________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
*
આપે છે . અને અપમાન કરવાથી મૂળમાં લાગેલા અગ્નિની જેમ તે અનંત કુ“ ને બાળી નાખે છે.”—મુનિએ આ પ્રમાણે કહ્યા પછી તે આભીરે કુષ્ટ નાશ “ થવાના ઉપાય પૂછ્યો, ત્યારે મુનિએ કહ્યું કે “ તું મેટા મનથી શત્રુંજયગિ“ રિની સેવા કર. તે તીર્થમાં રાગદ્વેષરહિત ને સમતારસે યુક્ત થઇને “ રહેવાથી તું પાપકર્મને ક્ષય કરીને રાગથી મુક્ત થઈશ. જેમ ગાઢ તપ“સ્યાવડે વાલેપ થયેલા કર્મથી પ્રાણી મુક્ત થાય છે, તેમ એ પુંડરીક ગિરિની સેવાથી પણ મુક્ત થાય છે. એ તીર્થના માહાત્મ્યથી ત્યાં રહેનારા તિર્યંચા “પણ પ્રાયઃ પાપમુક્ત અને નિર્મળ હૃદયવાળા થઇને સારી ગતિ પાસે છે. એ “ ગિરિરાજના મરણથી સિંહ, અગ્નિ, સમુદ્ર, સર્પ, રાજા, વિષે, યુદ્ધ, ચાર, શત્રુ “ અને મહામારીના ભય પણ નાશ પામે છે. ઉગ્ર તપ, અને બ્રહ્મચર્યથી જે પુણ્ય “થાય, તે શત્રુંજયગિરિમાં પ્રયલવડે રહેવાથી થાય છે. શ્રી વિમલાચલના દર્શન “થવાથી આ ત્રણ લેાકમાં જે કાઈ તીર્થ છે, તે સર્વનાં દર્શન થઇ જાય છે.
""
“આ પ્રમાણે મુનિના મુખથી સાંભળીને એ આહિર પુંડરીકગિરિએ ગયા. “ ત્યાં મુનિના કહેવા પ્રમાણે વર્ત્તવાથી અનુક્રમે ઢાખરહિત થઈ ગયા. છેવટે વિશેષ વૈરાગ્યથી અનશન વ્રતવડે મૃત્યુ પામી અદ્ભુત કાંતિને ધારણ કરનાર આ અનંત “ નામના નાગકુમાર દેવ થયેલ છે. વળી તીર્થસેવાના પ્રભાવથી આ ભવથી ત્રીજે “ ભવે સર્વે કર્મના ક્ષય કરી અનંતચતુષ્ટય પ્રાપ્ત કરીને એ દેવ મુક્તિસુખને પામરો,”
'
આ પ્રમાણે સાંભળીને તે અનંતનાગ શત્રુંજયગિરિપર ગયા અને હું પણ આગ્રહથી તેની સાથેજ તે તીથૅ આન્યા. ત્યાં અષ્ટાન્તિક મહેોત્સવ કરીને ભક્તિવડે તીર્થનું રમરણ કરતા તે પેાતાને સ્થાને ગયો. “ હે ! આ ત્રણ ભુવનમાં શત્રુંજય જેવું કાઈ ઉત્તમ તીર્થ નથી કે જેના સ્પર્શમાત્રથી વિપત્તિ માત્ર દૂર જાય છે. અનંતનાગના ગયા પછી તીર્થં તીર્થ ક્રતા હું પ્રભુનાં દર્શન કરવાને માટે આ પ્રાસાદમાં આવ્યો છું. અહીં પ્રસંગે તમારાં પણ મને દર્શન થયાં છે. શ્રીખાહુઅલિના પુત્ર સામયશાએ આ યુગાદિ પ્રભુના પ્રાસાદ રચાવ્યેા છે. શ્રીયુગાદિ ભગવાન્ ત્રણ લાકના સ્વામી છે, તેમના તમે પુત્ર છે, તેથી તમારા દર્શનવડે મારે આજ વધારે રમણીકતા પ્રાપ્ત થઈ છે. ’
વિદ્યાધર મુનિની આવી વાણી સાંભળીને શત્રુંજયગિરિનું અને ઋષભ સ્વામીનું મરણ કરી નિર્વેદ' પામેલા ભરતે મુનિને પ્રણામ કર્યાં. મુનિ ધર્મ
૧ સંસારપર ઉદાસીનતા અને કાંઈક ભેદ.
For Private and Personal Use Only