________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાભ્ય.
( [ સર્ગ ૩ જે. રણપણું ધારણ કર્યું અને દેવતાઓને “તેના રાજયરૂપ વૃક્ષના મૂલમાં આ અગ્નિ પડ્યો” એવી શંકા થઈ. તેને જોઈને ક્ષણવાર માગધેશ્વરની સર્વ સભા ચિત્રવત્ રિથર થઈ ગઈ અને તે બાણની પાંખના વાયુથી તેને ચિત્તરૂપ દિપક ચલિત થે. તરજ નાસિકાને નચાવતા, ચણોઠીના પુંજની જેવા અરૂણ નેત્ર કરતા, બ્રકુટીને ભમાવવાવડે કપરૂપ વૃક્ષને પલ્લવવાળું કરતા ત્રણ પ્રકારે (મન વચન કોયાથી) કોપને સૂચવતી ત્રિવલ્લીને લલાટપર ધારણ કરતા અને એષ્ટપુટને - રકાવતા માગધેશ્વરે મ્યાનમાંથી ખગ આકર્થે; અને ગર્વવડે ઉત્કટ થયેલે તે કપરૂપ અગ્નિની જવાળાને અનુસરતી વિષસમાન વાણવડે આપ્રમાણે બોલ્ય હાથવડે અગ્નિ લેવાને, દિગ્ગજના દાંત ખેંચી કાઢવાને અને શેષનાગના માસ્તકપરથી મણિ લેવાને કણ તૈયાર થયેલો છે? તીક્ષ્ણ અગ્રભાગવાળા ભાલાવડે પિતાના નેત્રને ખજવાળવા કણ ઇચ્છે છે? કેસરી સિંહના કેશ ખેંચીલેવાને કોણ ચાહે છે ? અને ફરતા રેંટમાં પગ નાખવાને કણ ઉત્સુક છે? કે જે દુબુદ્ધિવાળાએ મારી સભામાં પોતાનું બાણ નાખ્યું છે ?' આ પ્રમાણે કહીને એ મહાવીર્ય તેમજ ચતુરાઈવાળી વાણું વદનાર માગધપતિ અત્યંત કોપડે પિતાને વામહંત શત્રુના કબની જેમ આસન પર પછાડી, સર્ષની જેમ હુંફાડા મારતો અને અંગને મરડો એકદમ સિંહાસન પરથી ઊભો થશે. તેની પછવાડે કોપથી વળતે તેને ૫રિવાર પણ અવારિતપણે ઊઠ્યો. કેમ કે “સૂર્યની પછવાડે તેને કિરણસમૂહ ચાલે છે.” તે પરિવારમાંથી કેટલાક કપરૂપ વૃક્ષના જાણે પલ્લવ હોય તેવા ખગને નચાવવા લાગ્યા, કેટલાક શત્રુનાં હૃદયનાં જાણે શલ્ય હોય તેવાં ભાલાને ઉછાળવા લાગ્યા, કેટલાક આકાશને જાણે ઉખેડતા હોય તેમ મુરાને ભમાવવા લાગ્યા, કેટલાક યમરાજની જાણે ભ્રકુટી હોય તેવા ધનુષ્યને અધિજય (પણુછ ચડાવેલાં) કરવા લાગ્યાં, કેટલાક જાણે ક્રોધના ગુચ્છ હોય તેવા વજને પકડવા લાગ્યા, કેટલાક આકાશને દાંતવાળું કરતા હોય તેમ ત્રિશૂલને ઉપાડવા લાગ્યા, કેટલાક આકાશને ભૂમિના મધ્યભાગને ફેડે એ ભુજાફેટ કરવા લાગ્યા અને કેટલાક મેઘનાદની જે સિંહનાદ કરવા લાગ્યા. વળી કેટલાક મારો, મારે, ૫કડો, પકડો, આ દુર્વિનીત, સૂર્યની સાથે ઘૂવડની જેમ આપણે પ્રભુની સાથે દ્વેષ કરે છે” એમ બેલવા લાગ્યા. તેના પરિવારે કરેલે આ મેટે કોલાહલ પ્રલયકાળમાં ઉછળતા સમુદ્રના વનિ જેવો જણાતો હતો.
હવે તે વખતે માગધેશ્વરના મંત્રીએ ભરતનું બાણ લઈ, ક્રોધરૂપ સર્વને શમાવવાના મંત્ર જેવા તેની ઉપર લખેલા અક્ષરે વાંચ્યા. તેમાં લખેલું હતું કે, “જે
For Private and Personal Use Only