________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મે.] આદિનાથે કહેલો શત્રુંજયનો મહિમા.
૧૬૩ કરવામાં પ્રીતિવાળી બુદ્ધિ, ગુરૂની સેવા, અપયશથી ભય, કરેલા પાપને દૂર કરવાની ઇચ્છા અને સારા ધર્મમાં પ્રીતિ હંમેશાં થયા કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ–એ ચાર પુરૂષાર્થ જેનાથી સધાય, તેવા મનુષ્યભવની સ્તુતિ કરવાને કોણ સમર્થ છે? જેમ ન્યાયમાર્ગથી ઉપાર્જન કરેલી સંપત્તિ પણ જે દાનેશ્વરના ઘરનેવિષે હેય તો કૃતાર્થ થાય છે તેમ કદિ આર્યદેશમાં મનુષ્યપણું પ્રાપ્ત થયું હોય તે પણ જે વિવેકથી ઉજવલ કૂળમાં જન્મ હોય છે તે પ્રશંસનીય થાય છે. જે ઉઘોગી પુરૂષ આયુષ્યને એક ક્ષણ ભાગ પણ પ્રમાદથી વૃથા નિર્ગમન કરતા નથી, અને ચિરકાળ સુધી ધર્મકર્મના ઉધોગમાંજ આયુષ્ય ગાળે છે, તે પુરૂષે પૃથ્વી પર સદ્વિવેકી ગણાય છે. તેમાં પણ જે કાસ, શ્વાસ, સંગ્રહણું, અર્શ, રક્તપિત્ત અને જવરાદિક રોગોથી નિત્ય પીડિત છે, તેને પુપાર્જન ક્યાંથી થાય! પ્રાયઃ સત્વ દીનતાને માટે, શૌર્ય પરાભવને માટે, ઉઘોગ દુઃરિથતિને માટે અને ઉજવલ કૂળ પાપને માટે થતું જ નથી.”
આ પ્રમાણે દેશના પૂર્ણ થયા પછી પ્રભુએ પુંડરીક ગણધરને કહ્યું “આ તી“ર્થરાજ શત્રુંજય ગિરિ મોક્ષનું ગૃહ છે. આ ગિરિપર ચડેલા પ્રાણીઓ અતિદુર્લભ કાચને પણ સત્વર મેળવી શકે છે, તેથી આ ગિરિ શાશ્વત તીર્થરાજ છે. “આ અનાદિ તીર્થ ઉપર અનંત તીર્થંકરો અને અનંત મુનિવરે પોતાના કર્મ“સંચયને ખપાવીને સિદ્ધ થયા છે. અહીં જે ક્ષુદ્ર અને હિંસક પ્રાણુઓ છે, તે પણ ત્રણ ભવે ઉત્તમ સિદ્ધિને પામે છે. જે અભવ્ય અને પાપી જીવે છે, તે આ પર્વ“તને જોઈ શકતા નથી. કદિ રાજયાદિક મેળવી શકાય, પણ આ તીર્થે મેળવવું “મુશ્કેલ છે. જયારે તીર્થંકર મુક્તિ પામશે, અને પૃથ્વી પરથી જ્ઞાન ચાલ્યું જશે, “તે સમયે લેકીને શ્રવણ અને કીર્તનથી તારનાર માત્ર આ ગિરિરાજજ થઈ ૫“ડશે. જ્યારે દુષમ કાલ આવશે, કેવલ જ્ઞાન ચાલ્યું જશે અને ધર્મ શિથિલ “થશે તે સમયે આ તીર્થ જગતને હિતકારી થશે. જેમાં જિનેશ્વરમાં હું, પર્વતેમાં મેરૂ, અને પિમાં જંબૂદીપ મુખ્ય છે, તેમ સર્વ તીર્થોમાં આ તીર્થ “મુખ્ય છે. આ તીર્થનાથને પોતાના આખા જન્મમાં પણ જેઓ જોતા નથી, તે મનુષ્યરૂપે પશુના પણ પશુ છે. અનંત તીર્થકરે, કેવલ જ્ઞાનીઓ અહીં “આવીને મેક્ષ ગયા છે અને આગળ જશે. ભૂતકાળે થયેલા જે જે તીર્થકરો અને
હીં આવ્યા છે તે આ રાજાદની વૃક્ષની નીચેજ સમેસર્યા છે અને આગામી કાળે “જે આવશે તે અહીં જ સમેસરશે. પ્રથમ તીર્થ સુરાષ્ટ્ર દેશ, પછી શત્રુંજય ગિરિ, ૧ લોકને છેલ્લો ભાગ, મેક્ષ.
For Private and Personal Use Only