________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૪ થે.] ભરત રાજાનું લડાઈને માટે પ્રયાણ.
૧૩૧ જયથી કૃતાર્થ થયેલા હોય તે પણ જે રાજાએ દિગ્વિજય કરે છે તે લેભથી નથી કરતા પણ માત્ર પોતાના તેજની વૃદ્ધિને માટે જ કરે છે. શુભ પરિણામને ઇચ્છનારા પુરૂષે બંધુરૂપી શત્રુની પણ ઉપેક્ષા કરવી નહીં, કેમકે રેગ પિતાના અંગથી ઉત્પન્ન થયેલો હોય છે, તે પણ તે વધી જવાથી મૃત્યુ પમાડે છે. હે રાજા! જયાંસુધી સૈન્યની રજથી સૂર્યમંડલ નિસ્તેજ થશે નહીં ત્યાં સુધી એ બાહુબલિ નિસ્તેજ થઈ પિતાના દેશને છોડશે નહીં. જ્યાં સુધી તમારા હસ્તિસેન્યના ભારથી ધરા નમશે નહીં ત્યાં સુધી માનવડે ઉન્નત થયેલા એ બાહુબલિની કંધરા પણ ન મશે નહીં. માટે હે રાજા! આ કાર્યમાં આપે જરા પણ વિલંબ કરો ઘટિત નથી, છતાં જે આપને શંકા હોય તો નીતિનાં વચનોથી આ સર્વ મંત્રીઓને પૂછી જુઓ.” તે વખતે તત્કાળ જાણે સુષેણનાં વચનના પડછંદા હોય તેમ મંત્રીઓએ પણ રાજાને ઉત્સાહિત કરવાને તે કરતાં જરા વિશેષે કહ્યું, તેથી તરતજ રાજાએ રણકર્મને સૂચવનારી ભંભાનો નાદ કરાવ્યું. તેના નાદથી સર્વ રાજાએ તત્કાળ એકઠા થઈ ગયા.
પછી શુભ દિવસે ચક્રવર્તી સ્નાન કરી, શુદ્ધ ઉજવલ વસ્ત્ર પહેરી, ઉત્તમ પુષ્પવડે શ્રીયુગાદિ પ્રભુની પૂજા કરી અને વાંછિત અર્થની સિદ્ધિને માટે પૌષધાગારમાં રહેલા મુનિઓની પાસે જઈ તેમને વંદના કરી; કારણ કે તેમની ધર્મલાભરૂપ આશિષ અધિક સિદ્ધિને આપનારી છે. પછી સારા વષવાળા, આનંદી અને પુરૂષાર્થમાત્રના આભૂષણવાળા ચક્રવર્તીએ નગરની બહાર પર્યતભાગે છાવણ નાખી. ત્યાં લેહચમથી ખેંચાઈને લેહમય પદાર્થ જેમ તેની પાસે આવે તેમ ભંભાનાદથી ખેંચાઈને સર્વ દેશના અને ગામના અધિપતિઓ આવી આવીને મળ્યા. જાણે જંગમ પર્વત હોય તેવા હાથીઓ અને ઘોડાઓ-મનુષ્ય સૈન્યરૂપ સાગરના જાણે તરંગો હોય તેવા દેખાવા લાગ્યા. જાણે જંગમ પર્વતને પ્રવાહ ચાલતો હોય તેમ પોતપોતાના સૈન્યસમૂહ સહિત તેના અધિકારીઓ ભુવનપતિ ભરતની પાસે આવવા લાગ્યા. પછી પ્રયાણ સમયે પતિપુત્રવાળી રમણુઓએ અને કુલીન કન્યાઓએ અખંડ અક્ષતથી મંગળિકને માટે આદરપૂર્વક ચક્રવર્તીને વધાવ્યા, બંદિજનો સ્તુતિ કરવા લાગ્યા, દેવતાઓ સેવા કરવા લાગ્યા. કુલ સ્ત્રીઓ મંગળ ગીત ગાવા લાગી અને મહાજનો તેમનું દર્શન કરવા લાગ્યા. એવી રીતે કૃતાર્થ થયેલા ભરતરાજા રણયાત્રાનો આરંભ કરવાને માટે પ્રાતઃકાળમાં સૂર્ય જેમ
૧ ક. ૨ હાલતો ચાલતો.
For Private and Personal Use Only