________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૪ થો.]
ચક્રીનો ક્રોધ, ચક્રનું મૂકવું, મુષ્ટિયુદ્ધ
૫૫
કર્યા, તે શું આ બાહુબલિને માટે ! કે જે અયારે મારે વધ કરવાને ઉદ્યત થયે છે. તેમજ એક કાળે બે વાસુદેવ ન થાય તેમ બે ચક્રવત્તૌ પણ ઉત્પન્ન ન થાય તેવી શ્રીજિનાગમમાં ભગવંતની વાણી છે, તે વ્યર્થ પણ કેમ થાય ? ત્યારે શું પૃથ્વીમાં આ બાહુબલિજ સત્ય ચક્રવર્તો હો, હું ચક્રવી નહીં હાઉં ? અને મેં જે દિગ્વિજય કર્યો તે શું આના સેનાપતિ થઈને કર્યા ! '' આ પ્રમાણે ચક્રવત્તાં દુદયમાં ચિંતવન કરતા હતા, તેવામાં તેા અગ્નિના તણખાને છેડતું અને સૂર્યના જેવું તેજવી ચક્રરલ તેના હાથમાં આવ્યું. ચક્રના આવવાથી જેના મનમાં પેતાના ચક્રવત્તીપણાની પ્રતીતિ થઈ છે એવા ચક્રવત્ત્તએ ચક્રને ભમાડતાં ભમાડતાં ક્રોધ કરીને બાહુબલિને કહ્યું—“ અરે બાહુબલિ ! અદ્યાપિ કાંઈ બગડી ગયું નથી, હજી પણ માન છેડી દઇને દેવતાઓએ માનવા ચેાગ્ય એવી મારી આજ્ઞાને માન્ય કર. તું મારા અનુજ બંધુ છે, તેથી તારા પ્રથમના સર્વ અપરાધ હું સહન કરીશ; તારા વધ કરવાથી થનારૂં ભ્રાતૃહત્યાનું પાપ મને ન થાઆ. સર્વે તિર્યંચમાં હાથી, તેનાથી કેશરી અને તેનાથી અષ્ટાપદ્ય–એમ અનુક્રમે સર્વે બલવાન્ રાજાએ પણ પાતાથી અધિક બળવાન્ રાજાને વશ રહે છે. હે બાહુબલિ ! તારે બાહુબલને ગર્વ કરવા ચોગ્ય નથી, કારણ કે, સર્વ ખલવાન્ રાજાએ પણ ચક્રવર્તીની આજ્ઞાને અંગીકાર કરે છે.” ભરતનાં આવાં વચન સાંભળી પેાતાના ખભા ઉપર દૃષ્ટિ નાખતા બાહુબલિ, ધીર અને ગંભીર વાણીથી નિર્ભયપણે બેલ્યા. “ હું આ ! તારામાં આપણા પિતાનું પુત્રપણું શૈાલતું નથી. કારણ કે ક્ષાત્રધર્મને જાણતાં છતાં આ કેંદ્ર યુદ્ધમાં પણ ચક્રનું ગ્રહણ કરે છે. અરે જ્યેષ્ઠબંધુ ! બાહુબલિના બલની પાસે આ લાહખંડ શું કરનાર છે! તેતેા ઉલટું સૂર્યપાસે પોતની જેમ તને લજવે છે. અત્યાર સુધી તેં તારા બાહુનું બળ તા જોયું, હવે આ ચક્રનું બળ પણ જો, આ મારા ભ્રાતા થાય છે એવી શંકા રાખીશ નહીં, કેમકે ક્ષત્રીઆના એવા ક્રમજ છે.” આવાં બાહુબલિનાં વચને સાંભળીને ક્રોધ પામેલા ચક્રવર્તોએ ચક્રને આકાશમાં ભમાડી, સર્વે પ્રેક્ષકને ભય ઉત્પન્ન કરતું તેને તત્કાળ છેડયું. તે ચક્રને જોઈને બાહુબલિ વિચારવા લાગ્યા કે “ દંડવડે હણીને સૃત્તિકાના પાત્રની જેમ શું આને ચૂર્ણ કરી દઉં ! વા દડાની જેમ આકાશમાં લીલાવડે ઉડાડી નાખું ! અથવા યશરૂપ વૃક્ષને માટે બીજની જેમ તેને પૃથ્વીમાં દાટી દઉં ! વા ચકલાના ચપળ બચ્ચાંની જેમ તેને હાથમાં પકડી લઉં ! વા મુષ્ટિથી હણીને તેને દિશાંતરમાં ફેંકી દઉં ! અથવા તે તેનું વીર્ય તે પ્રથમ જોઉં, પછી જે કરવું હશે તે કરીશ, ’ આ પ્રમાણે બાહુબલિ ચિંતવતા હતા, તેવામાં તે તે જાજવલ્યમાન ચક્ર બાહુ
For Private and Personal Use Only