________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૪ છે.]
દંડયુદ્ધનું વર્ણન.
13
હાથમાં લઈને એક દડાની માફક વેગથી આકાશમાં ઉછીન્યા. તે વખતે “છ ખંડ પૃથ્વીને જીતી શું આ સ્વર્ગને જીતવા જાય છે એમ ક્ષણવાર આકુલવ્યાકુલપણે દેવતાઓ કૌતુકથી જોવા લાગ્યા. આકાશને પ્રકાશિત કરતા ભરતરાજા તારાઓના માર્ગનું ઉલ્લંઘન કરીને ગીની પેઠે મનુષ્યને અદૃશ્ય થઈ ગયા. તે સમયે બન્ને સૈન્યમાં હાહાકાર થઈ રહ્યો, આકાશમાં રહેલા દેવતાઓ ગ્લાનિ પામી ગયા; અને બાહુબલિ વિચારવા લાગ્યા કે “મારા બળને તેમજ સાહસને ધિક્કાર છે,
અવિવેકી એવા મને પણ ધિક્કાર છે, રાજયભને અને અમારા મંત્રીઓને પણ ધિક્કાર છે; પરંતુ હવે શેચ કરે, જયાં સુધી આર્યભરત પૃથ્વી પર પડી વિશીર્ણ થઇ ન જાય ત્યાંસુધીમાં તેમને અધરથી જ ઝીલી લઉં.” આ વિચાર કરીને બાહુબલિ, શય્યાને આકારે ભુજા કરી ચરણના અગ્રભાગથી ભૂમિને સ્પર્શ કરી, આકાશ તરફ દૃષ્ટિ પ્રસારીને ઊભા રહ્યા અને વિદ્યુતના દંડની જેમ ગગન સાગરને પ્રકાશતા ભરતને ભૂમિપર પડતાં અધરથીજ બાહુબલિએ બે ભુજાવડે ઝીલી લીધા. તરતજ કોધ પામી ક્રૂર મુણિને ઉગામીને દેવતાઓને અને વિદ્યાધરોને ભય કરતા ભરત બાહુબલિ ઉપર દેડી આવ્યા અને નિવિડપણે બાહુબલિના મસ્તક પર પ્રહાર કર્યો. તે મુષ્ટિવડે મરતકમાં તાડિત થયેલા બાહુબલિ જાણે કાંઈ સ્મરણ કરતા હોય, તેમ ક્ષણવાર નેત્ર મીંચી ગયા. પણ સહજ વારમાં પાછા સ્વસ્થ થઈ બાહુબલિએ વાવડે પર્વતના શિખરની જેમ ભરતની છાતીમાં મુષ્ટિનો પ્રહાર કર્યો. તે પ્રહારથી જાણે પૃથ્વીને પિતા તરફનો રાગ જાણવાને ઇચ્છતા હોય તેમ ભરત આખા શરીરથી સ્પર્શ કરતા પૃથ્વી પર સપાટ પડી ગયા. તેમ જોઇને પિતાના સ્વામીના દુઃખથી દુઃખી થયેલા સર્વ સૈનિકે તત્કાળ મૂઈ પામ્યા. “મહાન પુરૂષોની આપત્તિથી કોને દુઃખ ન થાય ?” તે વખતે “અહા ! દુર્મદ એવા મેં કુલને નાશ કરનારું આ શું કામ આવ્યું છે. જો આ જયેષ્ટ બંધુ ભરત નહીં જીવે તો હું પણ નહીં જવું.” આવી રીતે ચિંતા કરતા બાહુબલિ ભૂમિપર પડેલા ભારતની પાસે આવી, સાથુ નેત્રે સેવકની જેમ પિતાના ઉત્તરીય વસૂવડે પવન નાખવા લાગ્યા.
ક્ષણવાર પછી સંજ્ઞા પ્રાપ્ત કરીને ચક્રવર્તીએ જોયું તો સેવકની જેમ પેતાની આગળ રહેલા લધુ બંધને અને સંતાપિત અવરથાવાળા પિતાને જોયા. એટલે તત્કાળ ઊભા થઈ ક્રોધથી લેહદંડ હાથમાં લઈને જમાડતા ભમાડતા ભયંકર રૂપે બાહુબલિ તરફ દોડ્યા; અને મત્ત ગજેંદ્ર દંતુશળથી દરવાજાના કમાડને તાડન કરે, તેમ ચક્રવર્તીએ ક્રોધ કરીને તે દંડવડે બાહુબલિના મસ્તક પર તાડન
For Private and Personal Use Only