________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લે. બનાં વૃક્ષેથી તેને દેખાવ સુંદર લાગતો હતો. સર્વ પર્વતને રાજા હોવાથી ચમરીમૃગોના પુંછના ચામરથી વીંજાતે હતો. જિનમંદિરના ઊંચા શિખર પર રહેલા કલશરૂ૫ છત્રોથી તે વીંટાએલો હતો. હજારે ઊંચાં શિખરેથી તેના મસ્તક પર મુગટની શોભા છુટ લાગતી હતી. વિચિત્ર મણિરત્નના કિરણસમૂહથી તે આકાશને વિચિત્ર રંગવાળું કરી દેતો હતે. નદી, દ્રહ, કુંડ અને વાપિકાઓની સુંદર શોભાને ધરતો હતો, અને જળાશયમાં રહેલાં વિસત કમળથી તે સ્વર્ગને પણ હસતે હતે. કિનાર સ્ત્રીઓ કલ્પવૃક્ષની ઘાટી છાયામાં બેસી પોતાના ભર્તારની સાથે શ્રી આદિનાથના ગુણેની શ્રેણીનું ગાન કરતી હતી. દર્શનથી વિશ્વને પવિત્ર કરતો અને સ્પર્શથી પાપસમૂહને હરતો એવો તે ગિરિરાજ નેત્રનું એક રસાયન અંજન હતો. અનેક મુમુક્ષુ એવા સિદ્ધ, ગંધર્વ, વિદ્યાધર, મનુષ્ય, સુર, અસુર, સર્ષ અને સિંહાદિ પ્રાણુઓ તેને સેવતા હતા. અનંત સિદ્ધોનું સ્થાન અને અનંત સુખને આપનાર એ ગિરિ પ્રાણીઓને અનંત ભવરૂપ સાગરમાં પરૂપ હતા. આસપાસ રહેલા બત્રીસ હજાર ગામેથી તે વિભૂષિત હતું, નિરંતર નીકળતાં સમુદ્રનાં રોથી તેની મેખલા બંધાયેલી હતી, છત્ર જેવાં છાયાદાર વૃક્ષેથી તેમાં મધ્યાહુકાલે પણ તાપ જણાતો નહતો અને સેરઠની સુંદરીઓનાં ગીતના મધુર નાદથી ત્યાં રહેલાં દેવતાઓ, માન અને નાગકુમાર પ્રસન્ન થતાં હતાં. તે ગિરિરાજ મૂળમાં પચાશ જન પહેળા, શિખરે દશ એજન પહેળે અને ઊંચાઈમાં આઠ યોજન હતો.
આવા ઉત્તમ ગિરિપર પ્રભુ આરૂઢ થયા. તેમની પાછળ જાણે સદ્ગતિની નિસરણ હેય તેવા તે ગિરિપર પુંડરીક વિગેરે મુનિઓ અને સુંદરી પ્રમુખ સાદવીઓ પણ આરૂઢ થઈ. વિશેષ રીતે તે તીર્થને પવિત્ર કરતા હોય, તેમ પ્રભુ રાત્રિએ રાજાની (રાયણ) વૃક્ષની નીચે સેમેસર્યા. આસનકંપથી પ્રભુના આગમનને જાણું દેવતાઓએ પ્રાતઃકાળે ત્યાં આવી સંસારને ભય ધરનારા પ્રાણુઓને શરણરૂપ સમોસરણ રચ્યું. એક રિશી સુધી ભગવંતે દેશના આપી, પછી પ્રભુના ચરણપીઠ પર બેસી પુંડરીક ગણધરે આ પ્રમાણે દેશના આપી–“તીર્થ, જિન, અને ગુરૂપર ભક્તિ, ધર્મશાસ્ત્રો વિષે રૂચિ, દયા, સુપાત્રદાન, પ્રિયવચન અને વિવેક-એ આસ્તિપણુનાં લક્ષણો છે. આર્યદેશ, મનુષ્યપણું, દીર્ધ આયુષ્ય, ક્ષમા, કુલીનતા, અને ન્યાયપાર્જિત વિત્ત-એ માણસને પુણ્ય ઉપાર્જન કરવામાં હેતુરૂપ છે. માનુષ્યપણું પ્રાપ્ત થવા સાથે આર્યદેશમાં ઉત્પન્ન થવાથી નઠારાં કૃત્ય કરવાની પ્રવૃત્તિ કરતાં હૃદયમાં લજજા, ધર્મશાસ્ત્ર સાંભળવાને વેગ, કાર્યકાર્યને વિચાર
For Private and Personal Use Only