________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ. ૧ લે. પૂર્વાચળ પર ચડે તેમ પ્રાતઃકાળમાંજ સુરગિરિ નામના ગજેંદ્ર ઉપર ચડ્યા. એ ગજરત ઘણે ઊંચો હતો, તેમના યશની જેવો ઉજવલ હતો, તેની બન્ને બાજુએ ઝરતા મદવડે કસ્તૂરીની પત્રવત્તિ રચાયેલી હતી. પર્વત, સમુદ્ર અને નદીઓને લીલાવડે ઉલ્લંઘન કરવાને તે સમર્થ હતો અને એક હજાર યક્ષે તેની રક્ષા કરતા હતા. ભરતચક્રી હસ્તીપર આરૂઢ થયા પછી જાણે તેના અંશ હોય, તેવા અનેક વીર પુરૂષ બખ્તર અને શસ્ત્રને ધારણ કરી, હાથી, ઘડા, રથ અને ઊંટ ઉપર આરૂઢ થયા. તે વખતે સંપૂર્ણ ચંદ્રની જેવું, કલ્યાણકળશથી અલંકૃત અને એક હજાર નાગદેવતાઓ વડે રક્ષા કરાતું જયનામનું છત્રરલ બીજા છત્રોને ત્રાસ કરતું ચક્રવર્તાના મતકની ઉપર શેષનાગના મસ્તક પર મણિની જેમ તત્કાળ વિકાસ પામ્યું; અને સુંદર વારાંગનાઓએ ચામર વીંજવા માંડ્યા. પછી ભરતરાજાએ પગના અંગુઠાવડે ગજરતને પ્રેરણું કરી એટલે તે પિતાની ગર્જનાના ધ્વનિથી દિશાઓને બધિર કરતો આગળ ચાલ્યું. તે જ વખતે ભંભાના નાદવડે બ્રહ્માંડને ગર્જવતા, માંગલ્ય વાઘના ઘોષથી ગજેંદ્રના શબ્દોને પોષણ કરતા અને કિરવડે સૂર્યની જેમ સૈન્યવડે પરવરેલા ચક્રીએ પ્રયાણ કર્યું. સૂર્યમંડળના જેવું પ્રકાશમાન ચકરા સહસ્ત્ર આરાને ધારણ કરતું સૈન્યની આગળ ચાલવા લાગ્યું. તે વખતે બંદીજને બોલવા લાગ્યા કે–“દિગ્ગજ ! દંતાને દૂર કરજે; કુલ પર્વત ! સ્થિરતા રાખજે; શેષનાગ ! સારી યષ્ટી જેવા બીજા નાગોની સહાય લેજે; દિશાઓ ! તમે દૂર જજે, પૃથ્વી! તું વિશાળ થજે; આકાશ! સત્વર અવકાશ આપજે; નહીં તે આજે આ ભરતરાજા સૈન્યના ભારથી અને દુંદુભિના ધ્વનિથી તમને ફાડી નાખશે.” આ પ્રમાણે બંદિજનોથી બેલાતા બિરૂદને સાંભળતા અને રથચકન ચીત્કારથી દિશાએને વાચાળ કરતા ભરતરાજા અવિચ્છિન્નપ્રયાણે ચાલવા લાગ્યા. અનુક્રમે સૈન્યના તેજથી સૂર્યને ખજવા જેવો કરતા, રિથર પર્વતાદિકને અસ્થિર કરતા, માર્ગમાં આવતી નદીઓનું શોષણ કરતા, સરોવરને સ્થળ જેવા કરી નાખતા અને ગજેના મદથી પાછા નવા સરોવરો નીપજાવતા, નીચી જમીનને સમાન કરતા, અને “આ માર્ગમાં માર્ગ કરતા, ભરતચક્રી નિત્ય જન યોજનનું પ્રયાણ કરતાં કેટલેક દિવસે બહુલી દેશમાં આવી પહોંચ્યા. ભરતે સૈન્યને માટે આવાસ કરવાને કેટલાએક પુરૂષોને આગળ મોકલ્યા હતા, તેઓએ ચક્રી પાસે આવી હપંથી વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! જ્ય પામે. અહીંથી ઉત્તર દિશામાં ગંગા નદીને
૧ બહેરી. ૨ લાકડી. ૩ એક જાતને અવાજ. ૪ આગીયા જીવડા.
For Private and Personal Use Only