________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
શત્રુંજય માહાત્મ્ય.
[ સર્ગ ૩ જો.
વળી તે નદી ગંગાની પેઠે પૂર્વવાહિની, ` અપૂર્વ સુકૃતની ભૂમિરૂપ, વિવિધ દ્રઢાવડે પ્રભાવવાળી અને બહુ આશ્ચર્ય ઉત્પન્ન કરનારી છે. શત્રુંજયા, જાન્હવી, પુંડરિકિણી, પાષંકા, તીર્થભૂમિ અને હંસી એવાં વિવિધનામથી તે પ્રખ્યાત છે. તેમાં કદંબગિર અને પુંડરગિરિ નામે શિખરની મધ્યમાં ‘ કમળ' નામે એક મહાપ્રભાવિક દ્રહ છે, તેના જળવડે તેની વૃત્તિકાના પિંડ કરીને જો નેત્રઉપર બાંધે તે રાત્રિઅંધત્વ અને નીલિકા વિગેરે નેત્રરોગાના નાશ કરે છે. હે સ્વામી ! કાંતિ અને કીર્ત્તિને આપનારૂં તે દ્રહનું આ જળ છે; આ જળના પ્રભાવથી, શાકિની, ભૂત, વેતાળ અને વાતપિત્તાઢિ દેષ વિનાશ પામે છે. વળી તેનાથી થયેલા સર્વે ઉપસર્ગો આ જળ સ્પર્શમાત્રથી હણી નાખેછે. આ દ્રહના જળમાં જીવની ઉત્પત્તિ થતી નથી. એ પુંડરીક તીર્થમાં હું પ્રતિવર્ષ જવું છું; અને મારા ગૃહમાં રહેલા પ્રભુને સત્ર કરાવવાને માટે તે દ્રહમાંથી જળ લાવું છું.
“સર્વ શત્રુઓના વિનાશ કરવાને માટે મેં આ જળ રાખેલું હતું પણ જે વસ્તુ વિશેષ પ્રીતિકારી હાય તે સ્વામીને આપવી જોઇએ, એવું ધારીને આ જળ તમારે માટે ભેટ કરવા સારૂ લાગૈા છું તેને તમે યતનાથી રાખો. આ જળ આપને દિગ્વિજય યાત્રામાં સર્વે દાષને હરનારૂં થઈ પડશે.” આવાં તેનાં વચન સાંભળીને જાગૃત થયેલ ઇચ્છાવાળા મહારાજા, તે દેવના રચેલા વિમાનમાં બેસી તરતજ શત્રુંજય ગિરિએ ગયા. ત્યાં શત્રુંજયા નદીમાં સ્નાન કરી, તીર્થના સ્પર્શ કરીને વેગવાળાં વિમાનવડે તરતજ ચક્રવર્તી પાછા પેાતાની છાવણીમાં આવ્યા. પછી પ્રીતિથી પ્રભાસપતિને આશ્વાસન આપી યોગ્ય સ્થાન ઉપર વૃક્ષની જેમ તેને તેજ ઠેકાણે આરાપિત કર્યાં. ત્યારપછી કલ્પદ્રુમ જેવા ગ્રહીરલે, તત્કાળ નીપજાવેલ દિવ્યભાજનવડે મહીપતિને પારણું કરાવ્યું, પછી પ્રભાસદેવ સંબંધી અઠ્ઠાઈ ઉત્સવ કરી સૂર્યની પછવાડે પ્રકાશની જેમ ચક્રની પછવાડે યાંથી આગળ ચાલ્યા.
અનુક્રમે સિંધુ અને મહાસિંધુના દક્ષિણ તટે જઈ પૂર્વાભિમુખે સંધાવાર નખાન્યા અને ચિત્તમાં સિંધુદેવીને ધારીને ચક્રીએ અષ્ટમ તપ કર્યો; તેથી ચપળ પવનથી જળતરંગની જેમ સિંધુદેવીનું સિંહાસન રળિત થયું. અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણી સિંધુદેવી ભેટયું લઇને તેમને પ્રસન્ન કરવા આવી. આકાશમાં રહી જય જય શબ્દવડે આશિષ આપીને તે બોલી કે હૈ રવામી ! હું તમારી દાસી છું માટે કહા મને શી આજ્ઞા છે ? ' આ પ્રમાણે કહી, મેટા તેજવડે અંધકારની રાશિના તિરસ્કાર કરે એવા એક હજારને આઠ રલકુંભ, રમણિક રતસિંહાસન, કિરીટ, ખાજી, કડાં, હાર અને કામલ વસ્ત્રો ચક્રીને અર્પણ કર્યાં. તે
૧ પૂર્વદિશા તરફ વહેતી.
For Private and Personal Use Only