્રણામ કરી ભરત મોટા ઉત્સવથી વિરાજિત અધ્યાપુરીમાં આવ્યા. ત્યાં સુર, અસુર અને મનુષ્યોના સમૂહે સેવાચેલા ભરત રાજા સુખકારી પિતાની જેમ પ્રજાનુ પાલન કરવા લાગ્યા. અહીં બહુલી દેશના રાજા બાહુબલિ સર્વ સાવધ કમેથી રહિત અને સર્વ પ્રાણુઓને હિતકારી થઈ કર્મને ખપાવવાને માટે કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા ત્યાં નિશ્ચળ અંગવાળા તે મુનિચંદ્ર બાહુબલિને જોઈ દેવતાઓ તર્ક કરતા હતા કે, “શું આ ધ્યાનાધિરૂઢ રમૂર્તિ હશે ! ના પૃથ્વીમાંથી કોતરેલી પ્રતિમા હશે ! અથવા આકાશમાંથી અવતરેલા કોઈ દેવ હશે ! ” બાહુબલિ મુનિપતિ, નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ રાખી , શ્રી જિનેશ્વર ભગવંતની નિર્મલ જેતિનું ચિતવન કરતા હતા. તેઓ મેરૂ પર્વતની પરહિત રહેવાથી, નેત્રની કીકીને
For Private and Personal Use Only